Teddy Day 2023: ટેડી ડે 10 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવાય છે? જાણો રસપ્રદ ઇતિહાસ

eddy Day 2023: વેલેન્ટાઇન વીક (Valentine week 2023) ના ચોથા દિવસે ટેડી ડે (Teddy day 2023) સેલિબ્રેટ કરવામાં આવે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે પ્રેમી પંખીડા આ સ્પેશિયલ દિવસોમાં ટેડી ડે કેમ મનાવે છે.

eddy Day 2023: વેલેન્ટાઇન વીક (Valentine week 2023) ના ચોથા દિવસે ટેડી ડે (Teddy day 2023) સેલિબ્રેટ કરવામાં આવે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે પ્રેમી પંખીડા આ સ્પેશિયલ દિવસોમાં ટેડી ડે કેમ મનાવે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
ટેડી ડે 2023

ટેડી ડે 10 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવાય છે?

7 થી 13 ફેબ્રુઆરી સુધી પ્રેમી પંખીડાઓ દરરોજ અલગ-અલગ રીતે આ દિવસને મનાવે છે. આ સાત દિવસ કપલ માટે ખૂબ જ મહત્વના હોય છે. પહેલા દિવસે રોજ ડે, પછી પ્રપોઝ ડે, ચોકલેટ ડે અને ચોથા દિવસે ટેડી ડે હોય છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે પ્રેમી પંખીડા આ સ્પેશિયલ દિવસોમાં ટેડી ડે કેમ મનાવે છે. પ્રેમ અને સોફ્ટ ટૉયનો શું સંબંધ હોય છે? જો તમારા મનમાં પણ સવાલ થાય છે તો આ વખતે ટેડી ડે મનાવતા પહેલા જાણી લો કે ક્યારે અને કેમ ટેડી ડે મનાવવામાં આવે છે? આખરે શું છે ટેડી બિયરનો ઈતિહાસ?

Advertisment

ટેડી ડે ક્યારે મનાવવામાં આવે છે?

વર્ષના સૌથી રોમેન્ટીક અઠવાડિયાની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. જેમાં ચોથા દિવસે ટેડી ડે મનાવવામાં આવે છે. એટલેકે 10 ફેબ્રુઆરીને લોકો ટેડી ડે દિવસ તરીકે મનાવે છે. આ અઠવાડિયે દંપત્તિ પોતાના પાર્ટનરને સોફ્ટ રમકડા આપીને પોતાના પ્રેમનો એકરાર કરે છે.

publive-image

ટેડી બિયરનો ઈતિહાસ

14 નવેમ્બર 1902માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ મિસિસિપીના એક જંગલમાં શિકાર કરવા માટે ગયા હતા. તેમની સાથે સહાયક હોલ્ટ કોલીર પણ હતો. અહીં કોલીરે કાળા રંગના એક ઘાયલ રીંછને પકડી લીધો અને વૃક્ષ સાથે બાંધી દીધો. ત્યારબાદ સહાયકે રાષ્ટ્રપતિ પાસે રીંછને ગોળી મારવાની મંજૂરી માગી. પરંતુ રીંછને ઘાયલ અવસ્થામાં જોઈને રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું હૃદય પિગળી ગયુ અને પ્રાણીની હત્યા કરવાની ના પાડી દીધી. 16 નવેમ્બરે ધ વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં આ ઘટના પર આધારિત એક તસ્વીર છપાઈ હતી. જેને કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને બનાવ્યું હતુ.

publive-image

આ પણ વાંચો: Chocklate Day 2023: ચોકલેટ ડે નિમિત્તે આ રીતે પ્રેમીનું મો મીઠું કરાવશો તો સંબંધમાં આવશે મીઠાસ, જાણો ચોકલેટનું હોર્મોનલ કનેક્શન

Advertisment

કેમ પડ્યુ ટેડી નામ?

અખબારમાં છપાયેલી તસ્વીરને જોઈને વેપારી મૉરિસ મિચટૉમે વિચાર્યુ કે એક રમકડું રીંછના બાળકના આકારનું બનાવવામાં આવે. તેમણે પોતાની પત્ની રોજની સાથે મળીને તેને ડિઝાઈન કર્યુ. રમકડાનું નામ ટેડી રાખવામાં આવ્યું. ટેડી નામ રાખવા પાછળનું કારણ એવુ હતુ કે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું નિકનેમ ટેડી હતુ, આ રમકડુ રાષ્ટ્રપતિને સમર્પિત હતુ. તેથી તેના નામન ઉપયોગ કરવાની પરવાનગી લઇને તેને વેપારી દંપત્તિમાં લોન્ચ કરાયુ.

વેલેન્ટાઈન વીક જીવનશૈલી