1 વર્ષ સુધી દરરોજ નિયમિતપણે શક્કરિયા ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય? જાણો ફાયદા અને ગેરફાયદા

લાઇફ સ્ટાઇલ | એક્સપર્ટ કહે છે 'શક્કરિયા ખાસ કરીને સ્ત્રીઓ માટે સુપરફૂડ્સ "પૈકી એક માનવામાં આવે છે, એક વર્ષ સુધી શક્કરિયા દરરોજ નિયમિતપણે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, અહીં જાણો

લાઇફ સ્ટાઇલ | એક્સપર્ટ કહે છે 'શક્કરિયા ખાસ કરીને સ્ત્રીઓ માટે સુપરફૂડ્સ "પૈકી એક માનવામાં આવે છે, એક વર્ષ સુધી શક્કરિયા દરરોજ નિયમિતપણે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, અહીં જાણો

author-image
shivani chauhan
New Update
Sweet potatoes eating regularly every day for 1 year

શક્કરિયા સ્વાસ્થ્ય ફાયદા ગેરફાયદા ડાયાબિટીસ ડાયટ ટિપ્સ બ્લડ સુગર લેવલ કંટ્રોલિંગ ટિપ્સ। Sweet potatoes eating regularly every day for 1 year affect health or not Photograph: (Freepik)

જીવનશૈલી |  ડાયાબિટીસ માટે આહાર | શક્કરિયા (Sweet potatoes) ફક્ત જાન્હવી કપૂરના પ્રિય નથી, ઘણા લોકો આ ફૂડને તેમના ડેઈલી ડાયટમાં શામેલ કરવાનું પસંદ કરે છે. જ્યારે તે સામાન્ય રીતે ચોમાસા અને શિયાળા દરમિયાન ઉપલબ્ધ હોય છે, ત્યારે કેટલાક પ્રદેશોમાં બારેમાસ મળતા થઇ ગયા છે. એક્સપર્ટ પણ શક્કરિયાને સુપરફુડ માને છે.

Advertisment

એક્સપર્ટ કહે છે 'શક્કરિયા ખાસ કરીને સ્ત્રીઓ માટે સુપરફૂડ્સ "પૈકી એક માનવામાં આવે છે, એક વર્ષ સુધી શક્કરિયા દરરોજ નિયમિતપણે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, અહીં જાણો

એક વર્ષ સુધી શક્કરિયા દરરોજ ખાવાથી સ્વાસ્થ્ય પર થતી અસર? 

થાણે સ્થિત KIMS હોસ્પિટલ્સના મુખ્ય ડાયેટિશિયન ડા. ગુલનાઝ શેખે જણાવ્યું કે "એક વર્ષ સુધી નિયમિતપણે શક્કરિયા ખાવાથી હોર્મોન સ્વાસ્થ્યથી લઈને ગ્લોઈંગ સ્કિન સુધી બધું જ સારું થઈ શકે છે. તે ફાઇબર, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, બીટા-કેરોટીન (વિટામિન Aનું એક સ્વરૂપ) અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે યોગ્ય રીતે ખાવાથી પાચન સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.''

નિષ્ણાતે અમને જણાવ્યું કે શક્કરિયા ખાધા પછી સ્ત્રીઓ ઘણીવાર વધુ સારું એનર્જી લેવલ જાળવી શકે, ઓછું સુગર ક્રેવિંગ થાય અને વધુ સંતુલિત મૂડ અનુભવે છે , જે કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન B6 ને કારણે છે, જે સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. શેખે કહ્યું કે "પ્રજનન સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે. વિટામિન A, મેગ્નેશિયમ અને B વિટામિન જેવા પોષક તત્વો ચક્રને નિયંત્રિત કરવામાં, PMS અસ્વસ્થતાને દૂર કરવામાં અને એકંદર હોર્મોનલ સંતુલનને ટેકો આપવામાં મદદ કરે છે. બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણે ત્વચા તેજસ્વી દેખાઈ શકે છે, અને વાળ સમય જતાં સ્વસ્થ લાગે છે.''

Advertisment

શક્કરિયા ખાતા સમયે કોણે સાવધાની રાખવી જોઈએ?

શક્કરિયા સામાન્ય રીતે સલામત અને ફાયદાકારક હોય છે, પરંતુ શેખે દલીલ કરી હતી કે ક્રોનિક કિડની રોગ ધરાવતા વ્યક્તિઓએ તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી સાવધાની રાખવી જોઈએ.

શેખે કહ્યું કે 'ડાયાબિટીસ ધરાવતા લોકોએ એ પણ ધ્યાન આપવું જોઈએ કે તેઓ શક્કરિયા કેટલા અને કેટલી વાર ખાય છે, ખાસ કરીને જો તેઓ બટરવાળા, તળેલા અથવા ખાંડમાં બનાવ્યા હોય જેમ કે શક્કરિયાનો શિરો. ભલે શક્કરિયામાં નિયમિત બટાકા કરતા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય, તેમ છતાં તેને પ્રમાણસર ખાવા મહત્વપૂર્ણ છે.'

શક્કરિયા ડાયટમાં સામેલ કરતા શું ધ્યાન રાખવું?

શક્કરિયા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનાથી ઘણો ફરક પડે છે. શેખે સલાહ આપી હતી કે તળવાને બદલે તેને શેકવા, બાફવા અથવા બેક કરવા જોઈએ.
શેખે કહ્યું કે "તમારા ભોજનને વધુ સંતુલિત અને બ્લડ સુગર માટે અનુકૂળ બનાવવા માટે, તેને પ્રોટીન અથવા હેલ્ધી ફેટ્સના સ્ત્રોત જેમ કે પનીર, ઈંડા અથવા મુઠ્ઠીભર બીજ સાથે ભેળવો.''

આ ઉપરાંત કલરનું મિશ્રણ કરવાનું વિચારો, નારંગી, જાંબલી અને સફેદ છાલવાળા શક્કરિયા થોડા અલગ પોષક તત્વો અને એન્ટીઑકિસડન્ટ પ્રોફાઇલ આપે છે. શેખે કહ્યું કે "સૌથી અગત્યનું, ફક્ત એક જ ખોરાક પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વૈવિધ્યસભર, સ્વસ્થ આહારના ભાગ રૂપે તેનો આનંદ માણો.''

ડાયાબિટીસ માટે આહાર જીવનશૈલી