વેલેન્ટાઈન એટલે કે પ્રેમનો દિવસ 14 ફેબ્રુઆરીએ મનાવામાં આવે છે, પણ એક અઠવાડીયા પહેલા જ પ્રેમને મજબૂત બનાવવા માટે આખા અઠવાડીયાને સેલિબ્રેટ કરવામાં આવે છે. વેલેન્ટાઇ ડે જેવા ખાસ દિવસ પર તમે તમારા પાર્ટનરને શું ગિફ્ટ આપશો તે સવાલ દરેકના મનમાં વારે વારે આવ્યા કરતો હશે તો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ અહેવાલમાં અમે તમારા માટે અઢળક ગિફટસ આડિયા લઇને આવ્યા છીએ. તો ચલો આ અહેવાલમાં જાણીએ…

સૌપ્રથમ તો તમારે તમારા જીવનસાથીને અનુરૂપ એટલે કે તેને શું ગમે છે એ જાણીને ગિફટ આપવી જોઇએ. જેથી તમારો દિવસ યાદગાર અને ખુશ જશે. હંમેશાની જેમ નોર્મલી ભેટ આપીને ખુશ કરવાના બદલે કઈક અલગ કરો જેના કારણે તમારા પાર્ટનરને ખુશી મળશે તેમજ તે ક્ષણ પણ તે ક્યારેય નહીં ભૂલી શકે.
વેલેન્ટાઈન ડે માટે પત્ર અથવા હાથથી લખેલ લવ લેટર લખો. હા, મોટાભાગના લોકો પોતાના પાર્ટનરને ચાહતા ખુબ જ હોય છે પણ તેમની તારીફ કરવાની આવે ત્યારે શું બોલવું તે જ નથી સમજી શકતા. ત્યારે આ વીક તમે તમારા પાર્ટનરને તમારા વિચારો લખી એક લેટર તેમના તકીયા નીચે કે પછી જ્યાં તેમની નજર પડે ત્યાં મુકી શકો છો. આ એક ખુબ જ રોમેન્ટીક રીત છે. આપને જણાવી દઇએ કે, વેલેન્ટાઇન ડે પર લગભગ વિશ્વભરમાં 1 મિલિયન આસપાસ લોકો પોતાની લાગણીને કાર્ડ પર ઉતારે છે.

વેલેન્ટાઇન ડે પર તમે તમારા જીવનસાથી સાથેના સૌથી ખાસ પળોને ફરી માણો. એ જ આઉટફિટ્સ અને એ જ સ્થાન પર. જેથી તમારા પાર્ટનરને સ્પેશિયલ થશે. તમારા પાર્ટનરે એ વાતનો અહેસાસ થશે કે તેની સાથે વિતાવેલી ખાસ ક્ષણોને તમે ભુલ્યા નથી.
તમે ઘરે તેમના માટે રોમેન્ટિક ડેટ પ્લાન કરી શકો છો. તમે ઘરે તમારા પોતાના હાથથી તેમની પસંદગીનું ડિનર પણ બનાવી શકો છો. કે પછી પોતાના રુમમાં થોડુ ડેકોરેશન કરીને તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છે. ડેકોરેશન કર્યા પછી તમને જાતે જમવાનું બનાવતા આવડતુ હોય તો તે પણ કરી શકો છો નહીં તો તમારા પાર્ટનરનું મનપસંદ ભોજન ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો.
જો તમારા સંપર્કમાં તમારા જીવનસાથીનો પસંદીદાર કોઈ કલાકાર હોય જેમકે કોઈ આર.જે. કે પછી પછી કોઈ એક્ટર તો તમે તેનો પણ સંપર્ક કરી તમારા પાર્ટનરને મેસેજ પહોંચાડી શકો છો પણ અન્ય કોઈ બીજી વ્યક્તિ તમારી ફિલીંગ્સ કહે તેના કરતા તમે તે જાતે જ તમારા પાર્ટનરને કહેશો તો તેમને વધારે ખુશી મળશે.

તમે તમારા પાર્ટનરના ફોટામાંથી કોલાજ બનાવી શકો છો. તેના પર વિશેષ મેસેજ લખો. તમે તેને ડિજિટલી અથવા હાર્ડ કોપી પર પણ બનાવી શકો છો.
સૌથી સારુ કે મહિલા પાર્ટનરને જ્વેલરીઝનો ઘણો શોખ હોય છે. હા આજકાલની મહિલા ભારી ભરખમ જ્વેલરી નથી પહેરતી પણ નેકલેશ, રીંગ કે પછી બ્રેસલેટ પણ ગિફ્ટ કરી શકો છો. આ જ્વેલરી હંમેશા તેમની સાથે રહેશે અને તેમને તમારી યાદ અપાવતી રહેશે. તેમજ પુરુષ પાર્ટનરને ચશ્મા અને ઘડિયાળનો ઘણો શોખ હોય છે.