ચાની ચુસ્કી સાથે ગરમાગરમ પાલકના ભજીયા, પરફેક્ટ બનાવવા આ ટ્રીક અનુસરો

લાઇફ સ્ટાઇલ | પાલકના ભજીયા ઓછા સમયમાં બની જાય છે, જેમાં વધારે ડુંગળી, આદુ લસણ ઉમેરીને બનાવથી વધુ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ચા નાસ્તા માટે બેસ્ટ પાલક ભજીયા રેસીપી 

લાઇફ સ્ટાઇલ | પાલકના ભજીયા ઓછા સમયમાં બની જાય છે, જેમાં વધારે ડુંગળી, આદુ લસણ ઉમેરીને બનાવથી વધુ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ચા નાસ્તા માટે બેસ્ટ પાલક ભજીયા રેસીપી 

author-image
shivani chauhan
New Update
Palak Bhajiya Secret Recipe Tips in gujarati

ટેસ્ટી અને ક્રિસ્પી પાલક ભજીયા સિક્રેટ રેસીપી ટિપ્સ। Tasty and Crispy Palak Bhajiya Secret Recipe Tips in gujarati Photograph: (Social Media)

જીવનશૈલી | સાંજે ચા સાથે કંઈક ટેસ્ટી અને ક્રિસ્પી ખાવું કોને ન ગમે? એમાં પણ ગરમ ગરમ ભજીયા અથવા પકોડા આપી દે તો મજા જ પડી જાય છે. પાલકમાંથી બનતા ભજીયા પણ જરૂર ટ્રાય કરવા જેવા છે. જેમાં પાલકમાં ભરપૂર આયર્ન અને વિટામિન હોય છે જે શરીર માટે જરૂર છે. અહીં જાણો ક્રિસ્પી પાલક ભજીયા રેસીપી 

Advertisment

પાલકના ભજીયા ઓછા સમયમાં બની જાય છે, જેમાં વધારે ડુંગળી, આદુ લસણ ઉમેરીને બનાવથી વધુ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ચા નાસ્તા માટે બેસ્ટ પાલક ભજીયા રેસીપી 

પાલક ભજીયા સિક્રેટ 

પાલક ભજીયાને ટેસ્ટી અને ક્રિસ્પી કરવાએમાં કાચા બટાકાનું છીણ ઉમેર્યું છે જે આ ભજીયાને એકદમ સરસ ટેક્સચર આપે છે. આ ભજીયાના બેટરમાં શાકભાજી માંથી પાણી છૂટે જે છે જેથી ઉપરથી પાણી બિલકુલ જરૂર પડતી નથી, અને ભજીયા એકદમ ક્રિસ્પી બનશે.

પાલક ભજીયા રેસીપી 

1 પાલકની ભાજી ગડી 
4-5 સમારેલી ડુંગળી
2 છીણેલા કાચા બટાકા 
થોડી કોથમીર
3-4 લીલા મરચાંની પેસ્ટ
1/2 ચમચી જીરું
1/2 અધકચરા ધાણા
1/2 હળદર પાઉડર
1 કપ ચોખાનો લોટ
3 કપ ચણાનો લોટ
સ્વાદ મુજબ મીઠું

Advertisment

પાલક ભજીયા બનાવાની રીત 

એક મોટા વાસણમાં સમારેલી પાલક, ડુંગળીની સ્લાઈસ અને છીણેલા કાચા બટાકા લો. હવે એમાં કોથમીર, લીલા મરચાં, જીરું, અધકચરા ધાણા, હળદર પાઉડર, લાલ મરચું, ધાણાજીરું, હીંગ અને મીઠું નાખો.
ત્યારબાદ એમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. આ બધું હાથથી બરાબર મિક્સ કરો. શાકભાજીનું પોતાનું પાણી છૂટું પડે ત્યાં સુધી મસળતા રહો. વધારાનું પાણી નાખવાની જરૂર નથી.
કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ભજીયા તળી લો. 2 મિનિટ કુક કરો સુધી એને હલાવશો નહીં.
 ત્યારબાદ ભજીયાને પલટાવો અને 5-7 મિનિટ માટે સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. બહાર કાઢીને તરત જ એના પર ચાટ મસાલો છાંટો અને ગરમાગરમ સર્વ કરો.
.

જીવનશૈલી રેસીપી