Yoga Darshan Back Kick Exercise : યોગ દર્શનમાં આપણે બેક કીક કસરત વિશે જાણકારી મેળવીશું. બેક કીક કસરતનો અભ્યાસ કરવાથી કમર-પેટ, પગ, જાંધના અંગોની કસરત થાય છે. પીઠના નીચેનો ભાગ મજબૂત બને છે અને પગની નસોમાં ખેંચાણ આવે છે તેમજ જાંધના મસલ્સ તથા સાંધાઓ મજબૂત બને છે. તો બેક કીક કસરત કેવી રીતે કરવી અને તેના ફાયદાઓ વિશે ચાલો જાણીયે…
આસન પરિયય – બેક કીક કસરત (Back Kick Exercise)
યોગ કે કસરતની શરૂઆતમાં કે અંતમાં કરવામાં બેક કીક કસરતનો અભ્યાસ કરવામાં આવે છે. ઉષ્મા પ્રેરક વ્યામ કરતી વખતે આ કસરતનો અભ્યાસ કરવો જોઈએ. બેક કીક કસરત કરવા માટે સૌથી પહેલા દિવાલની સામે જમીન પર સીધા ઊભા રહેવું. બંને પગ વચ્ચે યોગ્ય અંતર રાખવું. શરીર એકદમ ટ્ટટાર સીધું રાખવું. હવે બંને હાથને સામેની દિવાલ પર યોગ્ય અંતરે મૂકવો. ત્યારબાદ જમણા પગને પાછળની બાજુએ યોગ્ય ગતિમાં લઈ જવો. ક્ષમતા અનુસાર પગને પાછળની બાજુએ લઈ જવો. ધ્યાન રાખો કે પગને પાછળની બાજુએ લઇ જતી વખતે ઘૂંટણથી વાળવાનો નથી. બને તેટલો પગ સીધો રાખી પાછળની તરફ એક લયમાં લઇ જવો. હવે આ ક્રિયાનું બીજા પગથી પૂનરાવર્તન કરવું. બેક કીક કસરતનો એકવાર અભ્યાસ થયા પછી થોડોક વિરામ લેવો.
બેક કીકમાં શ્વાસોશ્વાસની ક્રિયા
બેક કીક કસરતનો અભ્યાસ દરમિયાન શ્વસનક્રિયા સામાન્ય રાખવી.
બેક કીકનો અભ્યાસ ક્યારે અને કેટલીવાર કરવું
સામાન્ય રીતે શરૂઆતમાં બંને પગ ભેગા મળીને 20 વખત બેક કીક કસરતનો અભ્યાસ કરવો.ત્યારબાદ પ્રેક્ટિસ વધવાની સાથે વધુ રાઉન્ડ કરી શકાય.
બેક કીક કસરતના ફાયદા (Back Kick Exercise Benefits)
કમર તથા પગના સ્નાયુઓ મજબૂત બને છે.પીઠના નીચેનો ભાગ મજબૂત બને છે.પગની નસોમાં ખેંચાણ આવે છેપેટના નીચેના ભાગ ઉપર ખેંચાણ આવે છે.થાઈ ના મસલ્સ તથા સાંધાઓ મજબૂત બને છે.
આ પણ વાંચો | યોગ દર્શનઃ ફ્રન્ટ કીક કસરતથી શરીરનું બેલેન્સ જાળવાશે અને જાંઘની ચરબી ઘટશે
બેક કીક કસરતની મર્યાદા
જે લોકોને કમરમાં કે સાઈટીકામાં દુખાવો હોય તેવા લોકોએ યોગ શિક્ષકની સલાહ સૂચન અનુસાર બેક કીકનો અભ્યાસ કરવો.





