Scooter Riding Tips: ભારે વરસાદમાં બાઇક ચલાવતા સમયે ના કરશો આ 5 ભૂલો

વરસાદની ઋતુ છે અને આવામાં ગરમીમાંથી તો રાહત મળે જ છે સાથે જ ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાની હાલત પણ ખરાબ થઈ જાય છે. ખાડમાં પાણી ભરાવાના કારણે દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે.

વરસાદની ઋતુ છે અને આવામાં ગરમીમાંથી તો રાહત મળે જ છે સાથે જ ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાની હાલત પણ ખરાબ થઈ જાય છે. ખાડમાં પાણી ભરાવાના કારણે દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Monsoon Scooter Riding Tips, Rain Scooter Riding Tips

વરસાદમાં સ્કૂટર રાઇડિંગ ટિપ્સ. (તસવીર: Freepik)

વરસાદની ઋતુ છે અને આવામાં ગરમીમાંથી તો રાહત મળે જ છે સાથે જ ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ચોમાસાની ઋતુમાં રોડ-રસ્તાની હાલત પણ ખરાબ થઈ જાય છે. ખાડમાં પાણી ભરાવાના કારણે દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. વરસાદ અને રસ્તામાં ઓઇલના કારણે ચિકણાસ વધી જાય છે જેના કારણે અકસ્માત થવાની ચાન્સ વધી જાય છે. વરસાદના સમયમાં બાઇક વધારે સ્લિપ થાય છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. પરંતું નાના વ્હિલ પણ મોટું કારણ છે. વરસાદમાં સુરક્ષિત રાઇડ કેવી રીતે કરશો? આ વિશે એક્સપર્ટ ટિપ્સ અમે અહીં જણાવીશું…

Advertisment

આખુ હેલ્મેટ પહેરો

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્કૂટર ચલાવતી વખતે હાફ ફેસ હેલ્મેટનો ઉપયોગ કરે છે, પરંતુ વ્યક્તિએ હંમેશા ફુલ ફેસ હેલ્મેટ પહેરવું જોઈએ. કારણ કે આ વધુ સુરક્ષિત છે અને અકસ્માતો દરમિયાન તમારા માથા અને ચહેરાનું રક્ષણ કરે છે. હેલ્મેટ વિના ક્યારેય વાહન ચલાવશો નહીં.

ખરાબ ટાયર તાત્કાલિક બદલો

જો તમારા સ્કૂટરમાં હજુ પણ ઘસાઈ ગયેલા અને જૂના ટાયર હોય તો તેને તાત્કાલિક બદલો. કારણ કે આવા ટાયર વરસાદમાં મોટાભાગના અકસ્માતોનું કારણ બને છે. તેમાં ન તો ગ્રિપ હોય છે અને ન તો તે બ્રેક લાગે છે.

આ પણ વાંચો: ચોમાસામાં તમારા ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટરનું આવી રીતે રાખો ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન

Advertisment

હાઇ સ્પીડથી દૂર રહો

સ્કૂટર ચલાવતી વખતે વરસાદનો આનંદ માણો, પણ સ્પીડને પણ ધ્યાનમાં રાખો. ઓવર સ્પીડ તો દૂરની વાત છે… વરસાદમાં થોડી વધુ સ્પીડ રાખો તો પણ તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી વરસાદમાં સ્પીડ ઓછી રાખો. ફક્ત 40kmpl ની અંદર જ સવારી કરો.

અચાનક બ્રેક લગાવવાનું ટાળો

વરસાદની ઋતુમાં અચાનક બ્રેક લગાવવાનું ટાળો, તેથી સૌ પ્રથમ તમારી સ્પીડ પર નિયંત્રણ રાખો અને જો તમારે બ્રેક લગાવવી પડે, તો સ્કૂટરને ધીમું કરો અને તેને બાજુ પર રોકો. બીજી વાત એ છે કે આગળ અને પાછળના બ્રેક લિવરને એકસાથે દબાવો. આમ કરવાથી બાઇક સ્લિપ થશે નહીં.

પાણી ભરાયેલા રસ્તાઓ પર ના જશો

વરસાદ દરમિયાન રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે જેના કારણે રસ્તો સાફ છે કે નહીં તે જાણી શકાતું નથી. તેથી એવા રસ્તા પર જવાનો પ્રયાસ ના કરો જ્યાં પાણી ભરાયેલા હોય. એટલું જ નહીં ફક્ત રસ્તા પર જ ચાલો, કોઈપણ કાચા રસ્તા પર જવાનું ટાળો.

ચોમાસું જીવનશૈલી Auto news