Yoga darshan યોગ દર્શન : મનની શાંતિ માટે કરો ભગીરથ આસન, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ

Yoga darshan bhagirath asana: યોગ દર્શનમાં આજે આપણે ભગીરથ આસન વિશે જાણકારી મેળવીશું. ભગીરથ આસન કરવાની રીત અને અને તેના ફાયદાઓ જાણો (Yoga darshan : bhagirath asana Steps and Benefits Know yoga exercise)

Written by Ajay Saroya
July 30, 2023 11:12 IST
Yoga darshan યોગ દર્શન : મનની શાંતિ માટે કરો ભગીરથ આસન, જાણો આ આસન કરવાની રીતે અને ફાયદાઓ
યોગ દર્શનઃ ભગીરથ આસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

Yoga darshan bhagirath asana Steps and Benefits : યોગ દર્શનમાં આપણે ભગીરથ આસન વિશે જાણકારી મેળવીશું. ભગીરથ આસન અભ્યાસ કરવાથી મનની એકાગ્રતામાં વધારો તેમજ શારીરિક અને માનસિક સંતુલન વધે છે. ઉપરાંત હાથ-પગના સ્નાયુઓ મજબૂત બને છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તો ચાલો જાણીયે ભગીરથ આસન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…

આસન પરિયય – ભગીરથ આસન

યોગ દર્શનમાં આજે આપણે ભગીરથ આસન કરવાની રીત અને તેના ફાયદા- મર્યાદાઓ વિશે જાણીશું. ઉષ્મા પ્રેરક વ્યાયામ થયા બાદ કે અન્ય આસનનો અભ્યાસ કર્યા પછી ભગીરથ આસનનો અભ્યાસ કરવો જોઈએ. ભગીરથ આસન કરવા માટે સૌપ્રથમ મેટ પર ઉભા રહો. હવે બંને પગ એક લાઈનમાં રાખવા ત્યારબાદ ડાબો પગ વાળી જમણા પગની સાથળના ઉપરના ભાગ પર મૂકવો. તળિયા નો ભાગ અને ભાગ બહારની બાજુ રાખો. હવે જમણો હાથ કાન નજીક આકાશ તરફ સીધો રાખવો અને ડાબો હાથ નાભી કેન્દ્ર પર મુદ્રામાં રાખો. આ આસનમાં ક્ષમતા અનુસાર નજર કોઈ એક કેન્દ્ર બિંદુ પર સ્થિર કરીને રોકાવી. ત્યારબાદ આ આસનનો બીજા હાથે પુનરાવર્તન કરવું.

શ્વસન પદ્ધતિ

ભગીરથ આસનનો અભ્યાસ કરવાના સમયે શ્વસનક્રિયા સામાન્ય રાખવી. આસનની પ્રેક્ટિસ વધે ત્યારબાદ શ્વાસને રોકી શકો.

ભગીરથ આસન ક્યારે અને કેટલી વાર કરવું

  • ભગીરથ આસનનો અભ્યાસ સવાર કે સાંજે કરવો
  • આ આસન ખાલી પેટે એક પગે ૩ થી ૪ વાર
  • આ આસનની પ્રેક્ટિસ વધ્યા બાદ આસનમાં રોકાવાનો સમય વધારી શકાય

યોગ દર્શનઃ ભગીરથ આસન કરવાની રીત અને તેના ફાયદાઓ જાણો

ભગીરથ આસન કરવાના ફાયદાઃ-

  • ભગીરથ આસાન એક અધ્યનાત્મક આસન છે, જેનાથી માનસિક એકાગ્રતા વધે છે
  • શારીરિક અને માનસિક સંતુલન વધે છે
  • મનની એકાગ્રતા વધે છે
  • મનને શાંત કરી તેને શક્તિશાળી બનાવે છે
  • હાથ-પગના સ્નાયુઓ મજબૂત બને છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે
  • આ આસનના અભ્યાસથી બાળકોને ભણતરમાં ફાયદો થાય છે. બાળકની ચંચળતા ઘટે છે અને ધ્યાન શક્તિ આપે છે

આ પણ વાંચો |  યોગ દર્શન : પાચનક્રિયા સુધારશે અને પેટમાં ગેસની સમસ્યા દૂર કરશે નાભી પીડાસન

ભગીરથ આસન કોણે ન કરવું :-

જે લોકોને હાથ પગના સાધનોમાં ઓપરેશન કરાવ્યું હોય તેમણે ભગીરથ આસન કરવું નહી. યોગ શિક્ષકની સલાહ અનુસાર અભ્યાસ કરવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ