/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Golden-Blood-Meaning.jpg)
આ બ્લડ ગ્રુપનું નામ RH Null છે જે ખુબ જ દુર્લભ છે. (તસવીર: Freepik)
World Rarest Blood Group: તમે અત્યાર સુધીમાં ચાર બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હશે. જેમાં A, B, O અને O+ વિશે જ સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવા બ્લડ ગ્રુપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ રેયર છે. માત્ર એટલું જ નહીં ગત 50 વર્ષમાં તે માત્ર 40-45 લોકોની નસોમાં જ જોવા મળ્યું છે. તમને આવું જાણીને આશ્ચર્ય થતું હશે અને તમારી ઉત્સુક્તા પણ વધી રહી હશે તે બ્લડ ગ્રુપ વિશે જાણવાની. આ બ્લડ ગ્રુપ એટલું દુર્લભ છે કે વૈજ્ઞાનિકોએ તેને ગોલ્ડન બ્લડનું નામ આપ્યું છે. તો આવો જાણીએ આ બ્લડ ગ્રુપ વિશે અને તે પણ કે તેને ગોલ્ડન બ્લડ કેમ કહેવામાં આવે છે.
ટીચિંગ પાઠશાલા નામની એક વેબસાઈટ ચલાવનાર જ્યોતિ કપમારીએ આ વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ બ્લડ ગ્રુપનું નામ RH Null છે જે ખુબ જ દુર્લભ છે. કથિત રીતે તે દુનિયામાં માત્ર 40-45 લોકોમાં જ મળી આવ્યું છે. આજ કારણ છે કે તેને બાકીથી અલગ માનવામાં આવે છે. આવામાં આ બ્લડ ગ્રુપના લોકોને લોહીની જરૂર હોય તો તેમને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની પાછળ કારણ એ છે કે આવા લોકો દુનિયામાં ખુબ જ ઓછા છે જેમની નસોમાં આ લોહી હોય.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે રાતનું ખાવાનું છોડી દેવું યોગ્ય છે કે નહીં? જાણો તેની આડઅસરો
આ બ્લડ ગ્રુપને કેમ ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે?
હવે સવાલ ઉદ્ભવે છે કે આ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડ કેમ કહેવામાં આવે છે? શું આ બ્લડ ગ્રુપનો કલર ગોલ્ડન હોય છે. ખરેખરમાં તેનું નામ ગોલ્ડન બ્લડ રાખવા પછળ તેનું મહત્ત્વ છે જેના બેસિસ પર તેને આ નામ આપવામાં આવ્યું છે. આ બ્લડ ગ્રુપમાં આરએચ ડી એંટીજન રહેતું જ નથી, આવામાં આ બ્લડ ગ્રુપવાળા લોકોમાં કોઈ પણ એંટીજન જોવા મળતું નથી.
આખરે આ બ્લડ ગ્રુપ આટલું દુર્લભ કેમ છે?
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બ્લડ ગ્રુપને કેમ આટલું દુર્લભ માનવામાં આવે છે. આખી દુનિયામાં તે માત્ર 43 લોકોની અંદર જ છે, જેમની પાસે બ્લડ ગ્રુપ જોવા મળ્યું છે. આ બ્લડ ગ્રુપના ડોનરની વાત કરવામાં આવે તો 43 માંથી માત્ર 9 ડોનર જ એક્ટિવ છે. આજ કારણ છે કે આ બ્લડ ગ્રુપન દુર્લભ કહેવામાં આવે છે, અને માટે તેને ગોલ્ડન બ્લડનું નામ પણ આપવામાં આવ્યું છે. તમે એવું કહી શકો છો કે તેનું એક-એક ટીપું સોનાથી પણ મોંઘુ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us