/indian-express-gujarati/media/media_files/2026/02/06/rose-milk-recipe-2026-02-06-13-01-42.jpg)
રોઝ મિલ્ક રેસીપી Photograph: (પિન્ટરેસ્ટ)
Rose day special rose milk recipe : ગુલાબ ફૂલ ખૂબ જ સુંદર લાગે છે. તેની સુગંધ પણ શાનદાર હોય છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડે છે. આ દિવસે કપલ્સ એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. કોઈ ગિફ્ટ આપે છે, તો કેટલાક ડેટ પર જાય છે. આવી સ્થિતિમાં તમે ગુલાબની પાંખડીઓમાંથી સ્વાદિષ્ટ રોઝ મિલ્ક બનાવીને તમારા પાર્ટનરને આપી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે.
આ વસ્તુઓની જરૂર પડશે
- ફુલ ક્રીમ દૂધ – 2 કપ
- રોઝ સીરપ / ગુલાબ શરબત 2-3 ચમચી
- ખાંડ – સ્વાદ અનુસાર
- એલચી પાવડર – 1 ચપટી
- તજ – 1 નાનો ટુકડો (વૈકલ્પિક)
- ચક્ર ફૂલ – 1 (વૈકલ્પિક)
- સૂકા ગુલાબની પાંખડીઓ – સજાવટ માટે
- બરફ – જો ઠંડી બનાવી હોય તો
રોઝ મિલ્કની રેસીપી
રોઝ મિલ્ક બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ધીમા તાપે ઉકાળો. આ પછી તેમાં તજ અને ચક્ર ફૂલ ઉમેરો. તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે, તમે તેને છોડી પણ શકો છો. જો તમે તેને ઉમેરી રહ્યા છો, તો લગભગ 3-4 મિનિટ સુધી રાંધો જેથી સુગંધ બહાર આવે. આ પછી ગેસની ફ્લેમ ઓફ કરો. દૂધને સહેજ ઠંડુ થવા દો.
આ પણ વાંચો - વેલેન્ટાઇન વીક આ તારીખથી શરુ થશે, જાણો કયા દિવસનું શું હોય છે મહત્વ
આ પછી તમે ગુલાબ શરબત, એલચી પાવડર ઉમેરો. પછી જરૂર પડ્યે તેમાં ખાંડ ઉમેરો, નહીં તો તમે તેને છોડી પણ શકો છો. બધી સામગ્રી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરો. તેને થોડું ઠંડુ કરવા માટે તમે તેને ફ્રિજમાં મૂકો અથવા બરફ ઉમેરો. સુંદર દેખાવા માટે ઉપર ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us