Shreya Agrawal : ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર પર અલગ અલગ અસર અલગ અલગ સીઝનમાં થાય છે તે વિશે ચર્ચા કરી હતી, જે વિવિધ પરિબળોને કારણે ઉદભવે છે, જેમ કે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, આહારમાં ફેરફાર, ખોરાકનું સેવન કરવામાં વધારો અને ઠંડા તાપમાન માટે શરીરની પ્રતિક્રિયા વગેરે. અહીં નવું એક્સપ્લોર કર્યું છે કે, ઉનાળાની ઋતુ દરમિયાન તીવ્ર ગરમીની અસર ડાયાબિટીસના દર્દીઓ પર પડે છે, તો હા, અહીં પણ એક કનેકશન છે. પરંતુ તે શું છે? જો કે, આપણે લિંકને ડીકોડ કરતા પહેલા, અહીં સમજીએ કે ડાયાબિટીસ ખરેખર શું છે?
ડાયાબિટીસ એ એક દીર્ઘ કાલીન હેલ્થ કન્ડિશનછે જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાની શરીરની ક્ષમતાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જ્યારે આપણે ખોરાકનો લેતા હોય છીએ ત્યારે શરીર તેને ગ્લુકોઝમાં તોડી નાખે છે , જે પછી લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે. લોહીમાં શર્કરાના વધતા સ્તરના પ્રતિભાવમાં, સ્વાદુપિંડ ઇન્સ્યુલિનને સ્ત્રાવ કરે છે, જે એનર્જીના ઉપયોગ માટે સુગરને શરીરના કોષોમાં પ્રવેશવાની ચાવી તરીકે કામ કરે છે. જો કે, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓમાં, કાં તો અપૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે અથવા શરીર દ્વારા ઇન્સ્યુલિનના ઉપયોગ સાથે ચેડા થાય છે. પરિણામે, લોહીના પ્રવાહમાં વધારે બ્લડ સુગર તરફ દોરી જાય છે.
તો ઉનાળામાં શું થાય છે?
પેનની પેરેલમેન સ્કૂલ ઑફ મેડિસિન દ્વારા સંશોધન મુજબ, જેણે લગભગ 3 મિલિયન ભૌગોલિક રીતે વિવિધ દર્દીઓનો અભ્યાસ કર્યો હતો, ખૂબ ઊંચું અથવા નીચું તાપમાન ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ત્રણ સંભવિત જીવન માટે જોખમી પરિસ્થિતિઓની ઘટનામાં વધારો કરે છે: ગંભીર હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ સુગર ) ,ડાયાબિટીક કીટોએસિડોસિસ (અતિશય એસિડિક બ્લડ), અને અચાનક કાર્ડિયાક અરેસ્ટ/વેન્ટ્રિક્યુલર એરિથમિયા (હૃદયની કામગીરીમાં અચાનક ઘટાડો/ખૂબ ઝડપી ધબકારા).
ડૉ. અદિતિ ચોપરા, સલાહકાર, ડાયાબિટીસ અને એન્ડોક્રિનોલોજી, મણિપાલ હોસ્પિટલ, ઓલ્ડ એરપોર્ટ રોડ, બેંગ્લોર જણાવ્યું હતું કે, “ઉનાળાની ઋતુ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ચેલેંજિંગ સાબિત થઇ શકે છે કારણ કે તેઓ ઘણા કારણોસર તેમના બ્લડ ગ્લુકોઝના લેવલમાં વધઘટનો સામનો કરી શકે છે. “એ ઉમેર્યું કે ડાયાબિટીસના દર્દીઓ વધુ ઝડપથી ડીહાઇડ્રેશનનો ભોગ બની શકે છે, જે લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો ઉશ્કેરે છે.
આ પણ વાંચો: World Thyroid Day 2023 : થાઇરોઇડનું વૃદ્ધોમાં અસરકારક રીતે નિદાન અને સંચાલન કરવાની રીતો
તેમણે indianexpress.com ને કહ્યું હતું કે, “આનાથી પેશાબ કરવાની જરૂરિયાત વધી શકે છે, જે ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે, ખરાબ પરિણામ આવી શકે છે.”
ડો. ચોપરા સાથે સહમત થતા કે ઉનાળાની ઋતુ ડાયાબિટીસના દર્દીઓને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે, ડો. અનુષા નાડિગે, એસોસિયેટ કન્સલ્ટન્ટ, એન્ડોક્રિનોલોજી, ફોર્ટિસ હોસ્પિટલ, બેનરઘટ્ટા રોડ, બેંગલુરુએ જણાવ્યું હતું કે ”ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓને ઓછી અને વધુ શર્કરાનું જોખમ રહે છે, સાથે પાણી અને ઈલેક્ટ્રોલાઈટનું પ્રમાણ વધુ હોય છે. અસંતુલન “ડાયાબિટીસવાળા લોકો ખૂબ જ સરળતાથી ડિહાઈડ્રેટેડ થઈ જાય છે. જો તમે તમારી જાતને યોગ્ય રીતે હાઇડ્રેટ ન કરો, તો તે લોહીમાં શર્કરાનું સ્તર વધારી શકે છે અને વારંવાર પેશાબનું કારણ બની શકે છે, જે શરીરમાંથી પાણીની ખોટની સમસ્યા ઉભી કરી શકે છે.”
જોકે, ડિહાઇડ્રેશન એ એકમાત્ર કારણ નથી જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉનાળાની ઋતુને જટિલ બનાવે છે. કેટલાક લોકોમાં, ડાયાબિટીસ પરસેવાની ગ્રંથીઓને સપ્લાય કરતી ચેતાને નુકસાન પહોંચાડવા માટે જાણીતું છે, જેના કારણે પરસેવો ઓછો થાય છે .ડૉ ચોપરાએ કહ્યું હતું કે, “આ એક સમસ્યા છે, ખાસ કરીને ઉનાળામાં, કારણ કે શરીર કાર્યક્ષમ રીતે ઠંડુ ન થઈ શકે, જેથી ગરમીના થાકનું જોખમ વધી શકે છે.”
ડૉ. નાડિગ એ સમજાવીને સંમત થયા કે, ” ન્યુરોપથી ધરાવતા ડાયાબિટીસના દર્દીઓમાં અસામાન્ય પરસેવાની ગ્રંથીઓ હોઈ શકે છે, જેના કારણે બહારનું તાપમાન વધવાથી શરીરને ઠંડું પાડવું મુશ્કેલ બને છે. ” ખાસ કરીને વૃદ્ધ લોકો અને બાળકોમાં, હીટ થકાવટ અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યા ડાયાબિટીસના દર્દીઓમાં સામાન્ય છે.”
આ સમસ્યા ઉપરાંત, આ સિઝનમાં દર્દીઓ માટે જે ખાસ કરીને મુશ્કેલ બનાવે છે તે છે ઇન્સ્યુલિનની અસરકારકતાના સ્ટોર અને મેન્ટેઇનમાં મુશ્કેલી થઇ શકે છે. ડૉ મનજીતા નાથ દાસે, વરિષ્ઠ સલાહકાર, આંતરિક દવા, નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, ગુરુગ્રામ જણાવ્યું હતું કે, “અતિશય ગરમી ઇન્સ્યુલિન અને અન્ય ડાયાબિટીસ દવાઓના સંગ્રહ અને અસરકારકતાને અસર કરી શકે છે.”
BMJ જર્નલ્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દ્વારા આને સમર્થન આપવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે ઊંચા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે ઇન્સ્યુલિનની અસરકારકતા ઝડપથી ઘટી શકે છે. તેથી, તેની મેક્સિમમ ટ્રીટમેન્ટ ઇફેક્ટ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્સ્યુલિનનો યોગ્ય સંગ્રહ કરવો જરૂરી છે.
ડૉ. દાસે ઉમેર્યું હતું કે ધ્યાનમાં રાખવાનું બીજું મહત્ત્વનું પરિબળ એ છે કે બ્લડ સુગર રીડિંગ પણ મોસમ દ્વારા પ્રભાવિત થઈ શકે છે. ડૉ ચોપરાએ ઉમેર્યું હતું કે,”તે પરસેવો, ડિહાઇડ્રેશન અને ઇન્સ્યુલિન શોષણ(absorb) ના ફેરફાર જેવા પરિબળોને કારણે હોઈ શકે છે. ડીહાઇડ્રેશન વધુ કેન્દ્રિત બ્લડ ગ્લુકોઝ રીડિંગ તરફ દોરી શકે છે, જ્યારે વધુ પડતો પરસેવો ગ્લુકોઝ મોનિટરિંગ ડિવાઇસની ચોકસાઈ પર અસર કરી શકે છે. વધુમાં, બ્લડ સુગર માટે ટેસ્ટ સ્ટ્રીપ્સ તાપમાન-સેન્સિટિવ છે.”
નિષ્ણાતોએ વધુમાં નોંધ્યું હતું કે હાઈપોગ્લાયકેમિઆ ધરાવતા લોકોએ પણ આ સિઝનમાં સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. ડૉ ચોપરાએ જણાવ્યું હતું કે, “ઉનાળામાં હાઈપોગ્લાયસીમિયાનું જોખમ પણ વધી જાય છે. વધતા તાપમાન સાથે શરીરનું ઊંચું ચયાપચય, અને શરીરમાં ઇન્સ્યુલિનના શોષણમાં વધારો હાઈપોગ્લાયકેમિઆને ઉત્તેજિત કરી શકે છે. બાબતોને વધુ ખરાબ કરવા માટે, ગરમ હવામાનમાં પરસેવો અને થાક જેવા લક્ષણો જોવા મુશ્કેલ હોઈ શકે છે,” ગ્લુકોઝની ગોળીઓ અથવા સુગરયુક્ત ડ્રિન્ક જેવા ફાસ્ટ એક્ટિંગ કાર્બોહાઇડ્રેટને હંમેશા હાથમાં રાખવાનું સૂચન કરે છે.
અંતે, ડૉ. નાદિગે પ્રકાશ પાડ્યો કે ઉચ્ચ તાપમાન અને ગરમી શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કેવી રીતે કરે છે તે બદલી શકે છે. જેમ કે, ઉનાળા દરમિયાન ઇન્સ્યુલિનની માત્રામાં ફેરફારની જરૂર પડી શકે છે.
આ પણ વાંચો: Heatstroke Tips : ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો, જે થશે ફાયદાકારક સાબિત
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડાયાબિટીસના દર્દીઓએ ધ્યાનમાં રાખવાની કેટલીક આવશ્યક ટીપ્સમાં અહીં જુઓ,
- ડિહાઇડ્રેશનને રોકવા માટે પુષ્કળ પાણી અને હાઈડ્રેટેડ રહો, સુગરયુક્ત ડ્રિન્ક અને આલ્કોહોલ લેવાનું ટાળો .
- પ્રોડક્ટસની સૂચનાઓને અનુસરીને, ઇન્સ્યુલિન અને અન્ય ડાયાબિટીસ દવાઓનો યોગ્ય રીતે સંગ્રહ કરો. તેમને સીધા સૂર્યપ્રકાશ અથવા અતિશય ગરમીથી દૂર રાખો.
- કટોકટીના કિસ્સામાં તમારા ડાયાબિટીસ વિશે અન્ય લોકોને ચેતવવા માટે હળવા વજનના, શ્વાસ લેવા યોગ્ય કાપડ પહેરો અને મેડિકલ આઈડી બ્રેસલેટ પહેરો.
- દિવસના સૌથી વધુ તાપમાન હોઈ ત્યારે શારીરિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ; સવાર કે સાંજને પ્રાધાન્ય આપવું જોઈએ.
- શક્ય હોય ત્યારે વાતાનુકૂલિત વાતાવરણ શોધો, પંખાનો ઉપયોગ કરો અને શરીરનું તાપમાન ઓછું કરવા માટે ઠંડા ફુવારાઓ અથવા સ્નાન કરો.
- હંમેશા ડાયાબિટીસને લગતી સામગ્રી સાથે રાખો, જેમાં ગ્લુકોઝ મીટર, વધારાની ટેસ્ટ સ્ટ્રીપ્સ, ફાસ્ટ-એક્ટિંગ ગ્લુકોઝ સોર્સ અને જો સૂચવવામાં આવે તો ગ્લુકોગન ઈમરજન્સી કીટનો સમાવેશ થાય છે.
- જરૂર મુજબ દવા અને ઇન્સ્યુલિનના ડોઝને સમાયોજિત કરવા માટે હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરો.
- ગરમીના થાક અથવા હીટસ્ટ્રોકના ચિન્હને અવગણશો નહીં; જો લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી.
- તમારી શર્કરા વધુ વાર તપાસો, તમારી પ્રવૃત્તિ પહેલા અને પછી પણ ગ્લુકોઝ લેવેલ ચેક કરવાનું રાખો.
- ડાયાબિટીક ન્યુરોપથી ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ અને ગરમ જમીન પર ખુલ્લા પગે ચાલવાનું ટાળવું જોઈએ કારણ કે તે દાઝી શકે છે.
- તમારા બ્લડ સુગરને ઠંડી, છાયાવાળી જગ્યાએ ટેસ્ટ કરો અને તમારી ટેસ્ટ સ્ટ્રીપ્સને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો.
ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,