/indian-express-gujarati/media/media_files/2026/02/27/boondi-raita-gujarati-recipe-step-by-step-2026-02-27-12-10-28.jpg)
રેસ્ટોરન્ટને ટક્કર મારે એવું મસાલેદાર બુંદી રાયતું, આ રીતે ઘરે બનાવો | Boondi Raita Recipe Photograph: (Freepik)
જીવનશૈલી | રાયતા (Raita) સાથે પુલાવ, દાળ કે પરાઠા ખાવાથી ભોજનનો સ્વાદ ખુબ જ વધી જાય છે. તમે કદાચ કાકડી, ગાજર, દૂધી અને ડુંગળીનો રાયતા ચાખ્યો હશે. જો તમે રાયતામાં કંઈક અલગ ખાવા માંગતા હો, તો વધારેલું બુંદી રાયતું એક બેસ્ટ ઓપ્શન છે.
બુંદી રાયતું તૈયાર કરવામાં સરળ છે, અને તમને તેનો અદ્ભુત સ્વાદ ગમશે. ઉનાળો શરૂ થતા તમે બપોરના ભોજનમાં આ બુંદી રાયતું બનાવી શકો છો જે થોડું અલગ સ્ટાઇલ બનાવશો તો બધાને ભાવશે, અહીં જાણો બુંદી રાયતું રેસીપી
બુંદી રાયતું રેસીપી
સામગ્રી
1 કપ બુંદી
2 કપ દહીં
1-2 બારીક સમારેલા લીલા મરચાં
2 ચમચી બારીક સમારેલ કોથમીર
અડધી ચમચી લાલ મરચું પાવડર
અડધી ચમચી શેકેલ જીરું પાવડર
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી તેલ
અડધી ચમચી કાળું મીઠું
8-10 મીઠો લીમડો
2 સૂકા લાલ મરચા
મખાના દૂધ સાથે કેમ ખાવા જોઈએ? શું બીમારીઓમાં રામબાણ છે?
બુંદી રાયતું બનાવાની રીત
વધારેલું બૂંદી રાયતું બનાવવા માટે એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે ફેંટો જેથી તે સ્મૂધ અને ક્રીમી બને. હવે દહીંમાં બુંદી ઉમેરો અને તેને હળવેથી મિક્સ કરો જેથી બુંદી તૂટે નહીં.
એમાં મીઠું, લાલ મરચું પાવડર, કાળું મીઠું, બારીક સમારેલા લીલા મરચાં અને શેકેલા જીરા પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
હવે વઘાર તૈયાર કરો. એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે મીઠો લીમડો અને થોડો લાલ મરચું પાવડર ઉમેરો. જ્યારે મસાલા તતડવા લાગે, ત્યારે તેને રાયતામાં ઉમેરો. કોથમીરના પાનથી સજાવો. આ રીતે તમે સરળતાથી તડકા બુંદી રાયતા બનાવી શકો છો. તેને તમે પુલાવ કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us