Hair loss cause: શરીરમાં આ વિટામિન ઓછા થયા તો માથામાં પડી જશે ટાલ!

Hair loss cause: આજે અમે તમને વાળના ખરવા-તૂટવાના કારણે વિશે જણાવીશું, કયા વિટામિનની ઉણપથી હેર લોસ થાય છે, હેર લોસ કંટ્રોલ ડાયટ અને એક દિવસમાં કેટલા વાળ તૂટવા સામાન્ય છે.

Hair loss cause: આજે અમે તમને વાળના ખરવા-તૂટવાના કારણે વિશે જણાવીશું, કયા વિટામિનની ઉણપથી હેર લોસ થાય છે, હેર લોસ કંટ્રોલ ડાયટ અને એક દિવસમાં કેટલા વાળ તૂટવા સામાન્ય છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
lifestyle, hair loss, hair loss causes, Hair loss can have many causes,

કયા વિટામિનની ઉણપથી હેર લોસ થાય છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Vitamin deficiency: વાળ ખરવા, તૂટવા અને વાળના સફેદ થવાથી બચવા માટે અમે અત્યાર સુધી અમારા લેખોમાં તમને ઘરે બનાવેલા વિવિધ હેર માસ્ક, સીરમ અને તેલ વિશે જણાવ્યું છે. પરંતુ આ વખતે અમે તમને વિસ્તારથી જણાવીશું કે વાળ ખરવાના અને તૂટવાના કારણો શું છે. કયા વિટામિનની ઉણપથી વાળ ખરવા લાગે છે, વાળ ખરવાને નિયંત્રિત કરે છે અને એક દિવસમાં કેટલા વાળ ખરવા સામાન્ય બાબત છે.

Advertisment

સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે, એક દિવસમાં કેટલા વાળ ખરવા સામાન્ય વાત છે. જો તમારા વાળ 50 થી 100 ખરે છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ આથી વધુ વાળ ખરવા તે ચિંતાજનક છે. પછી તમારે એક સારા હેર સ્પેશ્યાલિસ્ટને દેખાડવાની જરૂર છે.

કયા વિટામિનની ઉણપથી વાળ ખરે છે

તમને જણાવી દઈએ કે વાળનું ખરવુ વિટામિન સી, વિટામિન બી 7, વિટામિન બી 9, વિટામિન ડી અને વિટામિન એની ઉણપથી થાય છે.

હેર કંટ્રોલ ડાયટ

વાળને ખરવાથી રોકવા માટે તમારે પાલક, ગાજર, સોયાબીન, ઈંડા, સ્વીટ પોટેટો, પપૈયું, આંબળા, સંતરા, દ્રાક્ષ, શિમલા મરચું, આખા કઠોળ, બ્રોકલી, મગફળી, ચોકલેટ, સુકા મેવા, મગ, મસુરની દાળ અને રાજમા ખાવા જોઈએ.

Advertisment

આ પણ વાંચો: જાણો કેટલી ખતરનાક છે કાવાસાકી બીમારી? આ રોગની સારવારના એક ઈન્જેક્શનની કિંમત 25 હજાર રૂપિયા

હેર લોસ કંટ્રોલ તેલ

ત્યાં જ વાળને ખરવાથી રોકવા માટે તમે પોતાને હાઈડ્રેટ રાખો અને અઠવાડિયામાં એકવાર જૈતુર તેલથી માથામાં સારી રીતે માલિસ કરો, આથી બ્લડ સર્કુલેશન સારૂ થાય છે.

lifestyle,hair loss,hair loss causes,Vitamin deficiency
ખરાબ ખાવાની ટેવ અને હોર્મોન અસંતુલનના કારણે પણ વાળ ખરી શકે છે. (તસવીર: Freepik)

વાળ ખરવાના અન્ય કારણો

  • વધુ તાવ અને કોઈપણ બીમારીમાંથી સાજા થયા પછી
  • નાની કાંસકીથી વાળ ઉખડી જવા
  • ખરાબ ખાવાની ટેવ
  • રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ
  • ડિલિવરી પછી
  • હોર્મોન અસંતુલન
  • વજન ઘટાડવું
  • પ્રદૂષણ અને મીઠું પાણી

ડિસ્ક્લેમર: સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી પ્રદાન કરે છે. આ કોઈ પણ રીતે યોગ્ય ચિકિત્સાની સલાહનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ અથવા પોતાના ડોક્ટર સાથે સલાહ લેવી. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

જીવનશૈલી health tips