ખીચું ને ભુલાવી દે એવું સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું, એકદમ દેશી રેસીપી

lila lasan nu kachu recipe: લીલા લસણની કેટલીક વાનગીઓ ફટાફટ બની જાય છે. આવી જ એક વાનગી સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું પણ છે. આ વાનગી થોડી તૈયારીઓ સાથે ફટાફટ બની જાય છે. ફટાફટ રેસીપી નોંધી લો.

lila lasan nu kachu recipe: લીલા લસણની કેટલીક વાનગીઓ ફટાફટ બની જાય છે. આવી જ એક વાનગી સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું પણ છે. આ વાનગી થોડી તૈયારીઓ સાથે ફટાફટ બની જાય છે. ફટાફટ રેસીપી નોંધી લો.

author-image
Ankit Patel
New Update
lila lasan nu kachu recipe

સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું શિયાળાની ખાસ રેસીપી Photograph: (instagram)

lila lasan nu kachu recipe: શિયાળો શરૂ થાય ત્યારે માર્કેટમાં લીલું લસણ મળવાનું શરુ થઈ જાય છે. લીલા લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદા કારણ હોય છે. શિયાળામાં લોકોના ઘરે લીલા લસણની વિવિધ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જોકે, લીલા લસણની કેટલીક વાનગીઓ ફટાફટ બની જાય છે. આવી જ એક વાનગી સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું પણ છે.

Advertisment

આ વાનગી થોડી તૈયારીઓ સાથે ફટાફટ બની જાય છે. અને લીલા લસણનું કાચું આગળ ચોખા કે ઘઉંના લોટનું ખીચું પણ પાણી ભરે. તો ચાલો ફટાફટ બનતું સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું બનાવવાની રીત જાણીએ.

સામગ્રી

ત્રણ બટાકા, લીલું લસણ, મીઠું, હળદર, ધાણાજીરું પાઉડર, બે ચમચી સિંગતેલ, અડધી વાટકી મલાઈ, બે લીલા મરચાં.

લસણ તૈયાર કરીશું

સૌથી પહેલા 100 ગ્રામ લીલું લસણ લઈશું અને તેને ફોલી આગળનો ભાગ કાપીને અલગ કરીશું. લીલા ભાગને એકદમ ઝીણું સમારીશું.

Advertisment

બટાકા તૈયાર કરીશું

એક કુકરમાં ત્રણ મોટા બટાકા લઈને તેને બાફીશું. બટાકા બફાય જાય ત્યારે તેને ઠંડા કરીને થાળીમાં કાઢીશું અને ફોગ ચમચી વડે મેશ કરીશું.

કાચું બનાવીશું

હવે એક બાઉલમાં કાપેલું લીલું લસણ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરું પાઉર અને બે ચમચી સિંગ તેલ ઉમેરી હાથેથી મીક્સ કરીશું.

મલાઈ ઉમેરીશું

હવે આ મીક્સમાં બે ચમચી મલાઈ ઉમેરીશું અને હાથ વડે સારી રીતે મીક્સ કરીશું. (અહીં મલાઈ ઉમેરવી ઓપ્શનલ છે. તમારા ઉપર છે તમારે મલાઈ ઉમેરવી કે નહીં.)

બટાકા ઉમેરીશું

હવે આ મીક્સરમાં મેસ કરેલા બાફેલા બટાકા ઉમેરીશું અને મીક્સ કરીશું ઉપરથી થોડી મલાઈ ઉમેરીને ફરીથી મીક્સ કરીશું.

આ પણ વાંચોઃ- ભોજનનો સ્વાદ અને શરીરનું સ્વાસ્થ બંને વધારશે આ જાદુઈ ચટણી, સિમ્પલ રેસીપી નોંધી લો

લીલા લસણનું કાચું તૈયાર

આમ લીલા લસણનું કાચું તૈયાર થશે. જેને એક પ્લેટમાં કાઢી ઉપરથી થોડું સિંગતેલ અને કટ કરેલા લસણથી ગાર્નિસ કરી સર્વ કરીશું.

ભોજન રેસીપી શિયાળો