ભારતમાં મોટાભાગની મહિલાઓ આર્યનની ઉણપ અનુભવી રહી છે. આંકડાની વાત કરીયે તો લગભગ 50% મહિલાઓ આયર્નની ઉણપ અનુભવી રહી છે અને તેની અસર પણ ગંભીર જોવા મળી રહી છે. મહિલાઓમાં આયર્નન ઉણપના ઘણા કારણો હોઈ શકે છે. ડાયટમાં આયર્નનું ઓછું સેવન કરવાથી, પીરિયડ્સમાં વધારે રક્તસ્ત્રાવ( બ્લીડીંગ) થવાથી મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે. શરીરમાં આયર્નની ઉણપના લીધે પેશીઓ સુધી પહોંચતો ઓક્સિજનનો જથ્થો ઓછો થઇ જાય છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે.
ડોક્ટર વરુણ પ્રભાઆ મતમુજબ આયર્ન આપણી બોડી માટે જરૂરી પોષકતત્વ છે જેની જરૂરિયાત આપણી બોડીને ઘણી રીતે થાય છે. બોડીમાં આયર્નની ઉણપ વધારે હોવાથી એનેમીયાની બીમારી થઇ શકે છે. બોડીમાં લોહીની કમીના કારણે તેના લક્ષણો દેખાવાનું શરૂ થઇ જાય છે. જો સમયસર લક્ષણોની ઓળખ કરવામાં આવે તો આયર્નની ઉણપને પુરી કરી શકાય છે. કેટલાક ફૂડ્સનું સેવન કરવાથી સરળતાથી આયર્નની ઉણપને પુરી કરી શકાય છે. આવો જાણીએ,
ચેસ્ટપેઈન અને શ્વાસ લેવામાં તકલીફ થવી
શરરીમાં આયર્નની ઉણપના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને માથું દુખવું જેવી ફરિયાદો પણ રહેતી હોઈ છે. શરરીમાં હિમોગ્લોબિનની ઉણપના લીધે મસલ્સ અને પેશીઓ સુધી ઓક્સિજન પહોંચી શકતું નથી જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માથું પણ દુખતું હોઈ છે.
આ પણ વાંચો: Pregnancy Tips: ઓફિસ જતી ગર્ભવતી મહિલાઓએ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું, જાણો
માથું દુખવું
શરીરમાં આયર્નની ઉણપના લીધે માથું દુખવું જેવી તકલીફો રહેતી હોઈએ છે. ડોપામાઈન ફન્કશન અને એસ્ટ્રોજનના લેવેલની વચ્ચેના સંબંધના કારણે માથું દુખવાની તકલીફ થતી હોઈ છે.
આ પણ વાંચો: શિયાળામાં નબળી ઈમ્યુનીટીના લીધે બીમારીઓનું જોખમ વધે છે, જાણો તેના અસરદારક ઉપાયો વિષે
બોડીમાં નબળાઈ આવવી
શરીરમાં આયર્નની ઉણપના લીધે શરીરમાં નબળાઈ આવે છે. આયર્નની ઉણપ થવાથી હિમોગ્લોબીન ઓછું થઇ જાય છે અને શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. બોડીમાં ઓક્સિજનની ઉણપને પુરી કરવા માટે આયર્ન ખુબજ જરૂરી છે. આયર્નની ઉણપ એનિમિયા જેવી બીમારીનું કારણ બની શકે છે. શરરીમાં આયર્નની ઉણપ થવાથી વધારે થાક અનુભવાય છે.
હાથ પગ ઠંડા રહેવા:
હેલ્થ એક્સપર્ટના મતમુજબ જે લોકોના શરીરમાં આયર્નની ઉણપ હોઈ છે તેની અસર તેમના હાથ અને પગ પર પણ પડવા લાગે છે. આયર્નની ઉણપના લીધે ગરમીમાં પણ હાથ અને પગ ઠંડા રહેતા હોઈ છે.





