/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/How-to-make-Sabudana-Momos.jpg)
Sabudana Momos Recipe | સાબુદાણા મોમોઝ રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)
Sabudana Momos Recipe: બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને મોમોઝ ખાવાનું ગમે છે. કેટલાક લોકોને મોમોઝ એટલા ગમે છે કે તેઓ સાંજ પડતાં જ તેને ખાવા માટે બહાર નીકળી જાય છે. ત્યાં જ કેટલાક એવા પણ છે જે લોટને કારણે મોમોઝ ખાતા નથી કારણ કે લોટ શરીર માટે હાનિકારક છે. આવામાં આજે અમે તમારા માટે લોટ વગરના મોમોઝની રેસીપી લાવ્યા છીએ.
તમે મેદો અને લોટમાંથી બનેલા મોમોઝ ખાધા જ હશે. પરંતુ શું તમે ક્યારેય સાબુદાણાના મોમોઝ ખાધા છે? જો ના તો આ રેસીપી તમારા માટે છે. સાબુદાણા મોમોઝ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
સાબુદાણા મોમોઝ સામગ્રી
સાબુદાણા
મકાઈનો લોટ
લસણ
આદુ
મશરૂમ્સ
ગાજર
ડુંગળી
સોયા સોસ
મીઠું (સ્વાદ મુજબ)
તેલ
સાબુદાણા મોમોઝ રેસીપી
સાબુદાણા મોમોઝ બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. હવે સાબુદાણાના લોટમાં એક ચમચી મકાઈનો લોટ ઉમેરો અને લોટ તૈયાર કરો. આ પછી લોટને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દો.
હવે ડુંગળી, મશરૂમ અને ગાજરને બારીક કાપો. આ પછી એક પેનમાં તેલ નાંખીને ગરમ કરવા માટે રાખો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે લસણ અને સમારેલા શાકભાજી ઉમેરો અને તેને તળો. હવે સોયા સોસ, છીણેલું આદુ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. મોમોઝનો મસાલો તૈયાર છે. તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
હવે આપણે લોટની નાની રોટલી બનાવીશું અને તેમાં તૈયાર મસાલા ભરીશું. હવે આપણે મોમોઝને જાળીદાર વાસણમાં બાફીશું. જ્યારે મોમોઝ રાંધવામાં આવે ત્યારે ગેસ બંધ કરો અને મોમોઝ બહાર કાઢો. સાબુદાણા મોમોઝ તૈયાર છે. હવે તમે તેને ચટણી સાથે પીરસી શકો છો.
સાબુદાણા મોમોઝ બનાવવા માટે તમે ઉપર આપવામાં આવેલો વીડિયો જોઈ શકો છો. જમાં સ્ટેપ બાય સ્ટેપ સાબુદાણા મોમોઝ બનાવવાની રેસીપી જણાવવામાં આવી છે, આ વીડિયોને @vlogginkitchen નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us