/indian-express-gujarati/media/media_files/2026/02/09/homemade-chocolate-recipe-in-gujarati-2026-02-09-15-46-43.jpg)
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ, માર્કેટ કરતા પણ જોરદાર ચોકલેટ ઘરે બનાવાની ટિપ્સ। Valentines Day special tips for making chocolate at home secret recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | વેલેન્ટાઈન વીક | ચોકલેટ (chocolate) નું નામ આવતા જ થતાં જ હૃદયમાં ખુશી છવાઈ જાય છે. બાળકો અને મોટાના લોકો બંનેને તેની મીઠાશ અને સ્વાદ ગમે છે. જોકે બજારમાં મળતી ચોકલેટમાં ઘણીવાર વધુ પડતી ખાંડ અને કેમિકલયુક્ત હોય છે. પરંતુ તમે તમારા પ્રિયજન માટે વેલેન્ટાઈન પર ખાસ ચોકલેટ ઘરે બનાવી શકીયે છીએ.
જો તમે ઘરે સ્વાદિષ્ટ ચોકલેટ બનાવવા માંગતા હો, તો આ રેસીપી તમારા માટે યોગ્ય છે. ઓછામાં ઓછી સામગ્રી અને સરળ ટિપ્સ સાથે તમે ઘરે થોડીવારમાં ચોકલેટ બનાવી શકો છો, અને ચિંતા કર્યા વિના આખા પરિવાર સાથે તેનો આનંદ માણી શકો છો. અહીં જાણો ચોકલેટ રેસીપી
ચોકલેટ રેસીપી
સામગ્રી
½ કપ કોકો પાવડર
½ કપ દૂધ પાવડર
½ કપ પાઉડર સુગર
¼ કપ બટર અથવા નાળિયેર ઓઇલ
2 ચમચી દૂધ
½ ચમચી વેનીલા એસેન્સ (ઓપ્શનલ)
ડ્રાય ફ્રૂટ્સ (બદામ, કાજુ ઓપ્શનલ)
મિનિટો માં બની જશે લંચ, પાલક અને મકાઈ ઉમેરી બનાવો હેલ્ધી પુલાવ
ઘરે ચોકલેટ બનાવાની રીત
સૌ પ્રથમ ધીમા તાપે એક તપેલી મૂકો અને તેમાં બટર અથવા નાળિયેર તેલ ઓગાળો. હવે તેમાં દૂધ ઉમેરો અને તેને થોડું ગરમ ​​થવા દો.
આ પછી તેમાં દૂધ પાવડર અને દળેલી સુગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે કોકો પાવડર ઉમેરો અને ગઠ્ઠા ન બને તે રીતે સતત હલાવતા રહો.
જ્યારે મિશ્રણ ઘટ્ટ અને સુંવાળું થવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેમાં વેનીલા એસેન્સ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં રેડો.
તેને ફ્રિજમાં 1-2 કલાક માટે સ્થિર થવા દો.
ચોકલેટ સારી રીતે સેટ થઈ જાય એટલે તેને મનગમતા આકારમાં કાપી લો.
ઘરે બનાવેલી ચોકલેટને હવાચુસ્ત પાત્રમાં 7-10 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us