Weight gain cause after 30-40 age: વધતું વજન લોકોને ખુબજ હેરાન કરે છે. વજન વધવાથી ન માત્ર પર્સનાલિટી ખરાબ થાય છે પરંતુ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી ક્રોનિક બીમારીઓનું જોખમ પણ વધે છે. કેટલાક લોકો ખાવાપ પીવાના શોખીન હોય છે, એવા લોકો દરેક વખતે કંઈક ખાવાનું પસંદ કરતા હોય છે જેનાથી તેમનું કેલરી ઇન્ટેક વધારે હોય છે. ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે 30 વર્ષની ઉંમર પછી મહિલાઓનું વજન ઝડપથી વધે છે. હવે સવાલએ થાય છે કે 30 થી 40 વર્ષની ઉંમરમાં કેમ વધે છે વજન? આવો જાણીએ કે 30 વર્ષની ઉંમર પછી વજન કેમ વજન ઝડપથી વજન વધે છે.
30 થી 40 વર્ષની ઉંમરમાં કેમ વધે છે વજન?
હેલ્થ લાઈનની માહિતી મુજબ 20 થી 21 વર્ષની ઉંમરમાં તમે પીઝા બર્ગર કઈ પણ ખાઈ શકો છો આ ઉંમરમાં તમને શરીરને ટ્રિમ કરવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. થોડા વર્કઆઉટથી પણ તમારું બોડી ફિટ કરી શકાય છે. 30 થી 40 વર્ષની ઉંમરમાં મેટાબોલિઝ્મમાં ઝડપથી બદલાવ આવે છે . આ ઉંમરમાં મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે. 30 વર્ષ પછી મહિલાઓ અને પુરુષોનું મેટાબોલિઝ્મ સ્લો થઇ જાય છે અને ખાવાની ક્રેવિંગ વધે છે. આ ઉંમરમાં નબળાઈ વધારે અનુભવાય છે અને એનર્જેટિક રહેવા માટે વધારે ભોજન લઇ છીએ અને સ્થૂળતાનો શિકાર બનીએ છીએ.
આ પણ વાંચો: Yoga health benefits: આ 3 આસાન સ્નાયુ, હાથ, કરોડજ્જુને પુરી પાડે છે લવચીકતા, જાણો ફાયદા
હોર્મોનલ પરિવર્તન પણ વધારે વજન:
પુરુષ અને મહિલાઓ બંનેમાં 30 પછીની ઉંમર પછી હોર્મોનનું ઉત્પાદન ઓછું થાય છે. એસ્ટ્રોજન (Estrogen) એ એક હોર્મોન છે જે એક મહિલાનું માસિક ચક્ર (monthly cycle) ને કંટ્રોલ કરે છે. 30 વર્ષની ઉંમર પછી આ હોર્મોન ઓછા થવાથી મહિલાઓનું વજન વહળવા લાગે છે એ સેક્સ ડિઝાયર્સ ઓછું થઇ શકે છે. મહિલાઓના હોર્મોન ઓછા થઇ જવાથી વ્યવહારમાં બદલાવ આવે છે સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને તણાવ વધે છે. 30-40 વર્ષની ઉંમરમાં પુરુષોમાં ટેસ્ટોટેરોનનું સ્તર ઓછું થઇ જાય છે જેથી પુરૂષોનું વજન વધે છે અને ખાસ કરીને એબ્સની આસપાસ ઝડપથી ફેટ જમા થાય છે.
આ પણ વાંચો: Yoga benefits: તણાવમુક્ત અને સ્વસ્થ જીવનનું સરનામું છે આ 3 યોગાસન, યોગાસનના થશે પુષ્ક્ળ ફાયદા
વજન ઓછું કરવા માટે હોર્મોનલ કંટ્રોલ કેવી રીતે કરવો:
હોર્મોનનુ નિયમન કરવા અને ફેટ ઓછું કરવા માટે તમે કસરત અને યોગા કરી શકો છો. યોગા કરવાથી તણાવથી રાહત મળે છે અને હોર્મોનમાં થતા બદલાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.
30 થી 40 વર્ષની ઉંમરમાં કેટલું વજન હોવું જોઈએ:
30 થી 40 વર્ષની ઉંમરમાં પુરુષોનું વજન 90.3 kg હોય છે અને મહિલાઓનું વજન 76.7 kg હોય છે.