સ્વીટ્સ ક્રેવિંગ: કંટ્રોલ કરવા માટે આ ડાયટ અને ટિપ્સ અજમાવો

Sugar Cravings :જ્યારે અમુક સમયે સ્વીટ ક્રેવિંગ (Sugar Cravings) કરવી સામાન્ય છે, ત્યારે તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તે સતત થતું સુગર ક્રેવિંગ (Sugar Cravings) ને કેવી રીતે મેનેજ કરી શકો છો.

Written by shivani chauhan
February 27, 2023 09:12 IST
સ્વીટ્સ ક્રેવિંગ: કંટ્રોલ કરવા માટે આ ડાયટ અને ટિપ્સ અજમાવો
જ્યારે અમુક સમયે મીઠી વસ્તુની ઝંખના કરવી સામાન્ય છે, ત્યારે તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તે સતત ક્રેવિંગને કેવી રીતે મેનેજ કરી શકો છો

મીઠાઈ એ ભારતીયના દરેક ઘરમાં જોવા મળે છે. મોટાભાગના લોકો માટે, કોઈ પણ ભોજનના અંતે તેમની એક ચમચી મનપસંદ મીઠાઈના વિના પૂર્ણ થતું નથી. જો કે,ડૉ. શિખા કુમારી, એક ન્યુટ્રિશનિસ્ટ કહે છે, “સ્વીટ્સ સંતુલિત આહારનો એક ભાગ બની શકે છે જ્યારે તેને ગમે ત્યારે માણવામાં આવે છે, તેથી મીઠાઈનો વધુ પડતો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો કરી શકે છે.

આપણી સુગર ક્રેવિંગ પાછળનું કારણ સમજાવતા, નિષ્ણાતે જણાવ્યું હતું કે “આપણે સુગર ક્રેવિંગનું કારણ કોઈક અંશે શારીરિક અને મનોવૈજ્ઞાનિક છે,” અને ઉમેર્યું કે ” તેમની પાછળના સંભવિત કારણો,બ્લડ સુગરનું અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર, હોર્મોનલ અસંતુલન, ખરાબ આહાર અને આપણે જે વાતાવરણમાં રહીએ છીએ” તે છે.

આ પણ વાંચો: શું ઊંટનું કાચું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે?

જ્યારે અમુક સમયે મીઠી વસ્તુની ઝંખના કરવી સામાન્ય છે, ત્યારે તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તે સતત ક્રેવિંગને કેવી રીતે મેનેજ કરી શકો છો. ”તેણીએ કહ્યું હતું કે “તમે જેટલી ખાંડનો ઉપયોગ કરો છો, તેટલી વધુ ખાંડ તમે ઈચ્છો છો. જયારે તમે ખરીદો છો તે ખાદ્યપદાર્થોમાં ખાંડની માત્રા વિશે વધુ જાગૃત રહેવાનો પ્રયાસ કરો અને તંદુરસ્ત વિકલ્પોનો સ્ટોક કરો.”

સુગર ક્રેવિંગ

આ પણ વાંચો: ડાયાબિટીસ ટિપ્સ : ઇન્સ્યુલિન બનાવામાં મદદ કરશે આ યોગ,જાણો અહીં

સુગર ક્રેવિંગ્સને કંટ્રોલ કરવા આટલું કરો

  • તમારા નાસ્તામાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો, જેમ કે ઈંડા, સાદા ગ્રીક દહીં અથવા મીઠા વગરના ઓટમીલ.
  • જો તમને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય, તો પહેલા તાજા ફળ ખાવાનો પ્રયાસ કરો.
  • સોડા, સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને મીઠી કોફી જેવા મીઠાવાળા પીણાંનો તમારા વપરાશમાં ધીમે ધીમે ઘટાડો કરો અને ખાતરી કરો કે તમે પૂરતું પાણી પી રહ્યાં છો.
  • ખાતરી કરો કે તમે પ્રોટીન, શાકભાજી અને અન્ય તંદુરસ્ત કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી ધરાવતું સંતુલિત ભોજન ખાઓ છો. આ તમને લાંબા સમય સુધી ભરપૂર રાખશે અને તમારી બ્લડ સુગરને કંટ્રોલ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ