શહેરો અને હવે ગામડાઓના લોકોની દિનચર્યા પણ આજકાલ વ્યસ્ત થઇ ગઈ છે. તેથી લોકોને પોતાની વ્યસ્ત લાઈફમાંથી એક્સસાઈઝ કે ચાલવાનો સમય મળતો નથી.વ્યક્તિએ રોજનું ઓછામાં ઓછું 30 મિનિટ જરૂર ચાલવું જોઈએ. કારણ કે પ્રતિદિન નિયમિત રોજ ચાલવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
આ સંબંધી દેશ વિદેશમાં શોધ થઇ ચુકી છે. એક શોધ મુજબ એવું કહેવાય છે કે રોજ એક્સરસાઇઝ જેમ કે ચાલવું, વર્ક આઉટ કરવું, યોગા કરવા વગેરે તમારા માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આટલુંજ નહિ નિયમિત રોજ ચાલવાથી ડેમેન્શિયાની બીમારીને શરૂઆતથી થતો અટકાવી શકાય છે અને અલ્ઝાઇમર બીમારીનું જોખમ ઓછું રહે છે.
આ પણ વાંચો: Piles Treatment: પાઈલ્સને લગતી સમસ્યાથી છુટકારો અપાવે છે આ શાકભાજી, જાણો અહીં
રોજ ચાલવાથી મગજ સિવાય હૃદયના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. રોજ ચાલવુંએ હાઈ બ્લડ પ્રેશરને નિયમિત કરવા અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરીને હૃદયને સ્વસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે. મસ્તિષ્કના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે બૂક્સ વાંચવી પણ ફાયદાકારક છે. તેથી જયારે પણ તમને સમય મળે ત્યારે સ્ટોરી, પોયમ, કોઈ લેખ વગેરે વાંચતા રહેવું જોઈએ.
ચાલવું તમારા મૂડને વધારવામાં મદદ કરે છે કારણ કે તે મગજ અને શરીરમાં બ્લડ ફલૉ અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. તમારી હાયપોથેલેમિક-પીટ્યુટરી-એડ્રિનલ (HPA) એક્સિસ પર પોઝિટિવ ઈમ્પૅક્ટ કરે છે, જે તમારી સેન્ટ્રલ નર્વસ રિસ્પોન્સ સિસ્ટમ છે. આ સારું છે કારણ કે HPA એક્સિસ તમારા સ્ટ્રેસ રિસ્પોન્સ માટે જવાબદાર છે. જ્યારે તમે વૉકિંગ કે કસરત કરો છો, ત્યારે તમે તમારા નર્વને શાંત કરો છો, જેનાથી તમે ઓછો સ્ટ્રેસ અનુભવી શકો છો.
આ પણ વાંચો: જો તમને પણ હાઈ બીપી હોય તો તમારા હૃદય માટે 2 કપ કોફી સારી કે ગ્રીન ટી? જાણો અહીં
ચાલવાના ફાયદા જોઈએ તો, ચાલવાના અનેક ફાયદા છે. જેમાં
ઊંઘમાં સુધારો થવો
ઉર્જા અને સહનશક્તિમાં સુધારો
તણાવમાં રાહત થવી
મૂડમાં સુધારો થવો
માનસિક સતર્કતા વધારી શકે છે
વજનમાં ઘટાડો થવો
કોલેસ્ટ્રોલ ઘટાડે અને કાર્ડિયોવેસ્ક્યુલર (હૃદય) સ્વાસ્થ્યમાં સુધારો લાવે
તમે મિત્રોને તમારી સાથે પણ વૉકિંગ કરી શકો છો, અને તમારા જીવનમાં પોઝિટિવ ઈમ્પૅક્ટ લાવી શકો છો. અઠવાડિયે એક કે બે દિવસ અન્ય લોકો સાથે ચાલવાથી ઘણો ફાયદો થઈ શકે છે. સકારાત્મક સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ ( positive social interactions ) સાથે જોડાયેલી શારીરિક કસરત નેગેટિવ મૂડને સુધારી શકે છે, ડિપ્રેશનને દૂર કરી શકે છે અને આત્મવિશ્વાસ વધારે શકે છે. અઠવાડિયામાં 3 દિવસ 10-30 મિનિટ કે એક કલાક ચાલવાનો પ્રયાસ કરો.