વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને આપ્યો શ્રેય, કહ્યું નિઃસ્વાર્થ અને જીવન બદલી નાખનારી માતૃત્વ યાત્રાથી થયો પ્રેરિત

virat kohli : વિરાટ કોહલી (virat kohli) એ અનુષ્કા શર્મા (anushka sharma) ની માતૃત્વ (motherhood) ની સફર વિશે વાત કરતાં, જેમાં તેને ખૂબ જ જરૂરી પરસ્પેકટીવ આપ્યો હતો, વિરાટે આગળ કહ્યું હતું કે, “તે નિઃસ્વાર્થ છે, તે બિનશરતી છે.

Written by shivani chauhan
March 01, 2023 09:44 IST
વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને આપ્યો શ્રેય, કહ્યું નિઃસ્વાર્થ અને જીવન બદલી નાખનારી માતૃત્વ યાત્રાથી થયો પ્રેરિત
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની માતૃત્વની સફરને "નિઃસ્વાર્થ" અને "બિનશરતી" ગણાવી. (સ્ત્રોત: અનુષ્કા શર્મા/ઈન્સ્ટાગ્રામ)

ક્રિકેટર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. આ દિગ્ગજ ક્રિકેટર તેના અંગત જીવનની વાત આવે ત્યારે પણ તેટલો જ ઈક્વલ છે. EatSure દ્વારા તેના તાજેતરના RCB પોડકાસ્ટમાં, ભૂતપૂર્વ ભારતીય પુરૂષ ક્રિકેટ કેપ્ટને તેની અદભૂત કારકિર્દીમાં રફ પેચ અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા તેને કેવી રીતે પ્રેરણા અને પ્રોત્સાહિત કરે છે તે વિશે ખુલાસો કર્યો હતો. 34 વર્ષીય વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે તેની પત્નીને માતૃત્વ સ્વીકારતી જોઈને તેના સંઘર્ષ દરમિયાન તેને નવો પરસ્પેકટીવ અને સ્ટ્રેન્થ મળી હતી.

વિરાટે પોડકાસ્ટમાં શેર કર્યું હતું કે, “મને ઘરેથી ઘણી પ્રેરણા મળી છે. તેણે આગળ કહ્યું હતું કે, “અમારા ઘરે એક દીકરી જન્મ થયો છે. તે અવિશ્વસનીય રીતે જીવનને બદલી નાખનારી અને પરિવર્તનશીલ પ્રક્રિયા રહી છે, માતા-પિતા માટે હા પણ ખાસ કરીને માતા માટે વધારે પરિવર્તનશીલ રહ્યું છે . માતા માટે, આ જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને તે મધરહૂડ જર્ની દ્વારા કેવી રીતે આટલી મજબૂત બની છે અને તે કેવી રીતે આવતા તમામ પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે. અને મેં બધું જોયું છે. મેં પરિવર્તન થતું જોયું છે. તેનાથી મને એટલી સ્ટ્રેન્થ અને પ્રેરણા મળી કે હું જે અનુભવી રહ્યો છું તે અનુષ્કાએ અનુભવ્યાના 5 ટકા પણ નથી.”

ક્રિકેટર વિરાટ કોહલી

આ પણ વાંચો: હેલ્થ અપડેટ : શું પોલિએસ્ટર અન્ડરવેર પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે?

અનુષ્કાની માતૃત્વની સફર વિશે વાત કરતાં, જેણે તેને ખૂબ જ જરૂરી પરસ્પેકટીવ આપ્યો હતો, વિરાટે આગળ કહ્યું હતું કે, “તે નિઃસ્વાર્થ છે, તે બિનશરતી છે. તમારે કોઈ પણ મુદ્દાને યોગ્ય પરસ્પેકટીવની દિશામાં વિચારવો જોઈએ. હું એક ક્રિકેટર છું, આ મારો વ્યવસાય છે પરંતુ જ્યારે હું તેની સાથે થયેલા પરિવર્તનને જોઉં છું, ત્યારે તે મારા માટે જીવન છે. તે મારા માટે ઘણું મહત્વપૂર્ણ છે, મારો મતલબ છે કે તે તુલનાત્મક પણ નથી.”

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ :વાંસની બોટલોમાંથી પાણી પીવું માત્ર પર્યાવરણ માટે જ સારું નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ક્રિકેટર હવે તેના વ્યવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે તફાવત કરી શકે છે અને તે તેના પરિવાર સાથેના સુખી અંગત જીવન માટે ખૂબ જ આભારી છે.

વિરાટ કોહલીએ ઉમેર્યું કે, “સાચું કહું તો મારા માટે એક જ બાબત મહત્વની છે કે તે (અનુષ્કા) મને સમજે છે અને અમારી પુત્રી અમને બિનશરતી પ્રેમ કરે છે અને તે દરેક માટે સૌથી મૂળભૂત આવશ્યકતા છે કે તમારો જીવનસાથી તમને સમજે અને તમે જે છો તેના માટે તમને પ્રેમ કરે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે, આ ઉપરાંત તમારી સાથે પ્રામાણિક વર્તન અને કોઈ તમને સમજે તેવી અપેક્ષા રાખવાની જરૂર નથી.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ