Lens Cleaning Tips: ચશ્માના લેન્સમાંથી સ્ક્રેચ દૂર કરવાના 3 સરળ ઉપાય, ડાઘ અને લીસોટા સાફ થઇ જશે

Eyeglass Scratch Remover Home Remedy : ચશ્માના લેન્સ પર સ્ક્રેચ કે ડાઘ હોય તો જોવામાં મુશ્કેલી પડે છે. અહીં ચશ્માના કાચ પરના લીસોટા દૂર કરવાની 3 સરળ રીત જણાવી છે. જે લેન્સના સ્ક્રેચ દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે.

Eyeglass Scratch Remover Home Remedy : ચશ્માના લેન્સ પર સ્ક્રેચ કે ડાઘ હોય તો જોવામાં મુશ્કેલી પડે છે. અહીં ચશ્માના કાચ પરના લીસોટા દૂર કરવાની 3 સરળ રીત જણાવી છે. જે લેન્સના સ્ક્રેચ દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે.

author-image
Ajay Saroya
New Update
eyeglass lens scratch remover tips | Lens Cate Tips | lens cleaning tips

Eyeglass Scratch Remover Tips : ચશ્માના લેન્સના સ્ક્રેચ દૂર કરવાના ઘરેલુ ઉપાય. Photograph: (Freepik)

How to get scratches out of glasses: ચશ્મા આજના સમયમાં ફેશન સાથે આવશ્યક ચીજ બની ગઇ છે. ઘણા લોકો કામ કરવા, વાહન ચલાવવા, અભ્યાસ કરવા અથવા અન્ય કોઇ કામ કરવા માટે ચશ્મા પહેરે છે જેથી તેમની દ્રષ્ટિ સારી રહે. ગંદા અથવા સ્ક્રેચ વાળા લેન્સને લીધે ચશ્યા પહેર્યા બાદ પણ લોકોને લોકોને જોવામાં મુશ્કેલી પડે છે. જેનાથી માથાનો દુખાવો, આંખની સમસ્યા થઇ શકે છે.

Advertisment

જો તમે દરરોજ ચશ્મા પહેરો છો, તો તેના પર સહેજ સ્ક્રેચ થવું સામાન્ય છે. જો તે વધુ નથી, તો પછી તમે કેટલીક યુક્તિઓ અપનાવીને સ્ક્રેચ દૂર કરી શકો છો. જો તમારા ચશ્મા ખૂબ ખરાબ છે, તો લેન્સ તપાસવા માટે હંમેશા તેને તમારા આંખના નિષ્ણાત પાસે લઈ જાઓ. કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી કેટલીકવાર લેન્સની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો તમારા ચશ્માને ખરાબ રીતે નુકસાન થયું છે, લેન્સની વચ્ચે જ એક સ્ક્રેચ છે, તો પછી કોઈ પ્રોફેશનલ પાસે ચશ્માના લેન્સના સ્ક્રેચ રિપેર કરવું શ્રેષ્ઠ છે.

ટૂથપેસ્ટથી ડાઘ દૂર કરો

ચશ્માના લેન્સને સાફ કરવા અથવા હળવા સ્ક્રેચના નિશાન દૂર કરવા માટે જેલ બેઝ્ડ ટૂથપેસ્ટ લો. એવી ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરો જે પારદર્શક અથવા સફેદ ન હોય. તેનાથી લેન્સ પર ડાઘ પાડવાનું જોખમ રહે છે. આ પછી, બંને લેન્સ પર વટાણાના દાણાની બરાબર ટૂથપેસ્ટ લગાવો. ત્યારબાદ લગભગ 10 સેકન્ડ સુધી લેન્સને હળવાશથી મસાજ કરો. ત્યારબાદ લેન્સને ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ માઇક્રોફાઇબર કપડા વડે સાફ કરી લો.

બેકિંગ સોડા હળવા સ્ક્રેચને દૂર કરવામાં મદદ કરશે

તમે ચશ્માના કાચ પરના સ્કેચ બેકિંગ સોડાથી દૂર કરી શકો છો. આ માટે એક ચમચી પાણી લો. તેમાં બે ચમચી બેકિંગ સોડા લો. મિક્સ કરીને પેસ્ટ બનાવો. પેસ્ટને સ્વચ્છ સૂકા માઇક્રોફાઇબર કાપડ પર મૂકો. આ પછી, લેન્સના સ્ક્રેચ પર ગોળાકાર દિશામાં 30 સેકંડ સુધી ઘસો. ત્યારબાદ લેન્સને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી તેને બીજા માઇક્રોફાઇબર કાપડ વડે સાફ કરો.

Advertisment

કાર વેક્સનો ઉપયોગ કરો

કાર વેક્સ થોડુંક લઇને લેન્સન સ્ક્રેચ સાફ કરી શકાય છે. ઉપરાંત વિન્ડશીટ વોટર રિપેલન્ટ્સ પણ વાપરી શકાય છે. તેને સ્વચ્છ માઇક્રોફાઇબર કાપડ પર મૂકો. ત્યારબાદ લેન્સ પરના સ્ક્રેચ ભરાઈ જાય ત્યાં સુધી કપડા વડે ગોળાકાર ગતિમાં રગડો. એકવાર સ્ક્રેચ ભરાઈ ગયા બાદ તમારા લેન્સને સંપૂર્ણપણે પોલિશ કરવા માટે બીજા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો.

આ પણ વાંચો | ઉનાળામાં કારના ટાયર કેમ ફાટે છે? તેને કેવી રીતે રોકવું? જાણો સરળ ઉપાય

ડિસ્ક્લેમર : આ પદ્ધતિઓ ઘણી વખત અસરકારક સાબિત થતી નથી. ખાસ કરીને જો તમારા લેન્સને વધારે નુકસાન થયું હોય. લેન્સ સાફ કરતી વખતે અથવા પોલિશ કરતી વખતે શક્ય તેટલી સાવચેતી રાખો. જો તમને કોઈ સમસ્યા હોય, તો પ્રોફેશનલની સલાહ લેવી.

હેલ્થ જીવનશૈલી