કેટલાક લોકો મીઠાઈ ખાવાના એટલા શોખીન હોય છે કે તેમને હંમેશા જમતી વખતે મીઠાઈ જોઈએ. આવા લોકો અત્યંત મીઠી ચા પણ પીવે છે અને વધુ ખાંડવાળી વસ્તુઓનું સેવન પણ કરે છે. તમે જાણો છો કે ખોરાકમાં વધુ ખાંડ લેવાથી તમે માત્ર સ્થૂળતા અને ડાયાબિટીસનો શિકાર જ નથી બનતા, પરંતુ તે સ્કીનને પણ નુકસાન પહોંચાડે છે. ખાંડ એક પ્રકારનું સાદું કાર્બોહાઇડ્રેટ છે, જે અમુક ખાદ્યપદાર્થો અને પીણાઓમાં હોય છે, ઉપરથી ખાંડ ઉમેરવામાં આવતા તેમાં ખાંડનું પ્રમાણ વધે છે.
તમે જાણો છો કે મીઠી વાનગીઓ માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારી ત્વચા પર પણ અસર કરે છે. આનું કારણ એ છે કે ખાંડ બળતરા અને ખીલનું કારણ બને છે. તેનું વધુ પડતું સેવન કરવાથી સ્કીનના કોલેજનને નુકસાન થાય છે, જેના કારણે વૃદ્ધત્વ ઝડપથી આવે છે.
હાલ અનાજ, કેક, પેકેજ્ડ ખોરાક અને પીણાંમાં ઉપરથી ખાંડ ઉમેરવામાં આવે છે. આ ખાંડ શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. જો મીઠાઈ ખાવાની લાલચથી તમે વધુ પરેશાન છો તો તમારા ભોજનમાં ખાંડને બદલે ગોળ કે તેનાથી બનેલી વાનગીનું સેવન કરો. ગોળને ખાંડના બદલામાં એક સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે જે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
ડૉ. અંકુર સરીને ઇન્સ્ટાગ્રામ પર બે મીઠી વસ્તુઓની સરખામણી કરતી એક પોસ્ટ શેર કરી છે. બંને કેલરીથી ભરપૂર હોવા છતાં, ગોળ ખાંડનો સારો વિકલ્પ છે. ખાંડની તુલનામાં, ગોળ ખનિજો અને પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે, જે તેને શરીર માટે એક આરોગ્યપ્રદ વિકલ્પ બનાવે છે.
ખાંડથી સ્કીન પર થતી હાનિકારક અસરો:
ઇએનટી અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, એસ્થેટિક પ્રેક્ટિશનર ડૉ. ઇશાન સરદેસાઇએ indianexpress.comને જણાવ્યું કે રિફાઇન્ડ ખાંડનું સેવન ત્વચા માટે સારું નથી. આપણા લોહીના પ્રવાહમાં વધુ પડતી ખાંડ ગ્લાયકેશનનું કારણ બની શકે છે. આ એક કુદરતી રાસાયણિક પ્રતિક્રિયા છે જે ત્યારે થાય છે જ્યારે લોહીના પ્રવાહમાં રક્ત પરિભ્રમણનું સ્તર વધે છે. ગ્લાયકેશન આપણી ત્વચાના તે ભાગને અસર કરે છે જે તેને ‘સ્પ્રિંગી’, કોલેજન અને ઇલાસ્ટિન રાખે છે. એક્સપર્ટ્સ જણાવે છે કે, કોલેજન અને ઇલાસ્ટિન સ્કીનના દેખાવ અને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ છે.
એસ્થેટિક ક્લિનિક્સના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્માટો-સર્જન ડૉ. રિંકી કપૂર સમજાવે છે કે, ખાંડ અને ગોળ બંને શેરડીના રસમાંથી મળે છે. બંને હાઇ કેલરીથી ભરપૂર છે પરંતુ ખાંડની સરખામણીમાં ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગોળ એ તમારી ત્વચા પર ખાંડનો સારો વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, ગોળ તમારી સ્કીનનો કલર સુધારે છે, ચહેરા પરના ફોલ્લીઓ દૂર કરે છે અને ત્વચાને સાફ કરે છે. ગોળમાં ગ્લાયકોલિક એસિડ હોય છે, જે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ખીલને મટાડવામાં મદદ કરે છે.