Weight Loss Recipe: વજન ઘટાડવા માટે પરફેક્ટ સૂપ, જાણો રેસીપી અને ફાયદા

Soup for weight loss: દૂધીના સૂપથી વજન ઓછો કરી શકાય છે. દૂધીનો સૂપ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ ખુબ જ સરળતાથી તમારૂં વજન ઘટાડી શકે છે.

Soup for weight loss: દૂધીના સૂપથી વજન ઓછો કરી શકાય છે. દૂધીનો સૂપ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ ખુબ જ સરળતાથી તમારૂં વજન ઘટાડી શકે છે.

author-image
Rakesh Parmar
New Update
weight loss Bottle Gourd Soup

વજન ઘટાડવા માટે સૂપની રેસીપી. Photograph: (સોશિયલ મીડિયા)

Weight Loss Recipe: શું તમે પણ ઘણા સમયથી પોતાનો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો? તો હવે તમારે આખો દિવસ ભૂખ્યા રહીને અથવા મોંઘી ડાયટને ફોલો કરીને વજન ઓછો કરવાની જરૂર નથી. તમે ઈચ્છો તો ઘરે સરળતાથી સૂપ દ્વારા વજન ઘટાડી શકો છો.

Advertisment

જીહાં, દૂધીના સૂપથી વજન ઓછો કરી શકાય છે. પછી ભલે દૂધીના સૂપનું નામ સાંભળતા જ તમારૂ મોઢું ઉતરી જતું હોય. પરંતુ તમને જણાવી દઈએ કે દૂધીનો સૂપ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ ખુબ જ સરળતાથી તમારૂં વજન ઘટાડી શકે છે. આવો તમને દૂધીનો સૂપ બનાવવાની રેસીપી વિશે જણાવીએ. 

દૂધીના સૂપ માટે સામગ્રી

Soup for weight loss
દૂધીનો સૂપ બનાવવા માટે સામગ્રી. Photograph: (સોશિયલ મીડિયા)
  • દૂધી (1/2 કિલો)
  • કાળા મરી (1 ચપટી)
  • જીરું (1/2 ચમચી)
  • આદુ (1 ટુકડો)
  • લાલ મરચું (1 ચપટી)
  • દેશી ઘી (1 ચમચી)
  • લીલા ધાણાના પાન (1 ચમચી)
  • સ્વાદ પ્રમાણે મીઠું

દૂધીનો સૂપ રેસીપી

દૂધીનો સૂપ બનાવવા માટે સૌપ્રથમ દૂધીને છોલીને તેના ટુકડા કરી લો. પછી મધ્યમ તાપ પર એક પેનમાં 1 ચમચી શુદ્ધ ઘી ગરમ કરો. હવે જીરું ઉમેરો અને તેને થોડું સાંતળી લો. હવે તેમાં સમારેલી દૂધી ઉમેરો અને ધીમા તાપે સાંતળો. ઇચ્છિત માત્રામાં મસાલા ઉમેરો અને લગભગ 1 થી 2 મિનિટ સુધી રાંધો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

Advertisment

હવે બારીક સમારેલું આદુ, લાલ મરચું અને કાળા મરી પાવડર ઉમેરો અને મિક્સ કરો. ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રાંધો અને પછી ગેસની આચ બંધ કરો. હવે તમારે દુધી ઓગળી ગઈ છે તેનું ધ્યાન રાખવાનું છે. દૂધીનો કોઈ ભાગ ટૂકડામાં રહી ગયો હોત તો તેને સાઈડમાં કાઢી લો અથવા ગરણીની મદદથી કાઢી લો. તો હવે તેમારો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી સૂપ તૈયાર છે. 

તમે તેને કોથમીરના પાન અને કાળા મરીના પાવડરથી સજાવી શકો છો અને ગરમાગરમ પી શકો છો. તેનું સેવન લંચ કે ડિનર દરમિયાન કરી શકાય છે. દરરોજ તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે અને વજન ઘટાડવામાં મદદ મળશે.

ડિસ્ક્લેમર: ઉપરોક્ત માહિતી પર કાર્ય કરતા પહેલા, કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા આ માહિતીનો દાવો કરવામાં આવી રહ્યો નથી.

જીવનશૈલી ભોજન રેસીપી