ટામેટા વટાણા ઓળો રેસીપી, ઓછી મહેનતે બનશે ધાબા સ્ટાઇલ, બધાને ભાવશે !

લાઇફ સ્ટાઇલ | ટામેટા અને વટાણામાંથી ટેસ્ટી અને ચટાકેદાર ઓળો બનાવી શકાય છે, જે ખુબજ ટેસ્ટી બને છે અને ખાસ વાત એ છે આ દેશી ડીશ બનાવવા માટે વધારે સમય પણ લાગતો નથી, અહીં જાણો ટામેટા અને વટાણા ઓળો રેસીપી 

લાઇફ સ્ટાઇલ | ટામેટા અને વટાણામાંથી ટેસ્ટી અને ચટાકેદાર ઓળો બનાવી શકાય છે, જે ખુબજ ટેસ્ટી બને છે અને ખાસ વાત એ છે આ દેશી ડીશ બનાવવા માટે વધારે સમય પણ લાગતો નથી, અહીં જાણો ટામેટા અને વટાણા ઓળો રેસીપી 

author-image
shivani chauhan
New Update
tomato vatana Olo Recipe in gujarati

ટામેટા વટાણા ઓળો રેસીપી। winter special tomato vatana Olo Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | શિયાળો (Winter) માં ઠંડીમાં ગરમા ગરમ ભોજન ખાવું એ ખરેખર લ્હાવો છે. આવા હવામાનમાં, દેશી સ્વાદિષ્ટ ખોરાક ખાવાની મજા પડે છે. ટામેટા અને લીલા વટાણા આ સીઝનમાં ભરપૂર જોવા મળે છે અને સસ્તા પણ હોય છે, અહીં શિયાળા દરમિયાન ઉપલબ્ધ લીલા વટાણામાંથી કંઈક ખાસ કેવી રીતે બનાવામાં આવ્યું છે, અહીં જાણો 

Advertisment

ટામેટા અને વટાણામાંથી ટેસ્ટી અને ચટાકેદાર ઓળો બનાવી શકાય છે, જે ખુબજ ટેસ્ટી બને છે અને ખાસ વાત એ છે આ દેશી ડીશ બનાવવા માટે વધારે સમય પણ લાગતો નથી, અહીં જાણો ટામેટા અને વટાણા ઓળો રેસીપી 

ટામેટા વટાણા ઓળો રેસીપી 

ટામેટા વટાણા ઓળો  સામગ્રી 

અડધો કપ (બાફેલા) લીલા વટાણા
1 (બારીક સમારેલી) ડુંગળી 
4 (શેકેલા) ટામેટાં
2 ચમચી તેલ 
અડધી ચમચી હળદર 
અડધી ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા પાવડર 
1 નાનો ટુકડો (છીણેલું) આદુ
મીઠું - સ્વાદ મુજબ
1-2 (બારીક સમારેલા) લીલા મરચાં
4-5 કળી (બારીક સમારેલી) લસણ
સજાવટ માટે કોથમીર 
જીરું - અડધી ચમચી 

ટામેટા વટાણા ઓળો રેસીપી

સૌપ્રથમ બધા ટામેટાંને પાણીથી ધોઈ લો. પછી, તેને ચૂલા પર અથવા તવા પર સારી રીતે શેકી લો. ટામેટાં ઠંડા થઈ જાય પછી, તેમને છોલીને સારી રીતે મેશ કરી લો. 
હવે બાફેલા વટાણાને હળવા હાથે મેશ કરો. એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે તેમાં ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરો, સુગંધ આવે ત્યાં સુધી સારી રીતે શેકો, પછી તેને કાઢી લો. પછી હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરો. બધા મસાલાને સારી રીતે મિક્સ કરો અને તેને કાઢી લો. 
છૂંદેલા ટામેટાં ઉમેરો અને 3-4 મિનિટ માટે કુક કરો. ટામેટાં કુક જાય પછી, વટાણા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મીઠું નાખો. 
ધીમા તાપે 5-7 મિનિટ સુધી રાંધો, જ્યાં સુધી તેલ ઉપર ચઢી ન જાય. ભરણ કુક થઇ જાય પછી, તેને એક બાઉલમાં કાઢી લો, કોથમીરના પાન મિક્ષ ગરમાગરમ રોટલી સાથે પીરસો. 

Advertisment
જીવનશૈલી રેસીપી