સ્ટ્રીટ સ્ટાઇલ સુરતી લોચો હવે ઘરેજ બની જશે! આ ટિપ્સથી સરળ રીતે બનાવો

લાઇફ સ્ટાઇલ | સુરતી ચીઝ લોચો બનાવવામાં માટે ઓછી સામગ્રીની જરૂર પડે છે, માત્ર તમારે એક દિવસ દહીં સાથે આથો લાવવાનીની જરૂર પડશે. એકવાર આ ઘરે બનાવેલ લોચો ખાશો તો ફરસાણની દુકાનનો ભૂલી જશો! 

લાઇફ સ્ટાઇલ | સુરતી ચીઝ લોચો બનાવવામાં માટે ઓછી સામગ્રીની જરૂર પડે છે, માત્ર તમારે એક દિવસ દહીં સાથે આથો લાવવાનીની જરૂર પડશે. એકવાર આ ઘરે બનાવેલ લોચો ખાશો તો ફરસાણની દુકાનનો ભૂલી જશો! 

author-image
shivani chauhan
New Update
Street Style Famous Surti Cheese Locho easy Recipe

સ્ટ્રીટ સ્ટાઇલ ફેમસ સુરતી ચીઝ લોચો રેસીપી। Street Style Famous Surti Cheese Locho easy Recipe in gujarati Photograph: (Social Media | Instagram | foodiefemmepooja)

જીવનશૈલી | સુરતી લોચો સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, જે સવારે નાસ્તામાં સર્વ કરવામાં આવે છે, તે ખુબજ હેલ્ધી છે કારણ કે એમાં બે પ્રકારની દાળ ઉમેરવામાં આવે છે અને ખાસ તેને સ્ટીમ કરીને બનાવામાં આવે છે, અહીં સુરતી ચીઝ લોચો રેસીપી આપી છે, જે બધાને ભાવશે.

Advertisment

સુરતી ચીઝ લોચો બનાવવામાં માટે ઓછી સામગ્રીની જરૂર પડે છે, માત્ર તમારે એક દિવસ દહીં સાથે આથો લાવવાનીની જરૂર પડશે. એકવાર આ ઘરે બનાવેલ લોચો ખાશો તો ફરસાણની દુકાનનો ભૂલી જશો! 

સુરતી ચીઝ લોચો રેસીપી 

સામગ્રી

1 કપ ચણાની દાળ
1/4 કપ અડદની દાળ
1/4 કપ પૌઆ 
½ કપ દહીં
સ્વાદ મુજબ મીઠું
¼ ચમચી હળદર 
1 ચપટી હિંગ 
1 ચમચી પેસ્ટ આદુ-લીલા મરચાં
જરૂર મુજબ પાણી
તેલ 1 ચમચી
1/4 ચમચી ખાવાનો સોડા

સુરતી ચીઝ લોચો બનાવાની રીત 

ચણાની દાળ અને અડદની દાળ 4-5 કલાક પલાળીને રાખો હવે પોહા ધોઈને એની સાથે સ્મૂધ બેટરમાં પીસી લો. દહીં ઉમેરો અને બેટરને આખી રાત માટે આથો લાવવા માટે મૂકી દો.

Advertisment

હવે સવારે એમાં મીઠું, હળદર, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને થોડા પાણી ઉમેરો અને મિક્સ કરો. તેલ અને ખાવાનો સોડા ઉમેરો અને હળવે હાથે મિક્સ કરો.

ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર રેડો અને 10-15 મિનિટ સ્ટીમ કરો. તેને બટર, ચીઝ, સેવ, લોચો મસાલા અને ચટણી સાથ સર્વ કરો.

જીવનશૈલી રેસીપી