Union Budget 2023 : એનિમિયા એક એવો રોગ છે જેનાથી આપણો દેશ હજુ સુધી છુટકારો મેળવી શક્યો નથી. આ બીમારીનો સૌથી વધુ ભોગ મહિલાઓ છે. ભારતમાં આ વ્યાપક બિમારીનો અંત લાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે વર્ષ 2047 સુધીમાં ભારતને એનિમિયા મુક્ત દેશ બનશે
આપણા દેશમાં 15 થી 50 વર્ષની વયજૂથની 56 ટકા મહિલાઓ આ રોગથી પીડિત છે. ખરાબ ડાયટ આ રોગનું મુખ્ય કારણ છે. જ્યારે ખોરાકમાં પોષક તત્વોનો અભાવ હોય ત્યારે આ રોગ થવાની સંભાવના વધી જાય છે.
એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ થવી. હિમોગ્લોબિન આપણા શરીરમાં એક એવું તત્વ છે જે શરીરમાં લોહીનું પ્રમાણ જણાવે છે. પુરુષોમાં તેનું પ્રમાણ 12 થી 16 ટકા અને સ્ત્રીઓમાં 11 થી 14 ટકા હોવું જોઈએ. એનિમિયા એ ભારતમાં સગર્ભા સ્ત્રીઓ, યુવાન સ્ત્રીઓ અને બાળકોમાં સૌથી સામાન્ય સમસ્યા છે.
ભારતમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં દર પાંચમુ મૃત્યુ માટે એનિમિયા જવાબદાર છે. કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ ડો. દીપ્તિ વિરમાણીના જણાવ્યા અનુસાર, એનિમિયા માત્ર એક રોગ નથી, પરંતુ તે અન્ય રોગો સામે લડવાની ક્ષમતાને પણ ઘટાડે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ રોગ શું છે અને તેના લક્ષણો શું છે.
આ પણ વાંચો: શું નાઈટ શિફ્ટ, હાર્ટ અટેકનું વધતું જોખમ અને ડિપ્રેશન વચ્ચે કોઈ લિંક છે ખરી? અહીં સમજો
એનિમિયા શું છે?
એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. આ રોગ ત્યારે થાય છે જ્યારે લોહીમાં રેડ સેલ્સ અથવા કોષોના વિનાશનો દર તેમની રચનાના દર કરતા વધી જાય છે. કિશોરાવસ્થા અને મેનોપોઝની ઉંમર વચ્ચે એનિમિયા સૌથી સામાન્ય છે. ભારતમાં 80 ટકાથી વધુ સગર્ભા સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે.
એનિમિયાના લક્ષણો શું છે?
- ત્વચા પીળી પડવી
- હૃદયના ધબકારા વધવા
- ચક્કર આવે
- જલ્દી હાંફ ચઢવી
- માથાનો દુખાવો
- સ્ટૂલના રંગમાં ફેરફાર
- એકાગ્રતા ન રહેવી
- વારંવાર બીમાર થવું
- મસલ્સ પેઈન થવું
આ પણ વાંચો: Bipolar Disorder: બાયપોલર ડિસઓર્ડર કેવા પ્રકારની માનસિક બીમારી છે? આ રોગના કારણો, લક્ષણો અને ઉપાયો વિશે જાણો
કયા લોકોને વધુ એનિમિયા થઇ શકે
- ગર્ભાવસ્થામાં એનિમિયા વધુ સામાન્ય છે.
- તે સ્ત્રીઓમાં વધુ છે જેઓ વારંવાર ગર્ભવતી બને છે.
- કિશોરવયની ગર્ભાવસ્થામાં એનિમિયા વધુ સામાન્ય છે.
- ગરીબ પરિવારના બાળકો જ્યાં ખાવા-પીવાની અછત હોય, એવા લોકોને આ રોગનું જોખમ વધારે હોય છે.