કેન્સર એક જીવલેણ બીમારી છે. જે દુનિયાભરમાં ઘણા લોકોને પ્રભાવિત કરી રહી છે. આ બીમારી થતા પહેલા જ શરીરમાં કેટલાક લક્ષણો આપવા લાગે છે, જેની મદદથી કેન્સરની પુષ્ટિ કરવામાં સરળતા થઈ શકે. પરંતુ ક્યારેક ક્યારેક કેન્સરના લક્ષણો એવા હોય છે, જેને આપણે સમય રહેતા સમજી ના શકીએ તો તે ધીરે-ધીરે એટલું વધી જાય છે કે તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ બની શકે છે. આ એવા સૂક્ષ્મ લક્ષણો હોય છે, જેને લોકો સામાન્ય સમસ્યા સમજતા હોય છે અથવા બીમારીથી સંબંધિત માનતા નથી.
ઓહાયોની એક મહિલાના અંગૂઠામાં કેન્સરના કોષો ઉદ્ભવી રહ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તેને આ વાત કેવી રીતે ખબર પડી. ખરેખરમાં મહિલાના અંગૂઠા પર બે વાદળી રેખાઓ દેખાતી હતી, જેને તેણીએ લાંબા સમય સુધી અવગણી હતી પરંતુ ધ્યાન આપ્યા પછી અને પરીક્ષણો કરાવ્યા પછી તેણીને ખબર પડી કે તે લાઈનો કેન્સરની નિશાની સિવાય બીજું કંઈ નહોતું.
કેવી રીતે ખબર પડી કેન્સર છે?
મહિલાને કેન્સર વિશે ખબર પડી જ્યારે તે હોસ્પિટલ પહોંચી. ખરેખરમાં જ્યારે પણ નખના ચિહ્નોની વાત આવે છે ત્યારે હંમેશા એવું માનવામાં આવે છે કે તે લીવર, કિડની અથવા લોહી સંબંધિત રોગો વિશે જણાવે છે, નખમાં કેન્સરની હાજરી બિલકુલ વિશ્વાસપાત્ર પરિસ્થિતિ નહોતી. અમેરિકાના ઓહાયો સિટીમાં રહેતી 58 વર્ષીય ટાગ્લિયામોન્ટે દર મહિને પોતાના હાથનું મેનીક્યુર કરાવતી હતી. ઓક્ટોબર 2024 માં, તેણે નખ પર આ નિશાન જોયું અને રાહ જોવા લાગી કે આવતા મહિનામાં તેના અંગૂઠા પર વાદળી નિશાન દેખાશે કે નહીં. બીજા મહિનામાં પણ તેના અંગૂઠા પર આવા જ પટ્ટાઓ દેખાઈ આવ્યા ત્યારબાદ તેણે તેની તપાસ કરાવી.
આ પણ વાંચો: શું વાળ ખરવાને કારણે તમારા માથામાં ટાલ પડવા લાગી છે? નવા વાળ ઉગાડવા અજમાવો આ ઘરેલું ઉપાય
ઝીરો સ્ટેજ કેન્સર
ટાગ્લિયામોન્ટેને તેમના જમણા હાથના અંગૂઠામાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખરેખરમાં તેના નખના અંદરના ભાગમાં મેલાનોમા હતો. મેલાનોમા એ શૂન્ય તબક્કાનું કેન્સર છે. સ્ટેજ ઝીરો મેલાનોમા, જેને મેલાનોમા ઇન સિટુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો અર્થ એ છે કે કેન્સરના કોષો બાહ્ય ત્વચા સુધી મર્યાદિત છે અને હજુ સુધી ત્વચાના ઊંડા સ્તરોમાં પ્રવેશ્યા નથી, જેનો અર્થ છે કે તે સાજા થવાની શક્યતા વધુ છે. કેટલાક આરોગ્ય અહેવાલો સૂચવે છે કે 2023 માં આશરે 89,000 લોકોને સ્ટેજ ઝીરો મેલાનોમા હોવાનું નિદાન થયું હતું. આ તબક્કાના કેન્સરનો જીવિત રહેવાનો દર પણ 98% સુધીનો છે.
સારવાર કેવી રીતે કરવામાં આવી?
ટાગ્લિયામોન્ટેને તેમના અંગૂઠા પર સર્જરી કરાવવી પડી, જે ચાર કલાક ચાલી. આમાં 2 મુખ્ય ડોકટરો સહિત ડોકટરોની આખી ટીમનો સમાવેશ થતો હતો. એક ડૉક્ટરે નખ કાઢી નાખ્યા જ્યારે બીજા ડૉક્ટર જે ત્વચા નિષ્ણાત હતા, તેમણે ત્વચાના ઉપરના ભાગો કાઢી નાખ્યા જેથી કેન્સરના કોષોનો સંપૂર્ણ નાશ થઈ શકે. જોકે આ સર્જરી પછી ટાગ્લિયામોન્ટેનું જીવન ઘણું બદલાઈ ગયું કારણ કે તેમને નખ વગરના અંગૂઠાથી રોજિંદા કાર્યો કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.





