વટાણા વાળા પુલાવથી કંટાળી ગયા છો? આ વસ્તુ ઉમેરી યુનિક ટચથી બનાવો ટેસ્ટી પુલાવ

લાઇફ સ્ટાઇલ | પુલાવમાં મોટેભાગે રસોડામાં ઉપલબ્ધ શાકભાજી ઉમેરીને ટેસ્ટી અને મસાલેદાર વેજ પુલાવ બનાવી શકાય છે, પરંતુ તમે એ પુલાવને યુનિક ટચ આપીને માત્ર તુવેર ઉમેરીને બનાવી શકો છો, અહીં જાણો તુવેર પુલાવ રેસીપી

લાઇફ સ્ટાઇલ | પુલાવમાં મોટેભાગે રસોડામાં ઉપલબ્ધ શાકભાજી ઉમેરીને ટેસ્ટી અને મસાલેદાર વેજ પુલાવ બનાવી શકાય છે, પરંતુ તમે એ પુલાવને યુનિક ટચ આપીને માત્ર તુવેર ઉમેરીને બનાવી શકો છો, અહીં જાણો તુવેર પુલાવ રેસીપી

author-image
shivani chauhan
New Update
Winter Special Tuver Pulao Recipe

વિન્ટર સ્પેશિયલ તુવેર પુલાવ રેસીપી | Winter Special Tuver Pulao Recipe in gujarati Photograph: (Freepik)

શિયાળો | જીવનશૈલી | શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં બજારમાં જોવા મળે છે, એ પણ સસ્તા અને ફ્રેશ! લીલી તુવેર પણ આ સીઝનમાં વધાર હોય છે, ત્યારે તુવેર આપણે મોટાભાગના શાક, લીલવા કચોરી કે અન્ય ડીશમાં તુવેરના દાણા ઉમેરવામાં આવે છે, પુલાવમાં પણ વટાણાને તુવેર ઉમેરીને મજેદાર બનાવી શકાય છે, શું તમે તે કદી ટ્રાય કર્યું છે?

Advertisment

પુલાવમાં મોટેભાગે રસોડામાં ઉપલબ્ધ શાકભાજી ઉમેરીને ટેસ્ટી અને મસાલેદાર વેજ પુલાવ બનાવી શકાય છે, પરંતુ તમે એ પુલાવને યુનિક ટચ આપીને માત્ર તુવેર ઉમેરીને બનાવી શકો છો, અહીં જાણો તુવેર પુલાવ રેસીપી

તુવેર પુલાવ રેસીપી

સામગ્રી:

1/2 કપ તુવેર દાણા 
1 કપ બાસમતી ચોખા
1 ચમચી આદુ લસણ પેસ્ટ 
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી ગરમ મસાલો 
1/2 ચમચી હળદર પાઉડર
1 ચમચી જીરું
1 તમાલપત્ર 
2 ચમચી ઘી 
મુઠ્ઠીભર કોથમીર
મુઠ્ઠીભર લીલું લસણ

તુવેર પુલાવ બનાવાની રીત 

સૌ પ્રથમ તુવેરને ધોઈને એક  2-3 સીટી દ્વારા પ્રેશર કુક કરો. ચોખાને 15 મિનિટ પલાળી રાખો અને પછી 80% પાકે ત્યાં સુધી કુક કરો. એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં જીરું અને તમાલપત્ર ઉમેરો, લસણ આદુની અને મરચાની પેસ્ટ સાથે વઘાર કરો અને મીઠું ઉમેરો.
મસાલા સાથે કુક કરવા માટે તુવેર ઉમેરો અને તેને હલાવો. છેલ્લે ભાતને થોડી ગાર્નિશ સાથે ઉમેરો અને હળવું મિક્સ કરો. આ તૈયાર પુલાવને તડકા દહીં અને સલાડ સાથે સર્વ કરો.

Advertisment
જીવનશૈલી રેસીપી શિયાળો