/indian-express-gujarati/media/media_files/2026/01/01/green-garlic-pickle-recipe-2026-01-01-14-49-45.jpg)
લાલા લસણનું ઈન્સ્ટન્ટ અથાણું રેસીપી Photograph: (facebook)
Instant Green Garlic Pickle Recipe: શિયાળો શરૂ થાય ત્યારે માર્કેટમાં લીલું લસણ મળવાનું શરુ થઈ જાય છે. અને લીલું લસણ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. લીલા લસણના અનેક સ્વાસ્થ્ય ફાયદા છે. લીલા લસણમાંથી અનેક વાનગીઓ મોટાભાગના ઘરોમાં બનતી હોય છે.
અહીં લીલા લસણનું ઈન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત વિશે વાત કરવામાં આવી છે. લીલા લસણનું અથાણું શાકની પણ ગરજ સારે છે. આ અથાણું બનાવવામાં પણ સરળ છે અને લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે.
લીલા લસણનું ઈન્સ્ટન્ટ અથાણું રોટલી, ભાખરી, પરોઠા, રોટલા, થેપલા સાથે ખાબાની ખુબ જ મજા પડી જાય છે. તો ફટાફટ દેશી રેસીપી નોધી લો.
સામગ્રી
મોટી ચમચી રાઈ, અડધી ચમચી મેથી, પોણો કપ આખા દાણા, પોણો કપ વરિયાળી, 150 ગ્રામ લીલું લસણ, 100 ગ્રામ આદુ, 10-15 લીલા મરચાં, એક ચમચી હિંગ, મીઠું, હળદર અને કાશ્મીરી મરચું પાઉડર, દોઢ કપ સિંગતેલ, એક ચમચી લીંબુનો રસ
લીલું લસણ તૈયાર કરીશું
લીલા લસણને છોલીને એકદમ ઝીણું સમારીને બાજુ પર મુકી દઈશું. આ ઉપરાંત આદુ અને મરચાંને રફલી કાપી લઈશું.
મસાલો તૈયાર કરીશું
મોટી ચમચી રાઈ, અડધી ચમચી મેથી, પોણો કપ વરિયાળી અને આખા ધાણાને પેનમાં સ્લો ફ્લેમમાં સુગંધ આવે ત્યાં સુધી શેકીશું. ઠંડો થઈ જાય ત્યારે મસાલાને મીક્સર જારમાં લઈને દરદરો પીસી લઈશું.
આદુ મરચાની પેસ્ટ કરીશું
હવે મીક્સર જારમાં કાપેલા આદુ મરચા લઈને મીક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને દરદરી પેસ્ટ તૈયાર કરીશું.
અથાણું બનાવીશું
હવે એક બાઉલમાં કાપેલું લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, તૈયાર કરેલો મસાલો લઈશું. ત્યાર બાદ તેમાં એક ચમચી હીંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ અથાણામાં મીઠું થોડું ચડિયાતું રાખશો તો સ્વાદમાં વધારો થશે.
મસાાલ કરીશું
હવે તેમાં એક ચમચી હળદર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર, દોઢ કપ સિંગ તેલને ગરમ કરી થોડું ઠંડુ કરીને ઉમેરવું અને પછી એક ચમચી લીબુનો રસ ઉમેરીશું.
આ પણ વાંચોઃ-લીલા ચણાની ચટણીઃ ઠંડીની મૌસમમાં ઘરે બનાવો ચટપટી આ સાવ અલગ પ્રકારની ચટણી, સ્વાદ દાઢે વળગશે
તૈયાર છે તમારું લીલા લસણનું ઈન્સ્ટન્ટ અથાણું
બધા મસાલા ઉમેર્યા બાદ સારી રીતે મીક્સ કરીશું અને એર ટાઈટ જારમાં ભરીને ફ્રીજમાં મહિનો સુધી સ્ટોર કરી શકાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us