ભારતમાં દિવસની શરૂઆત બેડ-ટી કે કોફી થી થતી હોય છે અને તે એક સામાન્ય વાત છે, દેશમાં બેડ-ટી પર લોકોની નિર્ભરતાને એ વાતથી સમજી શકાય છે કે વર્ષ 2019 માં આસનસોલથી ટીએમસી ઉમેદવાર મુનમુન સેનએ આ વાત કહી હતી કે, તેમને તેમના ચૂંટણી વિસ્તારમાં થતી હિંસા વિશે ખબર એટલા માટે નથી કેમ કે, મુનમુનને બેડ-ટી ન મળી હોવાથી ઉઠી શક્યા ન હતા.
એવીજ ઇન્ડિયા ટાઈમ્સની રિપોર્ટ મુજબ, ઉત્તરાખંડમાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર કાતરથી માત્ર એટલા માટે વાર કર્યો કેમ કે, તેની પત્ની બેડ પર ચા આપવાની ના કહી રહી હતી. હવે આને આદત કહેવી કે લત, લોકોનો એક મોટો સમુદાય પોતાની બેડ-ટી પર નિર્ભર છે,આ પ્રથા આળસને પ્રોત્સાહન તો આપે છે, સાથે એક અનહેલ્થી હેબિટ પણ બનતી જાય છે.
બોલિવૂડની નામચીન ન્યુટ્રિશનિસ્ટ ઋતુજા દિવેકરએ પોતાની બુક ‘ dont lose your mind, lose your weight’ માં બેડ-ટી કે કોફીને ડાયટમાં ચાર સિદ્ધાંતની વિરુદ્ધ માની છે. તેઓ સ્પષ્ટ લખે છે કે સવારે ઉઠીને તરત ચા કે કોફી કદી ન પીવી જોઈએ. કરીના કપૂર લખે છે કે, ” ઋતુજાએ ન માત્ર મારુ શરીરમાં ચેન્જ કરવામાં પરંતુ મારા વિચારોને પણ બદલ્યા છે.”
આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ :શું તમે અપચો જેવી સમસ્યાથી પરેશાન છો? તો અહીં તમારા માટે એક સરળ આયુર્વેદિક ઉપાય છે
કેમ ઉઠતાની સાથેજ ચા-કોફી પીવાનું મન થાય છે?
દિવેકરએ આ એક્સપ્લેન કરતા કહે છે કે, રાત્રે સુતા વખતે આપણી બોડીનું બ્લડ સુગરનું લેવલ ઓછું થઇ જાય છે, બ્લડ સુગરન લેવલ ઓછું થવાને કારણે જ નવજાત બાળક રાત્રે ઉઠી જાય છે, અને તેણે દૂધની જરૂર પડે છે. બ્લડ સુગર ઓછું થવાથીજ સવારે ઉઠતા સુસ્તી લાગી શકે છે. એવામાં શરીરનું બ્લડ સુગર નોર્મલ લેવલમાં લાવવા માટે ચા કે કોફીનું ક્રેવિંગ થવું સામાન્ય છે. પરંતુ અહીં સાવધાન થઇ જવાની જરૂર છે.
દિવેકર કહે છે કે, રાત્રે દરમિયાન બલ્ડ સુગર લેવલ ઓછું થવુંએ આપણા કન્ટ્રોલમાં હોતું નથી કેમ કે, આપણે સુતા હોઈએ છીએ, પરંતુ ઉઠ્યા પછી આપણા કન્ટ્રોલમાં હોય છે, તેથી આપણા શરીરમાં adipose tissue ને બચાવવા માટે આપણે ખાવું જોઈએ, પરંતુ કંઇક એવું ખાવું જોઈએ, જે ખરેખરનું ફૂડ હોય, એવું કંઇક જે આપણા શરીરને બ્લડ શુગર લેવલને મંદ પરંતુ નિયમિત ગતિથી વધારે છે, તેનાથી ઇન્સ્યુલિન એકટીવ થાય છે અને બ્લડમાં બ્લડ સુગર લેવલ વધે છે, અને કોશિકાઓને પોષણ મળે છે.
બેડ-ટીનું નુકસાન?
સવારે ઉઠતાની સાથે ચા-કોફી પીવાથી બ્લડ-સુગર અચાનક વધે છે પરંતુ કોશિકાઓને પોષણ મળતું નથી, ઉઠતાની સાથે ચા-કોફીની ખરાબ અસર ભૂખ પર પડે છે.
આ પણ વાંચો: ફિટનેસ : આ ફૂડ્સ તમારા પ્રિ-વર્કઆઉટ અને પોસ્ટ-વર્કઆઉટ માટે છે યોગ્ય
ચા કે કોફી જેવા કોઈપણ ઉત્તેજ્નક પદાર્થ, જેમાં કેફીન હોય છે, તે માત્ર આપણે જગ્યાનો ભ્રમ પેદા કરાવે છે. પરંતુ આપણે જેને જાગવાનું કહીએ છીએ, તે સ્ટ્રેસ છે જે શ્વાસની ક્રિયા વધવાથી થાય છે. તેથી શરીરમાં આખા તંત્રને શાંત રાખવા માટે ભોજન કરવું જરૂરી છે, જે હૃદય અને ફેફસાની સાથે પેટ માત્ર પણ સારું છે.
ઘણા અન્ય નુકસાન:
ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ મુજબ સવારના સમય દરમિયાન પાણીની ઉણપના લીધે આપણા શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે, આ સમયે ચા પીવાથી ડીહાઇડ્રેશનનું જોખમ વધે છે.
સવારે ચા પીવાથી મોના બેક્ટેરિયા સુગરનું બ્રેક ડાઉન કરે છે. તેથી મોમાં એસિડનું સ્તર વધી જાય છે, જેથી દાંતને નુકસાન થાય છે, ખાલી પેટે ચા પીવાથી મેટાબોલિઝ્મ પણ ડિસ્ટર્બ થાય છે.