ઘરે જ તલ સાથે મીઠી મઠરી બનાવો, શિયાળામાં ગરમ ચા સાથે સ્વાદની મજા માણો

til wali meethi mathri recipe : તલ અને ગોળથી બનેલી આ મઠરીનો સ્વાદ અદભૂત છે, સાથે સાથે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં પણ મદદ કરે છે. લ વાળી મીઠી મઠરીની કુરકુરી બનાવટ અને સહેજ મીઠાશ તેને વિશેષ બનાવે છે

til wali meethi mathri recipe : તલ અને ગોળથી બનેલી આ મઠરીનો સ્વાદ અદભૂત છે, સાથે સાથે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં પણ મદદ કરે છે. લ વાળી મીઠી મઠરીની કુરકુરી બનાવટ અને સહેજ મીઠાશ તેને વિશેષ બનાવે છે

author-image
Ashish Goyal
New Update
til wali meethi mathri

તલ વાળી મીઠી મઠરી રેસીપી Photograph: (CHATGPT)

til wali meethi mathri recipe : શિયાળાની ઋતુમાં ગરમ ચા સાથે કંઇક ક્રિસ્પી અને ગળ્યું ખાવાનું મન કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરે તલ વાળી મીઠી મઠરી મળી જાય, તો શું કહેવું. તલ અને ગોળથી બનેલી આ મઠરીનો સ્વાદ અદભૂત છે, સાથે સાથે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં પણ મદદ કરે છે.

Advertisment

તલ વાળી મીઠી મઠરીની કુરકુરી બનાવટ અને સહેજ મીઠાશ તેને વિશેષ બનાવે છે. તલમાં હાજર કેલ્શિયમ, આયર્ન અને હેલ્ધી ફેટ હાડકાંને મજબૂત બનાવે છે. જ્યારે દેશી ઘીમાં બનેલી મઠરી શરીરને ઉર્જા આપે છે. તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવે છે અને ખાસ વાત એ છે કે આ મઠરીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

તલ સાથે મીઠી મઠરી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદો
  • અડધો કપ સફેદ તલ
  • અડધો કપ દેશી ઘી
  • સ્વાદ અનુસાર ખાંડ અથવા ગોળ
  • અડધી ચમચી એલચી પાવડર
  • એક ચપટી મીઠું
  • પાણી

મીઠી મઠરી કેવી રીતે બનાવવી?

સ્ટેપ 1

ઘરે તલ વાળી મીઠી મઠરી બનાવવા માટે પહેલા મેંદામાં ઘી ઉમેરો અને તેને સારી રીતે મોયણ કરો. હવે તેમાં ખાંડ અથવા ગોળ, સફેદ તલ અને એલચી પાવડર ઉમેરો. આ પછી તેમાં થોડું પાણી ઉમેરી સખત લોટ બાંધી લો.

Advertisment

આ પણ વાંચો - આંતરડાના દુશ્મન છે આ 5 ફુડ્સ! ધીમે-ધીમે ખતમ કરી નાખે છે ગુડ બેક્ટરિયા

સ્ટેપ 2

હવે લોટમાંથી નાના-નાના લોઇયા બનાવીને વણી લો અને કાંટીની મદદથી હલકા છિદ્રો કરો. તેનાથી મઠરી ક્રિસ્પી થઈ જશે. આ પછી એક કઢાઇમાં ઘી અથવા તેલ ગરમ કરી ધીમા તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ઠંડી થયા પછી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

ભોજન રેસીપી જીવનશૈલી