Kand Mool Benefits: દિવાળી બાદ હવે દેશવાસીઓ દેવ દિવાળીની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે તે 15 નવેમ્બરે ઉજવાશે. દેવ દિવાળીને ગંગા સ્નાનથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રમાં આ દિવસનું ખુબ જ મહત્ત્વ છે. આમ તો આ પર્વ ભગવાન શિવને સમર્પિત છે પરંતુ અયોધ્યામાં પણ તેની ધૂમધામથી ઉજવણી થાય છે. અયોધ્યાની વાત થઈ રહી છે તો રામલલાની વાત થવી નક્કી છે. તમામ લોકો જાણે છે કે, ભગવાન રામ વનવાસ ગયા હતા અને તે દિવસોમાં તેમણે ઘણી બધી શાકભાજીઓનું સેવન કર્યું હતું, જે જંગલો અને વન ક્ષેત્રોમાં મળે છે. તેમાંથી એક શાકભાજી ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ કંદમૂળ છે. કંદમૂળમાં એવા ચમત્કારિક ગુણ છે, જો તેને દરરોજ ખાવામાં આવે તો ઘૂંટણના દુખાવાથી લઈ કેન્સર અને ડાયાબિટીસથી પણ પોતાને બચાવી શકો છો. અસલમાં આ એક જંગલી ફળ છે, જેને મોટા ભાગના લોકો શાકભાજી સમજે છે. આવો જાણીએ તેને ખાવાના ફાયદાઓ વિશે.
રામ નામથી વેચાય છે
જીહાં, આ ફળ ન માત્ર અયોધ્યા પરંતુ દેશના તમામ ભાગોમાં મળે છે. આ માત્ર એટલા માટે પણ વેચાય છે કે ભગવાન રામે વનવાસ દરમિયાન તેને ખાધુ હતું, જે ખુબ જ ફાયદામંદ છે. આવો તેના ફાયદાઓ વિશે જાણીએ.
આ પણ વાંચો: વૈજનાથ-શિરડી સહિત 5 તીર્થ સ્થાનોના કરો દર્શન, પેકેજમાં રહેવા-ખાવા-ફરવાનું ફ્રી, આ રહી તમામ માહિતી
E
આ બીમારીઓમાં ફાયદાકાર છે કંદમૂળ
- પાચન સુધારે છે – કંદમૂળમાં ફાયબર હોય છે જો તેને ખાવામાં આવે તો તમને પેટ સાથે જોડાયેલી બીમારીઓ નહીં થાય. કંદમૂળ ખાવાથી પેટના ટોક્સિન્સ ફ્લશ આઉટ થઈ જાય છે.
- શ્વાસ સંબંધી બીમારી – આ ફળ કંજેશન, ખાંસી-શરદી અને ફેફડાની બીમારીના જોખમને ઘટાડે છે.
- હૃદય સંબંધી બીમારી – કંદમૂળ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. આથી બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે, માટે દિલની બીમારીના રોગીઓએ પણ આ સબ્જી જરૂરથી ખાવી જોઈએ.
- કેન્સર – કંદમૂળમાં એવા ઘણા ગુણ રહેલા છે, જે કેન્સરના સેલ્સને વધતા રોકે છે. જોકે તેને લઈ કોઈ આધિકારિક પુષ્ટી નથી. પરંતુ કેટલાક હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે તેને ખાવાથી કેન્સરને અટકાવી શકાય છે.
- ડાયાબિટીસ – કંદમૂળ હાઈ ફાઈબર ફ્રૂટ છે. તેનો સ્વાદ મીઠો નથી હોતો માટે તેને ખાવાથી મધુમેહના રોગીઓને ફાયદો થાય છે.
- એનીમિયામાં ફાયદામંદ – આ લોહી સાથે સંબંધિત બીમારી છે, જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે. હીમોગ્લોબીન અને આયરનનું સ્તર ઘટી જાય છે. આવામાં આ સબ્જી ખાવી ફાયદાકારક છે. કંદમૂળ આયરનના સ્તરને વધારી શકે છે.
- નબળા હાડકા – જો તમને હાડકા અને સાંધામાં દુખાવો રહે છે તો આ સબ્જીને ખાવાનું શરૂ કરી દો. આ સબ્જીને ખાવાથી તમને દુખાવો ઓછો કરવામાં મદદ મળશે.
Disclaimer: ઉપર આપવામાં આવેલી જાણકારી પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞની સલાવ અવશ્ય લેવી. Gujarati Indian Express તરફથી લેખમાં આપવામાં આવેલી જાણકારીનો દાવો કરાયો નથી.