Car Tyre Care Tips: ઉનાળામાં કારના ટાયર કેમ ફાટે છે? તેને કેવી રીતે રોકવું? જાણો સરળ ઉપાય

Summer Car Tyre Care Tips In Gujarati: ઉનાળામાં વાહનની કાળજી રાખવી જરૂરી છે. તડકામાં ટાયર ફાટવાનું જોખમ હોય છે. જો કે અમુક બાબતો ધ્યાનમાં રાખીને અનિશ્ચિનિય ઘટનાઓ રોકી શકાય છે

Summer Car Tyre Care Tips In Gujarati: ઉનાળામાં વાહનની કાળજી રાખવી જરૂરી છે. તડકામાં ટાયર ફાટવાનું જોખમ હોય છે. જો કે અમુક બાબતો ધ્યાનમાં રાખીને અનિશ્ચિનિય ઘટનાઓ રોકી શકાય છે

author-image
Ajay Saroya
New Update
Car Tyre Blowout Causes And Prevent Tips

Car Tyre Blowout Causes And Prevent Tips : કારનું ટાયર ફાટવાના કારણ અને રોકવાના ઉપાય Photograph: (Social Media)

Summer Car Maintenance Tips : ઉનાળામાં વાહનની કાળજી રાખવી જરૂરી છે. ઉનાળાના આકરા તડકાના અને ગરમ રોડના કારણે ટાયર પર ખરાબ અસર થાય છે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન ટાયર પંચર થવાની કે ટાયર ફાટવાની ઘટનાઓ સામે આવે છે. તેનું મુખ્ય કારણ ભયંકર ગરમી અને ટાયરની યોગ્ય સારસંભાળ ન લેવી છે. ફાસ્ટ સ્પીડમાં ટાયર ફાટવાનો ડર હોય છે, જે ઘણી વખત ખતરનાક સાબિત થઇ શકે છે. જો કે આવી અનિશ્ચિનિય ઘટનાને રોકી શકાય છે.

Advertisment

તડકાંથી ટાયરને કેવી રીતે નુકસાન પહોંચે છે?

ભારતના ઉનાળામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું રહે છે. ભયંકર તડકાંના કારણે રોડ પણ ગરમ થાય છે. જ્યારે કાર સતત આવી પરિસ્થિતિમાં ચાલે છે, ત્યારે ટાયરની અંદર ગરમી જમા થવા લાગે છે. તેનાથી ટાયરમાં હવાનું દબાણ વધે છે અને રબર નરમ થવા લાગે છે. જો પહેલાથી જ ઘસાયેલું કે બહુ જૂનું હોય તો ટાયર ફાટવાનું જોખમ રહે છે. 

હવાનું દબાણ બરાબર ન હોય તો?

ટાયર ફાટવાનું મુખ્ય કાર હવાનું બરાબર યોગ્ય ન હોવું છે. ઘણા ડ્રાઇવરો અજાણતામાં ટાયરની અંદર જરૂર કરતા વધારે હવા ભરી વાહન ચલાવે છે. વધારે હવા ભરવાથી ટાયર ઉનાળાની ગરમીમાં વધુ સંવેદનશીલ થઇ જાય છે. તાપમાન વધવાની સાથે ટાયરની અંદરની હવાનું દબાણ વધે છે, જેના કારણ અચાનક ટાયર ફાટી શકે છે. તેના વિપરીત જો હવા ઓછી હોય તો ટાયર વળી જાય છે, જેનાથી પણ વધારે ગરમી પેદા થાય છે. સમય સાથે ટાયરને ઘસારો પણ લાગે છે.

ટાયરમાં હવાનું યોગ્ય દબાણ રાખવાની સાચી રીત?

સૌથી સુરક્ષિત રીત છે કે, ટાયર કંપની દ્વારા આપેલા સુચન મુજબ જ ટાયરમાં એર પ્રેશર રાખવું જોઇએ. દર બે સપ્તાહમાં એક વખત ટાયરનું એર પ્રેશર ચેક કરાવો. જો એર ઓછી લાગે તો હવા પુરાવો. વાહનમાં એર પ્રેશર યોગ્ય રાખવાથી ટાયરને ઘસારો ઓછો લાગે છે, એન્જિન પર ઓછું દબાણ આવે છે અને માઇલેજ પણ જળવાઇ રહે છે.

Advertisment

જુના ટાયર ગરમીમાં કેમ ફેલી જાય છે?

ઘણી વખત ટાયર બહારથી સારું દેખાય છે, પરંતુ સમય સાથે રબર ખરાબ થઇ જાય છે. ગરમ હવામાનમાં ટાયર ઝડપથી ફુલી જાય છે. ટાયરની કિનારી પર તિરાડ, કોઇ ભાગે વધારે ઉપસી જવો કે  અસમાન ઘસારાને નજર અંદાજ કરવું જોઇએ નહીં. આ બધા ટાયર ખરાબ થવાના સંકેત છે.

વધારે વજન ટાયર પર દબાણ કરે છે?

પ્રવાસ દરમિયાન વધારે પેસેન્જર કે સામાનથી કાર ઓવરલોડિંગ થઇ જાય છે. વધારના વજનથી ટાયર પર દબાણ વધે છે, જેના લીધા ટાયર ઝડપથી ગરમ થઇ જાય છે. કારમાં નિર્ધારિત મર્યાદાથી વધુ વજન ન ભરવું. ટાયર વધારે જૂનું હશે તો ફાટવાની શક્યતા વધી જાય છે.

કારની સ્પીડ વધારે હોય ત્યારે ટાયર પણ ઝડપથી ફરે છે, જેનાથી વધારે ગરમી પેદા થાય છે. બપોરના તડકામાં લાંબી મુસાફરી ટાયર માટે ખરાબ હોય છે. આવી સ્થિતિમાં સમયાંતરે નાના નાના બ્રેક લેવા જોઇએ, જેથી કારનું એન્જિન અને ટાયર બંને વધારે પડતા હીટ ન થાય.

આ પણ વાંચો | ઉનાળામાં પહેલીવાર AC ચાલુ કરતા પહેલા આ 5 કામ કરો, વીજળીનો વપરાશ ઘટાડશે

ટાયર વ્હીલ એલાઇન્મેન્ટ અને બેલેન્સિંગ કરાવો

વ્હીલ એલાઇન્મેન્ટ ખરાબ હશે તો ટાયરને અસમાન ઘસારો લાગે છે અને ઝડપથી ગરમ થાય છે. ઘણા લોકો આ બાબતને નજરઅંદાજ કરે છે. નિયમિત સર્વિસ, યોગ્ય એલાઇન્મેન્ટ અને બેલેન્સિંગ ટાયર ખરાબ થતું અટકાવે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં ટાયર ફાટવાનું જોખમ ઓછું થઇ જાય છે.

ઉનાળો Auto news