/indian-express-gujarati/media/media_files/2026/02/10/valentines-day-special-skincare-banana-face-pack-2026-02-10-13-18-43.jpg)
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ સ્કિનકેર કેળાનો ફેસ પેક। Valentines Day special Skincare Banana Face Pack in gujarati Photograph: (Freepik)
beauty tips | વેલેન્ટાઈન વીક | વેલેન્ટાઈન ડે (Valentines Day) ને હવે થોડા દિવસ બાકી છે, ત્યારે આ ખાસ દિવસ માટે લવ બર્ડ્સ અગાઉથી તૈયારી કરી છે, જેમાં સ્કિન કેર પહેલા આવે છે. તમે સ્કિન કેર માટે મોંઘા પાર્લરનો સહારો લીધા વગર તમે ઘરે ફેસપેક બનાવી શકો છો, કેળા (Banana) માં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સ્કિન માટે પણ ફાયદાકારક છે.
કેળાનો ઉપયોગ કરીને ફેસ પેક સરળતાથી બનાવી શકાય છે. તેને ત્વચા પર લગાવવાથી તે નરમ અને ચમકદાર બને છે. આ ફેસ પેકનો ઉપયોગ કરવાનો બીજો ફાયદો એ છે કે તેની કોઈ આડઅસર નથી. આ ફેસ પેક વિવિધ પ્રકારની સ્કિન માટે બનાવી શકાય છે.
બનાના ફેસ પેકના ફાયદા
કેળાના ફેસ પેક તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. કેળાના ફેસ પેકમાં હાજર એમિનો એસિડમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. વિવિધ પ્રકારની સ્કિન માટે તમારા સ્કિન ટોનને ચમકદાર બનાવતો કેળાનો ફેસ પેક કેવી રીતે બનાવવો તે જાણો.
ડ્રાય સ્કીન માટે બનાના ફેસ પેક
સ્કિન ની શુષ્કતા દૂર કરવા માટે, એક પાકેલું કેળું લો. તેને મેશ કરો. તેમાં એક ચમચી નારિયેળ તેલ અને મધ ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી, તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ઓઈલી સ્કિન માટે કેળાનો ફેસ પેક
ઓઈલી સ્કિન માટે એક પાકેલું કેળું લો. તેને મેશ કરો. તેમાં એક ચમચી ચોખાનો લોટ અને થોડું મધ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. આ ફેસ પેક તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યારે ધોઈ લો.
બધી સ્કિન માટે બનાના ફેસ પેક
આ ફેસ પેક બધા પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. આ માટે, એક પાકેલું કેળું લો, તેમાં એક ચમચી મુલતાની માટી, પપૈયાનો પલ્પ અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી ધોઈ લો.
સેલિબ્રિટીઝ જેવી પાતળી કમર થઇ જશે, આ સિક્રેટ ટિપ્સ અપનાવો
ગ્લોઈગ સ્કિન માટે તમે આને પણ મિક્સ કરી શકો
ત્વચાનો રંગ સુધારવા માટે, એક પાકેલા કેળામાં અડધી ચમચી ચંદન પાવડર મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો. શ્રેષ્ઠ પરિણામો માટે, તેને અઠવાડિયામાં 2-3 વાર લગાવો. કરચલીઓ અને ફાઇન લાઇન્સથી છુટકારો મેળવવા માટે, એક કેળા અને એલોવેરા જેલની પેસ્ટ તૈયાર કરો. આ પેક અઠવાડિયામાં 1-2 વાર લગાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us