વિશ્વભરના પ્રેમીઓ માટે વર્ષનો આ મહિનો ખુબજ મહત્વપૂર્ણ મનાય છે. ફેબ્રુઆરીના આગમન સાથે જ વેલેન્ટાઈન વીકની તૈયારીઓ થઇ જાય છે, અને અંતે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વીક તમારા પ્રિયજન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા, તેમને ગિફ્ટ્સ આપવા, પ્રોમિસ આપવા, સ્પેશિયલ ડિનર ડેટ ઓર્ગેનાઈઝ કરવાની વગેરે જે 7 ફેબ્રુઆરીના દિવસેજ સ્ટાર્ટ થઇ જાય છે, અને આખરે આખું વર્ષ રાહ જોનાર દિવસ વેલેન્ટાઇન ડે આવે છે.
આ દિવસ કોઇ તેની ગમતી વ્યક્તિ સાથે પોતાની લાગણી અથવા તો પોતાના સંબંઘને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરે છે. જેમાં અમે તમારી મદદ કરવા માટે ખાસ રોમાન્ટિક ગીતની યાદી લાવ્યા છીએ. જે તમારા આજના દિવસને વધુ ખાસ બનાવશે.
સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે, વેલેન્ટાઇન ડે કોની યાદમાં અને 14મી ફેબ્રુઆરીના દિવસે જ કેમ ઉજવાય છે?
‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ નામના પુસ્તક મુજબ, સંત વેલેન્ટાઈન રોમનો પાદરી હતા. તે વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. તેમના માટે પ્રેમમાંજ જીવન હતું. પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડીયસને તેમની આ વાત પસંદ ન હતી. રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે. આ કારણોસર, તેના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં.
જો કે, સંત વેલેન્ટાઈનએ કિંગ ક્લાઉડીયસના આ હુકમનો વિરોધ કર્યો હતો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. એટલું જ નહીં, તેમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા હતા. આના વાતે રાજાને ઉશ્કેર્યા અને તેણે સેન્ટ વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. તે દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
આ રોમાન્ટિક ગીતો તમારા પ્રિયજનોને જરૂરથી ઈમ્પ્રેસ કરવામાં મદદગાર થશ
નૈયો લગદા: આ ગીત સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાનનું’ છે. આ ગીતમાં સલમાન પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો નજર આવે છે.
કૌન તુજે યુ પ્યાર કરેગા: આ ગીત MS.Dhoni ફિલ્મનું છે. જેમાં દિવગંત સુશાંત સિંહ રાજપૂત અને દિશા પટણી રોમાન્સ કરતા નજર આવે છે.
મેં હું સાથ તેરે: “શાદીમેં જરૂર આના” નું આ ફેમસ સોન્ગ અર્જિત સિંહ દ્વારા ગવાયું છે, આ સોન્ગના લિરિક્સ તમારા પાર્ટનરને જરૂરથી સ્પેશિયલ ફીલ કરાવશે.
પહેલી બાર મહોબ્ત કી હૈ: ‘સિર્ફ તુમ’નું આ ગીત છે. જેમાં સંજય કપૂર અને પ્રિયા ગિલ છે.
તૂ તૂ હૈ વહી દિલને જિસે અપના કહા: કિશોર કુમાર અને આશા ભૈસલેના કંઠે આ ગીત ગવાયું છે.
મેરે દિલ મેં આજ ક્યા હૈ બતા દુ: આ ગીતને કિશોર કુમારે પોતાના મધુર અવાજ આપ્યો છે.
તુમ જો આયે ઝીંદગીમેં : ” લવમી થોડા” નું આ પોપ્યુલર સોન્ગ જે પ્રીતમ અને રાહત ફતેહ અલી ખાન દ્વારા ગવાયું છે. આ સોન્ગ તમારા પાર્ટનરને ઇમ્પ્રેસ કરવામાં મદદ કરશે.
ચાર કદમ: “પીકે” નું આ અદભુત સોન્ગ તમારા પાર્ટનરને પ્રોઇસિંગ ફીલ કરવામાં મદદ કરશે.
તેરે સંગ યારા: “રુસ્તમ” ફિલ્મના આ સોન્ગની લાઇન્સ તમારા પાર્ટનર સાથેની યાદગાર પળોને વધારે રંગીન બનાવશે.
આયે હો મેરી જીંદગી મેં: ઉદિત નારાયણના કંઠે ગવાયેલું આ ગીત ખુબ જ ફેમસ છે.
તો આ રોમાન્ટિક ગીતો તમારા પ્રિયજનો સાથે તમે જરૂરથી યાદગાર અને ખુબસુરત પળો તથા આજનો આ સ્પેશિયલ દિવસ બેહદ રોમાચિંત બનાવશે એવી મને ખાતરી છે.