Rose Day 2026: ફક્ત ગુલાબ નહીં, દિલ જીતવા માટે રોમાંટિક સરપ્રાઇઝ આઇડિયા

valentine 2026 rose day : વેલેન્ટાઇન ડે ઉપર રોઝ ડે ના દિવસે તમે માત્ર ગુલાબ આપીને જ નહીં પરંતુ તમારા જીવનસાથીનું દિલ જીતીને પણ કેટલાક રોમાંટિક સરપ્રાઇઝ આપી શકો છો. અહીં તમને કેટલાક આઇડિયા આપ્યા છે.

valentine 2026 rose day : વેલેન્ટાઇન ડે ઉપર રોઝ ડે ના દિવસે તમે માત્ર ગુલાબ આપીને જ નહીં પરંતુ તમારા જીવનસાથીનું દિલ જીતીને પણ કેટલાક રોમાંટિક સરપ્રાઇઝ આપી શકો છો. અહીં તમને કેટલાક આઇડિયા આપ્યા છે.

author-image
Ashish Goyal
New Update
Rose Day 2026

Rose Day 2026 : વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડે સાથે થઇ રહી છે. Photograph: (AI Generated)

Rose Day 2026 : વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીએ રોઝ ડે સાથે થઇ રહી છે. વેલેન્ટાઇન વીક દર વર્ષે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ દિવસે રોઝ ડે ઉજવવામાં આવે છે. આ પછી પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે આવે છે. રોઝ ડે પર લોકો ગુલાબ આપે છે અને તેમના દિલની વાત કરે છે. આ વખતે તમે માત્ર ગુલાબ આપીને જ નહીં પરંતુ તમારા જીવનસાથીનું દિલ જીતીને પણ કેટલાક રોમાંટિક સરપ્રાઇઝ આપી શકો છો. અહીં તમને કેટલાક આઇડિયા આપ્યા છે.

Advertisment

લવલેટર સાથે ગુલાબ આપો

સોશિયલ મીડિયાના યુગમાં કપલ્સ દરરોજ મેસેજિંગ અથવા મોબાઇલથી કોલ કરીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. તેના બદલે તમે એક સુંદર હસ્તલિખિત પત્ર આપી શકો છો. તમારી સાથે એક ગુલાબ પણ લઈ જાઓ.

વીડિયો બનાવો અને મોકલો

જો તમે સંગીતના ચાહક છો તો રોઝ ડે પર તમારા પાર્ટનરને એક વીડિયો બનાવો અને તેમને મોકલો. જેમાં તમે તેમને કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તેમના માટે કવિતા લખો અને સંભળાવો.

સરપ્રાઈઝ બોક્સ આપો

રોઝ ડે પર તમે એક બોક્સમાં અલગ-અલગ રંગોના ગુલાબ રાખો. તમે તેની સાથે કેટલીક સુંદર વસ્તુઓ પણ મૂકી શકો છો. જેમ કે હેર એસેસરીઝ, બ્રેસલેટ. આ બોક્સમાં તમે ચોકલેટ, એક નાનકડી લવ નોટ પણ રાખી શકો છો.

Advertisment

આ પણ વાંચો - વેલેન્ટાઇન વીક આ તારીખથી શરુ થશે, જાણો કયા દિવસનું શું હોય છે મહત્વ

રોમાંટિક ફોટો

તમે તમારા પાર્ટનરને ગુલાબ સાથે પોતાની સાથે ક્લિક કરેલા રોમાંટિક ફોટાની ફ્રેમ પણ આપી શકો છો. તે એક અનોખી અને રોમાંટિક ભેટ હશે. તમે તેને ગુલાબની પાંખડીઓથી ભરેલી નાની ટોપલીમાં મૂકીને આપી શકો છો.

વેલેન્ટાઇન ડે વેલેન્ટાઈન વીક જીવનશૈલી