/indian-express-gujarati/media/media_files/2026/02/04/valentine-week-days-list-2026-2026-02-04-21-59-59.jpg)
Valentines Day 2026 : વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે
Valentine Week Days List 2026 : વેલેન્ટાઇન ડે ને હવે થોડા જ દિવસોની વાર છે. કપલ્સ માટે ખાસ દિવસ હોય છે. જેની તે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. જોકે આ પહેલા વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. તમને જણાવી રહ્યા છીએ કે વેલેન્ટાઇન ડે ના આ વીકમાં ખાસ શું હોય છે.
7 ફેબ્રુઆરી – રોઝ ડે
વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડે થી થાય છે. રોઝ ડે ના દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસે લાલ ગુલાબ એકબીજાને આપે છે. જેનો અર્થ થાય છે કે ગુલાબ આપનાર વ્યક્તિ તમને પ્રેમ કરે છે. તમે કોઇને પ્રેમ કરો છો તો તેને લાલ ગુલાબ આપીને પ્રેમને વ્યક્ત કરો.
8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે
પ્રપોઝ ડે ના નામ ઉપરથી જ ખબર પડે છે કે આ દિવસે પ્રેમી પોતાની સાથી સાથે પ્રેમ વ્યક્ત કરે છે. તમે કોઇને મનમાં ને મનમાં પ્રેમ કરો છો તો પ્રપોઝ ડે ના દિવસે દિલની વાત કહી દો.
9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે
પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ચોકલેટ આપીને મનાવવાનો પ્રયત્ન કરે છે. ચોકલેટની મીઠાશ તમારા સંબંધમાં ખુશ્બુ ફેલાવે છે.
10 ફેબ્રુઆરી- ટેડી ડે
10 ફેબ્રુઆરીના દિવસે પ્રેમી યુગલ એકબીજાને લાલ રંગનું ટેડી આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે
પ્રોમિસ ડે એક એવો દિવસ છે જ્યારે પ્રેમી યુગલ એકબીજા સાથે સાથ નિભાવવાની વાત કરે છે. એકબીજાનો સુખ અને દુખમાં સાથ આપવાની પ્રોમિસ કરે છે.
આ પણ વાંચો - શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને? જાણો કઇ ઉંમરે કેટલી ઊંઘ જરુરી છે
12 ફેબ્રુઆરી – હગ ડે
વેલેન્ટાઇન ડે નો છઠ્ઠો દિવસ હગ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાની નજીક આવે છે અને ગળે મળીને પ્રેમનો સ્વીકાર કરે છે.
13 ફેબ્રુઆરી – કિસ ડે
વેલેન્ટાઇન દિવસનો સાતમો દિવસ પ્રેમી યુગલ એકબીજાને કિસ કરે છે અને પોતાના સંબંધને મજબૂત બનાવે છે. યુવાઓનું માનવું છે કે કિસ ડે પર કિસ કરવાથી સંબંધ મજબૂત થાય છે.
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે
વેલેન્ટાઇન-ડે વીકનો આઠમો દિવસ વેલેન્ટાઇન ડે ના નામથી ઓળખવામાં આવે છે. આ 14 ફેબ્રુઆરીએ આવે છે અને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને કપલ્સ ઘણી શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. એકબીજાને ભેટ આપે છે અને એક સાથે સમય પસાર કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us