/indian-express-gujarati/media/media_files/2026/03/06/kesar-badam-shake-recipe-in-gujarati-2026-03-06-15-11-00.jpg)
સમર સ્પેશિયલ કેસર બદામ શેક રેસીપી | summer special kesar Badam Shake recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | ઉનાળો (Summer) હવે ધીમે ધીમે શરૂ થઇ ગયો છે, સવારે ઠંડી લાગે છે પરંતુ બપોર તાપમાન વધી રહ્યું છે. ત્યારે ગરમીથી રાહત મળેવવા માટે તમે ઘરે ઠંડા એનર્જી ડ્રિંક બનાવી શકો છો, અહીં હેલ્ધી બદામ કેસર શેક રેસીપી આપી છે.
બદામ કેસર શેક તમારા સુગર ક્રેવિંગ માટે પરફેક્ટ ડ્રિંક છે જે ક્રીમી અને રિફ્રેશિંગ છે, થોડીજ મિનિટોમાં આ શેક તૈયાર થઇ જાય છે, અહીં જાણો સ્પેશિયલ કેસર બદામ શેક રેસીપી
બદામ કેસર શેક રેસીપી
સામગ્રી
1 લિટર દૂધ
10-12 બદામ
10-12 કેસર
સ્વાદ મુજબ ખાંડ
અડધી ચમચી એલચી પાવડર
કાજુ/પિસ્તા -સજાવટ માટે
બદામ કેસર શેક બનાવાની રીત
સૌપ્રથમ બદામને રાતોરાત અથવા ઓછામાં ઓછા 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. પલાળ્યા પછી, તેને સરળતાથી છોલી લો. હવે, છાલેલી બદામને મિક્સરમાં નાખો, 2-3 ચમચી દૂધ ઉમેરો, અને તેને બારીક પેસ્ટમાં પીસી લો.
એક ઊંડા વાસણમાં દૂધને ધીમા તાપે ગરમ કરો. દૂધને ધીમે ધીમે ઉકળવા દો. એકવાર તે ઉકળે પછી ગરમી ઓછી કરો અને તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દો, ક્યારેક ક્યારેક હલાવતા રહો. હવે ધીમે ધીમે તૈયાર કરેલી બદામની પેસ્ટ ઉકળતા દૂધમાં ઉમેરો. સતત હલાવતા રહો જેથી પેસ્ટ સંપૂર્ણપણે દૂધમાં ઓગળી જાય. આનાથી દૂધને થોડો ક્રીમી રંગ અને સુગંધ મળશે.
રમઝાન સ્પેશિયલ ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ ડ્રિંક રેસીપી, ઉપવાસ દરમિયાન રહેશે એનર્જી
હવે કેસરના તાંતણાને 2 ચમચી હુંફાળા દૂધમાં 5 મિનિટ માટે પલાળી રાખો. પછી દૂધવાળા વાસણમાં કેસર ઉમેરો. દૂધને બીજી 3 મિનિટ માટે ઉકળવા દો. પછી ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી એલચી પાવડર ઉમેરો અને ધીમા તાપે બીજી 4-5 મિનિટ સુધી રાંધો.
હવે તેની ઉપર સમારેલા કાજુ અને પિસ્તા ઉમેરો, 2 મિનિટ સુધી રાંધો અને ગેસ બંધ કરો. તમારું માટે ખાસ કેસર-બદામનું દૂધ હવે તૈયાર છે. તમે આ રીતે કેસર-બદામનું દૂધ બનાવી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us