ઢોસાના ખીરામાં કેટલાક લોકો મેથી કેમ ઉમેરે છે? કારણ જાણી તમે પણ એવું જ કરશો

તમે રીલ્સ અને યુટ્યુબ વીડિયોમાં રસોઇયાઓને થોડા મેથીના દાણા ઉમેરતા જોયા હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તેઓ ઢોસાના બેટરમાં મેથીના દાણા નાંખે છે?

Written by Rakesh Parmar
November 26, 2025 16:53 IST
ઢોસાના ખીરામાં કેટલાક લોકો મેથી કેમ ઉમેરે છે? કારણ જાણી તમે પણ એવું જ કરશો
દક્ષિણમાં લોકો અડદની દાળ અને ચોખા પલાળી રાખે છે અને તેમાં એક ચમચી મેથીના દાણા ઉમેરે છે.

દરેક વ્યક્તિ પોતાના દ્વારા બનાવેલા ઢોસા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને તેના માટે ખબ જ મહેનત કરે છે. તમે રીલ્સ અને યુટ્યુબ વીડિયોમાં રસોઇયાઓને થોડા મેથીના દાણા ઉમેરતા જોયા હશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તેઓ ઢોસાના બેટરમાં મેથીના દાણા નાંખે છે? દક્ષિણમાં આપણી દાદીમાના સમયથી આ કિચન હેક ચાલતું આવે છે. એકવાર તમે કારણ જાણી લો પછી તમે પણ મેથી વગર ઢોસા બનાવવાનું બંધ કરી દેશો.

દાળ-ભાત સાથે મેથી

ઢોસા એક દક્ષિણ ભારતીય વાનગી છે જે ભાગ્યે જ કોઈ ભારતીયને ગમતી ના હોય. તે ફર્મેટેડ ખોરાક છે, તેથી તે પેટ માટે સારો છે. કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર ઢોસા અને સાંભરનું મિશ્રણ એકંદર સ્વાસ્થ્ય માટે પણ સારું છે. બહાર ખાવા કરતાં ઘરે બનાવવું વધુ સારું છે. ઘરે ઢોસાનો લોટ બનાવવા માટે દક્ષિણમાં લોકો અડદની દાળ અને ચોખા પલાળી રાખે છે અને તેમાં એક ચમચી મેથીના દાણા ઉમેરે છે.

મેથીના દાણા શું કરે છે?

એકવાર ઢોસાનું ખીરું પીસી જાય પછી, તેને આથો આવવા માટે છોડી દેવામાં આવે છે. મેથીના દાણા આથો લાવવામાં મદદ કરે છે. મેથીના દાણામાં એક કુદરતી સંયોજન હોય છે જે આથો લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જો તમે મેથીના દાણા ઉમેરો છો તો તમારે આથો લાવવા માટે વધુ રાહ જોવાની જરૂર નથી. મેથીના દાણા મ્યુસિલેજ પણ ઉત્પન્ન કરે છે, જે ઢોસાને ઘટ્ટ બનાવે છે અને તેમાં હવા ફસાવે છે.

આ પણ વાંચો: આ ઢોસા માટે સાંભરની જરૂર નથી… ફક્ત એક ચટણી સાથે બેક કરીને ખાઈ શકો છો

મેથીના દાણા એક પરપોટા જેવું ખીરું બનાવે છે, જે ઢોસાને વધુ સારું બનાવે છે. મેથીમાં ઉત્સેચકો અને સારા બેક્ટેરિયા હોય છે. આ ચોખા અને દાળને કુદરતી રીતે તૂટવામાં મદદ કરે છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. જ્યારે તમે ઢોસાના ખીરામાં અગાઉથી મેથીના દાણા ઉમેરો છો ત્યારે તમારે યીસ્ટ અથવા ઈનો ઉમેરવાની જરૂર નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ