વેફરના પેકેટમાં હવા કેમ ભરેલી હોય છે? ખૂબ જ રસપ્રદ છે કારણ

વેફર કે નમકીન પેકેટ હંમેશા ફૂલેલા હોય છે જ્યારે તેમાં સામગ્રી ખૂબ ઓછી હોય છે. પછી આપણા મનમાં વિચાર આવે છે કે તેમાં આટલી જ વેફર કેમ રાખવામાં આવે છે, તેના બદલે તેમાં વધારે હવાથી ભરેલી હોય છે.

Written by Rakesh Parmar
August 19, 2025 20:43 IST
વેફરના પેકેટમાં હવા કેમ ભરેલી હોય છે? ખૂબ જ રસપ્રદ છે કારણ
શું વેફરના પેકેટમાં ઓક્સિજન હોય છે. (તસવીર: Freepik)

વેફર કે નમકીન પેકેટ હંમેશા ફૂલેલા હોય છે જ્યારે તેમાં સામગ્રી ખૂબ ઓછી હોય છે. પછી આપણા મનમાં વિચાર આવે છે કે તેમાં આટલી જ વેફર કેમ રાખવામાં આવે છે, તેના બદલે તેમાં વધારે હવાથી ભરેલી હોય છે. આપણે વિચારતા રહીએ છીએ કે આપણને હવાથી ભરેલા પેકેટ કેમ આપવામાં આવે છે. આનું કારણ ખૂબ જ રસપ્રદ છે. જાણો તે શું છે.

શું તમે માનો છો કે પેકેટમાં ઓક્સિજન ગેસ ભરેલો હોય છે? જો હા તો સમજો કે તમે ખોટા છો. તે નાઇટ્રોજન ગેસથી ભરેલું હોય છે. જાણો આનું કારણ શું છે? પેકેટમાં નાઇટ્રોજન ગેસ ભરવાના 3 કારણો સામે આવ્યા છે.

પ્રથમ કારણ

વેફર કે અન્ય કોઈ વસ્તુ જે પોલીથીનમાં આપવામાં આવે છે. તેને તૂટવાથી બચાવવા માટે, તેમાં વધુ ગેસ ભરવામાં આવે છે. જેથી તે તૂટે નહીં. એટલા માટે ઘણી કંપનીઓ છે જે પેકેટને બદલે ટીન કે પ્લાસ્ટિકના બોક્સમાં ભરીને ચિપ્સ કે વેફ વેચી રહી છે.

આ પણ વાંચો: થોડીવારમાં ઘરે બનાવો ‘દહીં તડકા’ ની વાયરલ રેસીપી, ભાત સાથે ખાવાથી આવશે મજા

બીજું કારણ

આ કારણ થોડું વૈજ્ઞાનિક છે. તમે ચોક્કસપણે આ સિદ્ધાંત સાથે સહમત થશો. આ સિદ્ધાંત મુજબ ઓક્સિજન એક ખૂબ જ રિએક્ટિવ ગેસ છે. તે કોઈપણ વસ્તુના પરમાણુઓ સાથે ખૂબ જ ઝડપથી ભળી જાય છે, પછી ભલે તે ખાદ્ય પદાર્થો હોય કે કોઈપણ ધાતુની વસ્તુ. ઓક્સિજનની પ્રતિક્રિયાશીલતાને કારણે તેમાં બેક્ટેરિયા વગેરેનો વિકાસ થઈ શકે છે અને આ જ કારણ છે કે જો કોઈપણ ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવામાં આવે તો તે બગડી જાય છે. આ જ કારણ છે કે ઓક્સિજનને બદલે નાઇટ્રોજન ગેસ પેકેટમાં ભરવામાં આવે છે. જેથી તમારી ચિપ્સ ભીની ન થાય. 1994 માં થયેલા એક સંશોધનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નાઇટ્રોજન નાસ્તાને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખે છે.

ત્રીજું કારણ

આ બજાર સાથે થોડું સંબંધિત છે. પોતાની વસ્તપુ ઓછી આપીને વધુ ચાર્જ વસૂલવો. ગ્રાહકોના મનમાં એવું બેસાડવામાં આવે છે કે પેકેટમાં જેટલી હવા હશે, તેટલી વધુ વેફર અથવા અન્ય વસ્તુઓ બહાર આવશે. આ ભ્રમને કારણે આપણે તે પેકેટ ખરીદવાનો પ્રયાસ કરીએ છીએ જે વધુ ફૂલેલું હોય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ