શિયાળામાં સીતાફળના બીજનો કરો આવી રીતે ઉપીયોગ, હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી મળશે છૂટકારો

જો તમે હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી પરેશાન છો અને વાળ ખરતા નિયંત્રિત કરવા માંગો છો તો સીતાફળના બીજનો ઉપયોગ કરો.

Written by Rakesh Parmar
December 14, 2025 17:02 IST
શિયાળામાં સીતાફળના બીજનો કરો આવી રીતે ઉપીયોગ, હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી મળશે છૂટકારો
સીતાફળના બીજનો ઉપયોગ અને ફાયદા. (તસવીર: સોશિયલ મીડિયા)

custard apple seeds for hair: શિયાળામાં મોટાભાગના લોકો ડેન્ડ્રફ અને જૂ ની સમસ્યાથી પરેશાન રહે છે. આવામાં તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક અને કુદરતી ઉપાયો અજમાવી શકો છો. જો તમે હઠીલા ડેન્ડ્રફ અને માથાની જૂ થી પરેશાન છો અને વાળ ખરતા નિયંત્રિત કરવા માંગો છો તો સીતાફળના બીજનો ઉપયોગ કરો.

આ ફળના બીજમાંથી બનાવેલું હેર ઓઈલ ડેન્ડ્રફ અને જૂને દૂર કરવામાં ફાયદાકારક છે. વિટામિન એ, વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને કુદરતી હાઇડ્રેટિંગ ગુણોથી ભરપૂર આ ફળના બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળના બીજમાં રોગ વિરોધી ગુણ હોય છે જે વાળમાંથી જૂ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.

સીતાફળના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો

સૌથી પહેલા સીતાફળમાંથી બીજને સારી રીતે કાઢી લો. હવે આ બીજને પાણીથી ધોઈ લો અને પછી તડકામાં સૂકવવા માટે રાખી દો. જ્યારે આ બીજ સુકાઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં ખૂબ જ બારીક પીસીને પાવડર બનાવી લો. હવે પાવડરને ગાળી લો અને જાડા ભાગને ફેંકી દો. ચાળેલા પાવડરને એક કન્ટેનરમાં મૂકો, તેમાં કપૂર અને નારિયેળ તેલ ઉમેરો.

આ પણ વાંચો: શિયાળામાં સવારે બાઇક સ્ટાર્ટ ના થાય, તો આ ટ્રિકથી ફટાફટ થઈ જશે ચાલુ

હવે જ્યારે પણ તમારે આ તેલનો ઉપયોગ કરવો હોય તો તેને તમારા માથા પર સારી રીતે લગાવો. ધ્યાન રાખો કે આ તેલને નહાવાના અડધા કલાક પહેલા લગાવો અને પછી વાળ ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.

uses of custard apple, home remedies
તેલનો ઉપયોગ કરવાથી વાળને મળશે આ ફાયદા. (તસવીર: Canva)

તેલનો ઉપયોગ કરવાથી વાળને મળશે આ ફાયદા

સીતાફળના બીજનું તેલ લગાવવાથી છોકરીઓમાં જૂ ની સમસ્યા કંટ્રોલ થશે. આ તેલ જૂઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તેમને મૂળમાંથી ખતમ કરે છે.

આ તેલ તમારી સ્કેલ્પને સ્વસ્થ બનાવશે અને ડેન્ડ્રફ માટે ખૂબ જ અસરકારક છે. વાળમાં તેલ લગાવવાની આ રીત ખૂબ જ સરળ છે અને તમે તેને ડેન્ડ્રફ વિરોધી ઘરેલું ઉપચાર સાથે ઘરે જ તૈયાર કરી શકો છો.

સીતાફળનું આ ઘરે બનાવેલું તેલ તમારા માથાની ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, ખોડો અને બળતરા દૂર કરે છે અને વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. જેના કારણે વાળ જાડા અને મુલાયમ બને છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ