વેલેન્ટાઇન ડે 2026 : ગર્લફ્રેન્ડ કે વાઇફને આપવા માટે સસ્તા અને યૂનિક ગિફ્ટ આઇડિયા

Valentine Day Gift : રોઝ ડે શરૂ થયેલું વેલેન્ટાઇન વીક હવે તેના અંતિમ તબક્કામાં છે. 14 ફેબ્રુઆરીએ તેનો સૌથી ખાસ અને છેલ્લો દિવસ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. જો તમારું બજેટ ઓછું હોય તો પણ ચિંતા કરવાની જરુર નથી. અહીં કેટલીક સસ્તી ગિફ્ટ વિશે જણાવી રહ્યા છીએ

Valentine Day Gift : રોઝ ડે શરૂ થયેલું વેલેન્ટાઇન વીક હવે તેના અંતિમ તબક્કામાં છે. 14 ફેબ્રુઆરીએ તેનો સૌથી ખાસ અને છેલ્લો દિવસ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. જો તમારું બજેટ ઓછું હોય તો પણ ચિંતા કરવાની જરુર નથી. અહીં કેટલીક સસ્તી ગિફ્ટ વિશે જણાવી રહ્યા છીએ

author-image
Ashish Goyal
New Update
Valentines day gift

વેલેન્ટાઇન ડે પર તમે તમારા પાર્ટનરને યાગદાર ગિફ્ટ આપી શકો છો Photograph: (ફ્રીપિક)

Valentine Day Gift Ideas : રોઝ ડે શરૂ થયેલું વેલેન્ટાઇન વીક હવે તેના અંતિમ તબક્કામાં છે. 14 ફેબ્રુઆરીએ તેનો સૌથી ખાસ અને છેલ્લો દિવસ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. આ દિવસ પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને કિસ ડે પછી આવે છે. આ દિવસે કપલ્સ પોત-પોતાની રીતે પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેને ખાસ બનાવવા માટે સરપ્રાઈઝની યોજના બનાવે છે, તો કોઈ અનોખી ભેટ આપે છે. 

Advertisment

જો તમારું બજેટ ઓછું હોય તો પણ ચિંતા કરવાની જરુર નથી. અહીં કેટલીક સસ્તી ગિફ્ટ વિશે જણાવી રહ્યા છીએ. જે તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને ગિફ્ટ આપી શકો છો, જે તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે.

કોલાજ પોસ્ટર

જો તમે તમારી ગર્લફ્રેન્ડને યૂનિક અને પર્સનલાઇઝ્ડ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો તમે કોલાજ પોસ્ટર આપી શકો છો. આમાં તમારી બધી યાદોને એક જગ્યાએ જોઈને તે ભાવુક થઈ જશે.

ટેબલ ફોટો ફ્રેમ

ઓફિસ ડેસ્ક, ડ્રેસિંગ ટેબલ અથવા બેડસાઇડમાં રાખવા માટે તમે તેમને ટેબલ ફોટો ફ્રેમ આપી શકો છો. તેમાં બંનેનો ફોટો અથવા તેમાં એક પ્રેમભર્યો સંદેશ લખી શકો છો.

Advertisment

કસ્ટમાઇજ્ડ ફ્રિજ મેગ્નેટ

કિચન, ફ્રિજ અથવા નોટિસ બોર્ડ પર તમારો ફોટો પ્રિન્ટ કરાવીને આપી શકો છો. તેને કિચન, ફ્રિજ અથવા નોટિસ બોર્ડ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. તે રોજિંદા જીવનમાં યાદો ઉમેરશે.

આ પણ વાંચો - દૂધમાં ગુલાબ નાખીને બનાવો Rose Milk,  પાર્ટનર માટે આ રીતે તૈયાર કરો

ફોટો કિચન

તે એક નાનકડી વસ્તુ છે જે કાયમ માટે તેની સાથે રહેશે. જ્યારે પણ તે ચાવી ઉપાડશે ત્યારે તમારી યાદ જાતા થશે. તેનો ઉપયોગ ઘરે, કાર અથવા ઓફિસમાં ગમે ત્યાં કરી શકાય છે.

સ્કિન કેર કિટ

વેલેન્ટાઇન ડે પર તમે તમારા પાર્ટનરને સ્કિન કેર કીટ ગિફ્ટ કરી શકો છો. આમાં તમે તેની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર વસ્તુઓ પસંદ કરી શકો છો. તે તેમના માટે ઉપયોગી સાબિત થશે.

વેલેન્ટાઇન ડે જીવનશૈલી