/indian-express-gujarati/media/media_files/2026/02/21/old-jeans-home-decor-items-2026-02-21-16-04-17.jpg)
તમે જૂના જીન્સમાંથી ઘરની સજાવટની વસ્તુઓ બનાવી શકો છો. Photograph: (Pinterest)
old jeans home decor items : જીન્સ જૂના થઇ જાય એટલો લોકો તેને નકામા ગણીને ફેંકી દે છે કે અથવા તે કબાટમાં જ રહે છે. જોરે થોડી ક્રિએટિવિટી તેને શાનદાર હોમ ડેકોર વસ્તુઓમાં ફેરવી શકાય છે. જીન્સનું કાપડ ખૂબ જ મજબૂત હોય છે. આ કિસ્સામાં તમે તેમાંથી લાંબા સમય સુધી ચાલતી સુશોભન વસ્તુઓ તૈયાર કરી શકો છો.
જો તમારા ઘરમાં પણ જૂના જીન્સ છે તો તેને ફેંકી દેવાને બદલે તમે તેમાંથી ઘરની સજાવટની કેટલીક વસ્તુઓ તૈયાર કરી શકો છો. અહીં અમે તમારા માટે આવી કેટલીક ઘરની સજાવટ વસ્તુઓના સરળ અને ક્રિએટિવ વિચારો લાવ્યા છીએ, જેને તમે ઓછા ખર્ચે ઘરે તૈયાર કરી શકો છો અને તમારા ઘરને સ્ટાઇલિશ લુક આપી શકો છો.
ડેનિમ કુશન કવર
જૂના જીન્સમાંથી તમે ઘરે ડેનિમ કુશન કવર તૈયાર કરી શકો છો. આ માટે જીન્સના પગવાળા ભાગને કાપીને કુશનના આકારમાં સીવી લો. જો તમે કુશનને વધુ સ્ટાઇલિશ બનાવવા માંગો છો તો તમે જીન્સના ખિસ્સાવાળા ભાગને આગળના ભાગમાં મૂકી શકો છો. આનાથી કુશન વધુ સ્ટાઇલિશ દેખાશે.
સ્ટોરેજ ઓર્ગેનાઇઝર
જૂના જીન્સમાંથી તમે દિવાલ પર લટકતા ઓર્ગેનાઇઝર પણ સરળતાથી તૈયાર કરી શકો છો. જીન્સના ખિસ્સા નાની-નાની વસ્તુઓ સ્ટોર કરવા માટે યોગ્ય છે. તેને તૈયાર કરવા માટે જીન્સનો ઉપરનો ભાગ કાપીને મજબૂત કાપડથી સીવી લો. આ પછી તેમાં ચાવી, ચાર્જર, સ્ટેશનરી અથવા રસોડાની નાની વસ્તુઓ સરળતાથી રાખી શકાય છે.
આ પણ વાંચો - વધેલા ભાતમાંથી તૈયાર કરો આ ટેસ્ટી ચાઇનીઝ ડીશ, રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ આવશે
કુંડા માટે કવર
જો તમારા ઘરમાં નાના કુંડામાં છોડ વાવેલા છે તો તમે જીન્સમાંથી કુંડાનું કવર પણ બનાવી શકો છો. આ માટે કુંડાને જીન્સના કાપડથી કવર કરી દો અને તેની ઉપર ફોલ્ડ કરી દો. આનાથી બાલ્કની અથવા લિવિંગ રૂમ પર મૂકવામાં આવેલા છોડ વધુ સુંદર દેખાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us