/indian-express-gujarati/media/media_files/2026/02/23/leftover-rice-recipes-2026-02-23-11-43-08.jpg)
Leftover Rice Recipes : વધેલા ભાતની 10 વાનગી. Photograph: (Jansatta)
Leftover Rice Recipes In Gujarati : તમે ગમે તેટલી સારી વાનગીઓ ખાઓ, પરંતુ દાળ-ભાત, છોલે ભાત, રાજમા ચાવલ જેવી વાનગીઓનું સ્થાન કોઇ લઇ શકતું નથી. જો પેટમાં ગડબડ થાય છે, તો ચોખાની ખીચડી બનાવવામાં આવે છે. ચોખા દાળની ખીચડી ગુજરાતમાં દરરોજ રાત્રે ખાવામાં આવે છે. ઘણી વખત ભાત કે ખીચડી બચી જાય છે. આવી સ્થિતિમાં વધેલા ભાત કે ખીચડી માત્ર ગરમ કરીને ખાવાના બદલે તેમાથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. અહીં વધેલા ભાત માંથી 10 સ્વાદિષ્ટ વાનગી બનાવવાની રીત આપી છે.
રાઇસ ચીલા
રાતના વધેલા ભાત માંથી તમે સવારે સરળ નાસ્તા માટે સરળતાથી ચીલા બનાવી શકો છો. આ માટે વધેલા ભાતનું ખીરું બનાવો. તેમા ચણાનો લોટ, મીઠું, શાકભાજી અને મસાલા ઉમેરો. આ ખીરું તવા પર પાથરો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકો. રાઇસ ચીલાને ચટણી સાથે પીરસો.
દહીં ભાત
ગરમી વધવા લાગી છે, તેથી ઘણી વખત કંઈક બહુ જ હળવું ખાવાનું મન થાય છે. આ કિસ્સામાં, તમે વધેલા ભાત માંથી દહીં ઉમેરી ખાઈ શકો છો. દહીં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે બાકી રહેલા ચોખાને દહીં સાથે મિક્સ કરી લો. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે, તેમા સરસવના દાણા, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, આદુ અને તાજા દાડમના દાણા ઉમેરી શકાય છે.
ભાતની કટલેટ
કટલેટ ચટણી અથવા ચા બંને સાથે ખાવી સારી લાગે છે. આ કિસ્સામાં, તમે રાતના વધેલા ભાત માંથી સવારે નાસ્તામાં કટલેટ બનાવી શકો છો. ચોખામાં છૂંદેલા બટાકા, બ્રેડક્રમ્સ અને મસાલા ઉમેરો. તેની કટલેસ બનાવી તેલમાં તળો અથવા તવા ઉપર સોનરી થાય ત્યાં સુધી શેકી લો.
મેક્સીકન રાઇસ બાઉલ
તમે રાતના વધેલા ભાત માંથી મેક્સીકન રાઇસ બાઉલ પણ તૈયાર કરી શકો છો. આ માટે, તમારે બેકડ બીન્સ, સાલ્સા, મકાઈ અને ચીઝની જરૂર પડશે. આ રીતે તમે વધેલા ભાતને વધુ સ્વાદિષ્ટ બનાવી શકશો.
ફ્રાઇડ રાઇસ
ફ્રાઇડ રાઇસ એ વધેલા ભાતને ફરી ખાવા માટે ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તમારી પસંદગી મુજબ તેમાં શાકભાજી ઉમેરો. સોયા સોસ અને લસણનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો તેમાં ચીઝ, ઇંડા, ચિકન વગેરે જેવા પ્રોટીન પણ ઉમેરી શકો છો.
રાઇસ સૂપ
વધેલા ભાત માંથી તમે રાઇસ સૂપ બનાવી શકો છો. આ માટે તમારી મનપસંદ શાકભાજીને ચોખા, આદુ, લસણ અને તમારા મનપસંદ ટોપિંગ્સ સાથે ઉકાળો. બાજુમાં બ્રેડ ક્રાઉટન (ટોસ્ટેડ અથવા તળેલી બ્રેડનો ટુકડો) ઉમેરો.
સોયા અને પનીર રાઇસ
જો વધેલા ભાત માંથી કંઈક પૌષ્ટિક વાનગી બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે સોયા પનીર રાઇસ ટ્રાય કરવા જોઈએ. તેની માટે બટરમાં લસણને સાંતળો, પછી કેપ્સિકમ, બાફેલા સોયાબીન અને ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરો. ઉપરથી મીઠું અને મરી પાઉડર ભભરાવો.
આ પણ વાંચો | રાજસ્થાનના ઉદયપુર રાજપરિવારની શાહી વાનગી, શેફ પંકજ ભદોરિયાએ જણાવી સિક્રેટ રેસીપી
લેમન રાઇસ
દક્ષિણ ભારતની વાનગીમાં લેમન રાઇસ પ્રખ્યાત છે. વધેલા ભાતને તેલમાં રાઈ, મીઠા લીમડીના પાન, હળદર અને લીંબુના રસ સાથે સાંતળો. સ્વાદ વધારવા માટે શેકેલા સીંગદાણા પણ ઉમેરી શકાય છે.
રાઇસ પુલાવ
જો રાતે ભાત વધારે બની જાય તો તેમાથી સવારે ટેસ્ટી પુલાવ પણ બનાવી શકો છો. તેમાં ક્રીમી સોસ, પનીર અને મનપસંદ શાકભાજી ઉમેરવામાં આવે છે. ભાત સહેજ સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ રાઇસ પુલાવ ચટણી સાથે પીસરો.
આ પણ વાંચો | સૂજી ચીલા સવારના નાસ્તા માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી, 10 મિનિટમાં બની જશે
ઇંડા રાઇસ
જો તમે ઇંડા ખાવ છો, રાતના વધેલા ભાત માંથી સવારે નાસ્તા માટે પ્રોટીનથી ભરપૂર ટેસ્ટી ઇંડા રાઇસ પુલાવ પણ બનાવી શકો છો. તેમાં ડુંગળી, લીલા મરચાં સાથે બાફેલા ઇંડા ઉમેરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us