શાકમાં મીઠું વધારે પડી ગયું છે? ગભરાશો નહીં, આ શાનદાર ટિપ્સ તમારા કામ આવશે

how to neutralize salt in food: વધુ પડતું મીઠું તમારા ખોરાકને બગાડી શકે છે. જેના કારણે આપણને ચિંતા થાય છે કે આપણા દ્વારા કરવામાં આવેલી તમામ મહેનત બાતલ ગઈ છે.

how to neutralize salt in food: વધુ પડતું મીઠું તમારા ખોરાકને બગાડી શકે છે. જેના કારણે આપણને ચિંતા થાય છે કે આપણા દ્વારા કરવામાં આવેલી તમામ મહેનત બાતલ ગઈ છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
how to neutralize salt in food, how to remove excess salt from rice,

ખોરાકમાંથી વધારાનું મીઠું દૂર કરવાની ટિપ્સ (તસવીર: Freepik)

મીઠું એક એવી વસ્તુ છે જે કોઈપણ વાનગી બનાવી અથવા બગાડી શકે છે. ઘણી વખત ઉતાવળમાં આપણે રેસીપીમાં એક ચપટી અથવા એક ચમચી વધુ મીઠું ઉમેરીએ છીએ, જે આખી રેસીપીનો સ્વાદ બગાડી નાંખે છે. જોકે ઘણી વાનગીઓમાં પહેલા થોડું મીઠું નાખવાની અને પછી જરૂર પડે તો વધુ ઉમેરવાની યુક્તિનો ફાયદો થાય છે. જોકે પ્રોસેસ્ડ ફૂડમાં વધુ મીઠું ઉમેરવું થોડું મુશ્કેલ બની જાય છે. વધુ પડતું મીઠું તમારા ખોરાકને બગાડી શકે છે. જેના કારણે આપણને ચિંતા થાય છે કે આપણા દ્વારા કરવામાં આવેલી તમામ મહેનત બાતલ ગઈ છે. આવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે આ ટ્રીકનો ઉપયોગ કરીને તમારી રેસીપીમાં મીઠું સરળતાથી ઘટાડી શકો છો.

Advertisment

બટાકા

કાચા બટાકાના થોડા ટુકડા થોડીવારમાં મીઠું શોષી શકે છે. તેથી જ્યારે તમે તમારી ગ્રેવી રેસીપીમાં વધારે મીઠું નાખો છો ત્યારે બટાકાને કાપી લો અને 15-20 મિનિટ માટે ધીમા તાપ પર પેનમાં મૂકો. પછી બટાકા કાઢી લો. જો તમે ઈચ્છો તો તેમાં તમે એક રાધેલું બટેકુ ઉમેરી શકો છો.

લીંબુનો રસ

લીંબુનો રસ તમારી ભૂલને સરળતાથી છુપાવી શકે છે અને તેને તીખો સ્વાદ પણ આપી શકે છે. તેથી જો તમે ઇચ્છો તો તમે રેસીપીમાં થોડો લીંબુનો રસ ઉમેરી શકો છો.

આ પણ વાંચો: રોટલીને પાપડ બનતા બચાવવી હોય તો આ ટિપ્સ ફોલો કરો, કલાકો સુધી નરમ રહેશે

Advertisment

દહીં

જો તમે એવી કોઈ વસ્તુ બનાવી રહ્યા છો જેમાં દહીં ઉમેરી શકાય તો મીઠું ઓછું કરવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. ગ્રેવીમાં એક ચમચી દહીં ઉમેરો. આ તમારી વાનગીમાંથી વધારાનું મીઠું દૂર કરશે અને સ્વાદમાં પણ વધારો કરશે.

લોટ

બટાકાની જેમ ગ્રેવીમાં રહેલા લોટના નાના ગોળા પણ મીઠું શોષી લે છે. બટાકા તમારા તેલ અને મસાલા શોષી લે છે, જ્યારે કણક ફક્ત મીઠું શોષી લે છે પરંતુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે તમે તેને ગ્રેવીમાં વધુ સમય સુધી ન રાખો.

આ પણ વાંચો: ઘરે બનાવો ઈંડા વિનાની બ્લેક ફોરેસ્ટ કેક, સ્વાદ એવો કે બેકરીની કેક પણ લાગશે ફિક્કી

રેસીપીમાં માત્રા વધારો.

બીજી એક સરસ રીત એ છે કે તમે જે રાંધી રહ્યા છો તેમાં વિવિધતા લાવો. તેમાં વધુ માત્રા ઉમેરો. આમાં તમે વધારાની શાકભાજી, ગ્રેવી અથવા તમે જે પણ રાંધી રહ્યા છો તેનું પ્રમાણ વધારી શકો છો.

રેસીપી જીવનશૈલી