/indian-express-gujarati/media/media_files/2026/01/09/undhiyu-recipe-1-2026-01-09-17-29-05.jpg)
Kathiyawadi Undhiyu Recipe In Gujarati : ઉત્તરાયણ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયું બનાવવાની રીત. Photograph: (Nehas Cook Book)
Undhiyu Banavani Reet In Gujarati : ઉત્તરાયણનો તહેવાર ઊંધિયું વગર અધુરો રહે છે. ઊંધિયું ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, જે મકર સંક્રાતિ ઉત્તરાયણ પર ખાસ બનાવવામાં આવે છે. ઊંધિયું બે રીતે બને છે, (1) કાઠિયાવાડી ઊંધિયું અને (2) સુરતી સ્ટાઇલ ગ્રીન ઊંધિયું. અહીં કાઠિયાવાડી સ્ટાઇલમાં ચટાકેદાર ઊંધિયું બનાવવાની રેસીપી આપી છે. અહીં આપેલી રીત અનુસર તમે ઓછી મહેનત અને સમયમાં ઉત્તરાયણ પર ટેસ્ટી કાઠિયાવાડી ઊંધિયું બનાવી શકો છો.
ઊંધિયું બનાવવા માટે શાકભાજી
બટાકા, સુરતી પાપડી વાલોર, લીલા વટાણા, તુવેરના દાણા, રતાળુ, નાના રિંગણ, શક્કરિયા, લીલું લસણ, લીલા મરચા, સુરણ, કાચા કેળા, લીલી ડુંગળી, લીલા મરચા, લીલી કોથમીર, લીબુંનો રસ
ઊંધિયું માટે મસાલો બનાવો
ઊંધિયું માટે મસાલો બનાવવા માટે એક વાસણમાં મોળી સેવ લો, તેમા પાણી નાંખી 2 મિનિટ રહેવા દો. સેવ માંથી પાણી કાઢી લો અને તેને સારી રીતે મેશ કરો. હવે તેમા સીંગદાણાનો ભૂકકો, સફેદ તલ, કોપરાની છીણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ, ખાંડ, લીલા કોથમીર અને તેલ ઉમેરો. પછી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ મસાલાથી ઊંધિયાની ગ્રેવી બહુ જ ટેસ્ટી બને છે. આ મસાલો રીંગણ અને લીલા મરચામાં ભરી લો. બાકીનો મસાલો ઊંધિયુની ગ્રેવી બનાવવામાં કામ લાગશે.
ઊંધિયું માટે મુઠીયા બનાવવાની રીત
ઊંધિયું માટે મુઠીયા બનાવવા એક વાસણમાં ચણાનો લોટ ચાળી લો. તેમા ઝીણી સમારેલી લીલી મેથીની ભાજી, લીલા મરચા પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, તેલનું મોણ, લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી બેકિંગ સોડા અને હિંગ ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. હવે ગરમ પાણી વડે મુઠીયાનો નરમ લોટ બાંધો અને તેને 10 મિનિટ ઢાંકીને રહેવા દો. હવે તેમાંથી ગોળ નાના નાના મુઠીયા બનાવો. હવે કઢાઇમાં તેલ ગરમ કરો, પછી તેમા મુઠીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
ઊંધિયું બનાવવાની રીત
ઊંધિયુ બનવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમો, પછી તેમા રતાળુ અને શક્કરિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો, પછી તેમા કાચા કેળાને પણ ફ્રાય કરો. આ શાકભાજી તળવાથી તેની ચિકાસ ઘટી જાય છે.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરું, તમાલ પત્ર અને ચપટી હિંગનો તડકો લગાવો. પછી આદુ મરચા લસણ અને ટામેટાની ગ્રેવી સાંતળો. ગ્રેવી માંથી તેલ છુંટવા લાગે એટલે બધા શાકભાજી, ભરેલા રીંગણ, તળેલા રતાળુ શક્કરિયા અને કેળા ઉમેરો. શાકભાજીને ચઢાવવા માટે તેમા સહેજ પાણી ઉમેરો. હવે કઢાઇને વાસણ વડે ઢાંકી દો. તેમા પણ સહેજ પાણી ઉમેરો, જેથી શાકભાજી વરાળથી બફાઇ જશે. શાકભાજી દાઝે નહીં તેની માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો.
આ પણ જુઓ : મકર સંક્રાતિ સ્પેશિયલ પરંપરાગત 7 વાનગી, જેના વગર ઉત્તરાયણ અધૂરી
શાકભાજીમાં કાચા પાક બફાઇ પછી તેમા મેથીના મુઠીયા અને આમલી ગોળનું પાણી ઉમેરો અને ઊંધિયાને રંધાવા દો. બધા શાકભાજી રંધાઇ જાય એટલે કે ગેસ બંધ કરી દો. ઊંધિયા પર તાજા કોથમીરના પાન અને લીંબુનો રસ ઉમેરો. ગરમાગરમ ટેસ્ટી ઊંધિયું પુરી કે રોટલી સાથે ખાવાની મજા માણો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us