યોગ દર્શન : ‘અશ્વસંચાલન’ આસનથી પગ અને પેટના સ્નાયુઓ મજબૂત બનશે, ચેતાતંત્ર સંતુલિત થશે

Yoga darshan ashwa sanchalanasana : ‘અશ્વસંચાલન’ આસન કરવાથી પેટ અને પગના સ્નાયુઓ મજબૂત બને છે અને ચેતાતંત્ર સંતુલિત થાય છે. જાણો 'અશ્વસંચાલન' કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan ashwa sanchalanasana : ‘અશ્વસંચાલન’ આસન કરવાથી પેટ અને પગના સ્નાયુઓ મજબૂત બને છે અને ચેતાતંત્ર સંતુલિત થાય છે. જાણો 'અશ્વસંચાલન' કરવાની રીત અને તેના ફાયદાઓ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ashwa sanchalanasana

યોગ દર્શન : '‘અશ્વસંચાલન’ કરવાની રીત અને ફાયદાઓ

Yoga darshan ashwa sanchalanasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘અશ્વસંચાલન’ (ashwa sanchalanasana) આસન વિશે જાણકારી મેળવીશું. ‘અશ્વસંચાલન’(ashwa sanchalanasana) પગ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પાચનક્રિયામાં સુધારો થાય છે તેમજ ચંતાતંત્રને સંતુલિત કરે છે. તો ચાલો જાણીયે ‘અશ્વસંચાલન’ કરવાની રીત (ashwa sanchalanasana tips) અને તેના ફાયદાઓ (ashwa sanchalanasana benefits) વિશે…

Advertisment

આસન પરિયય - ‘અશ્વસંચાલન’

યોગ દર્શનમાં આજે આપણે ‘અશ્વસંચાલન’ આસન વિશે જાણીશું.'અશ્વસંચાલન' આસન કરવા માટે સૌ પ્રથમ બંને હાથ પંજા સહિત જમીન પર એક લાઇનમાં રાખવા (અંદાજીત બંને હાથ વચ્ચે 1 ફુટનું અતર રાખવું). ડાબો પગ વાળીને બંને હાથની મધ્યમાં એક લાઇનમાં મૂકવો. ત્યારબાદ જમણો પગ પાછળની બાજુ અને એડી આકાશની તરફ રહે તેવી રીતે સીધો મૂકવો. પાછળના પગનો ઢીંચણ જમીનને સ્પર્શ થાય તે રીતે રાખવો. આવી જ રીતે આ આસનનો બીજા પગથી અભ્યાસ કરવો.

‘અશ્વસંચાલન’ પ્રાણાયામ ક્યારે અને કેટલી વખત કરવું?

અશ્વસંચાલન આસનનો અભ્યાસ સવારે કે સાંજે ખાલી પેટે કરી શકાય છે. એક પગર પર બે વાર અભ્યાસ કરવો અને 8થી 10 સેકન્ડ સુધી રોકાવવું.

શ્વસનવિધિ

અશ્વસંચાલન આસનનો અભ્યાસ કરતી વખતે પગલ પાછળની દિશા તરફ લઇ જતી વખતે શ્વાસ લેવો.

Advertisment

‘અશ્વસંચાલન’ આસન કરવાના ફાયદાઃ-

  • આ એક સૂર્યનમસ્કારની સ્થિતિમાં આવતું આસન છે.
  • પેટના અંગોને મજબૂત બનાવે છે
  • પગના અન્ય અંગોમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે
  • પગની ચાલવાની ક્ષમતામાં વધારો થાય છે
  • પાચનક્રિયા મજબૂત બનાવે છે
  • ચંતાતંત્રને સંતુલિત કરે છે
  • પગના સ્નાયુ, સાંધા અને નસોને તંદુરસ્તી બક્ષે છે

આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘ભ્રામરી પ્રાણાયામ’થી અવાજ કર્ણપ્રિય મધુર બનશે અને અનિંદ્રા દૂર થશે

આ આસનની મર્યાદાઓઃ-

જે વ્યક્તિઓને ઢીંચણમાં તેમજ કમર અને ખંભાના સાંધામાં દુખાવો રહેતો હોય તેમણે યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ અશ્વસંચાલન આસનનો અભ્યાસ કરવો.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips