વિરાટ કોહલી ફીટ રહેવા માટે શું ખાય છે? આ રહ્યો તેનો ડાયેટ પ્લાન

Virat Kohli Diet Plan: વિરાટ કોહલી સ્વસ્થ આહારની સાથે કસરત પર પણ ખૂબ ધ્યાન આપે છે. તે દિવસમાં 2 કલાક જીમમાં કસરત કરે છે. અઠવાડિયામાં એક દિવસ શરીરને આરામ આપે છે.

Virat Kohli Diet Plan: વિરાટ કોહલી સ્વસ્થ આહારની સાથે કસરત પર પણ ખૂબ ધ્યાન આપે છે. તે દિવસમાં 2 કલાક જીમમાં કસરત કરે છે. અઠવાડિયામાં એક દિવસ શરીરને આરામ આપે છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Virat Kohli, Virat Kohli Diet Plan, Virat Kohli diet secrets

વિરાટ કોહલી સ્વસ્થ આહારની સાથે કસરત પર પણ ખૂબ ધ્યાન આપે છે. (તસવીર: Virat.Kohli/Instagram)

Virat Kohli Diet Plan: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી આખા દેશમાં હેડલાઈનમાં છવાયેલો છે. આવામાં દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે કે તે ફિટ રહેવા માટે કયો આહાર લે છે અને તે પોતાના દિવસની શરૂઆત કઈ કસરતથી કરે છે. એક ખેલાડી તરીકે વિરાટ હંમેશા ધ્યાન રાખે છે કે તે પોતાને ફિટ રાખવા માટે કયો આહાર લે છે. તમને જણાવી દઈએ કે તે પોતાનો આહાર લેતી વખતે, તળેલા ખોરાક અથવા મસાલેદાર ખોરાક ટાળવાનું ધ્યાન રાખે છે અને તેના આહારમાં ફક્ત સ્ટીમ્ડ અથવા બાફેલા ખોરાકનો જ સમાવેશ કરે છે.

Advertisment

વિરાટનો ડાયેટ પ્લાન

એક ઇન્ટરવ્યુમાં વિરાટે કહ્યું હતું કે 90 ટકા ખોરાક વરાળમાં રાંધવામાં આવે છે. ખોરાક તૈયાર કરવા માટે કોઈ મસાલો નથી વપરાતો, ફક્ત મીઠું, મરી અને લીંબુ ઉમેરવામાં આવે છે. તેને પણ આ ખોરાક ખૂબ ગમે છે. તેણે કહ્યું કે મને સ્વાદની પરવા નથી; મને થોડી ડ્રેસિંગ સાથે સલાડ ખાવાનું ગમે છે. થોડું ઓલિવ તેલ કે કંઈક ઉમેરીને પેન-ગ્રીલ્ડ સારું રહે છે. હું ફક્ત દાળ ખાઉં છું પણ મસાલા કઢી નહીં. જોકે, હું રાજમા અને લોબિયા ખાઉં છું કારણ કે હું પંજાબી છું અને હું તેને છોડી શકતો નથી.

વિરાટ કોહલીની કસરત

વિરાટ કોહલી સ્વસ્થ આહારની સાથે કસરત પર પણ ખૂબ ધ્યાન આપે છે. તે દિવસમાં 2 કલાક જીમમાં કસરત કરે છે. અઠવાડિયામાં એક દિવસ શરીરને આરામ આપે છે. તેની કસરતમાં તરવું પણ સામેલ છે. કસરતને રસપ્રદ રાખવા માટે કંઈક નવું કરવાનો પણ પ્રયાસ કરે છે.

વિરાટે આપી સલાહ

વિરાટના મતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફિટનેસ શરૂ કરે છે, ત્યારે તેણે પોતાના આહારમાં વિટામિન, હાઇડ્રોજન અને પ્રોટીન જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે, ત્યારે તેને આ આહારની આદત પડી જાય છે. જોકે વિરાટ માટે ફિટ રહેવું અને યોગ્ય આહાર પસંદ કરવો ખૂબ મુશ્કેલ હતું કારણ કે દરેકનું શરીર સરખું હોતું નથી. આ કારણે ખોરાક પસંદ કરવાનું મુશ્કેલ બની જાય છે.

Advertisment

આ પણ વાંચો: મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં ગોળ અને ચણાની દાળથી બનાવો પુરણ પોળી, લોકો માંગશે અને ખાશે

ઉલ્લેખનિય છે કે, રવિવારે દુબઈમાં રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવી દીધુ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 49.4 ઓવરમાં 241 રન પર જ સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 42.3 ઓવરમાં ચાર વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ વનડે કરિયરની 51મી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 100 રન બનાવીને અણનમ રહ્યો હતો.

(Disclaimer: ઉપરોક્ત માહિતી પર કાર્ય કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ માહિતીનો દાવો કરવામાં આવી રહ્યો નથી.)

health tips જીવનશૈલી Virat Kohli