શિયાળામાં ઘરે બનાવો ગોળ અને ચણા દાળની પુરણ પોળી, લોકો વારંવાર માંગશે અને ખાશે

પુરણ પોળી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે આ મીઠી પુરી કેવી રીતે બનાવવી?

પુરણ પોળી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે આ મીઠી પુરી કેવી રીતે બનાવવી?

author-image
Rakesh Parmar
New Update
Gol chana dal ni recipe

પુરણ પોળી બનાવવાની ઝટપટ રેસીપી Photograph: (સોશિયલ મીડિયા)

મહારાષ્ટ્રમાં શિયાળાની ઋુતુમાં લોકો પુરણપોળી ખૂબ જ સ્વાદથી ખાય છે. આ એક પરંપરાગત મરાઠી મીઠાઈ છે. જો તમે હજુ સુધી મહારાષ્ટ્રની આ સ્વાદિષ્ટ રોટલી નથી ખાધી તો તમારે એકવાર તેનો સ્વાદ ચાખવો જ જોઈએ. તમને જણાવી દઈએ કે, પુરણ પોળી ગોળ, ચણાની દાળ અને લોટમાંથી બનાવવામાં આવે છે. આ મીઠાઈ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે આ મીઠી પુરી કેવી રીતે બનાવવી?

Advertisment

પુરણ પોળી બનાવવા માટેની સામગ્રી

ગોળ - 1 કપ 
ચણાની દાળ - 1 કપ 
લોટ - 2 કપ
ઘી - અડધો કપ
એલચી પાવડર - અડધી ચમચી
કેસર - અડધી ચમચી

Puran Poli recipe in Gujarati (1)
પુરણ પોળી બનાવવાની સામગ્રી અને રેસીપી Photograph: (સોશિયલ મીડિયા)

પુરણ પોળી રેસીપી

પુરણ પોળી બનાવવા માટે પહેલા એક કપ ચણાની દાળ ધોઈને 7 થી 8 કલાક પાણીમાં પલાળી રાખો અને પછી નિર્ધારિત સમય પછી તેને સારી રીતે રાંધો. ચણાની દાળ રાંધતા હોય ત્યારે બીજા ગેસ સ્ટવ પર ગોળની ચાસણી બનાવો. ગોળને પાણીમાં ઓગાળીને જાડી ચાસણી બનાવો.

હવે ચણાની દાળને કુકરમાંથી કાઢીને મિક્સરમાં બારીક પીસી લો. પીસ્યા પછી તેને ગોળની ચાસણીમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં કેસર અને એલચી પાવડર ઉમેરો. ધ્યાનમાં રાખો કે ચાસણી ન તો ખૂબ પાતળી હોવી જોઈએ અને ન તો ખૂબ જાડી. હવે તેને ઢાંકીને રાખો.

Advertisment

હવે કણકને ખૂબ જ નરમ અને સુંવાળી બનાવો. કણક મસળ્યા પછી, તેના પર ઘી લગાવો જેથી કણક નરમ રહે. કણકનો એક બોલ લો, તેને રોલ કરો અને પોળી બનાવો. પોળીમાં ચણા દાળ અને ગોળની ચાસણીનું મિશ્રણ ઉમેરો અને પછી તેને બરાબર બંધ કરો. હવે પોળીને ફોલ્ડ કરો અને તેને ગોળ રોટલી બનાવો.

હવે પૂરણ પોળીને તવા પર મૂકો અને તેને બંને બાજુ સારી રીતે શેકો અને ઘી લગાવો. હવે તેને ગરમાગરમ પીરસો અને તેનો સ્વાદ માણો!

જીવનશૈલી રેસીપી