Yoga darshan chakki chalanasana: યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘ચક્કી ચાલન ’ (chakki chalanasana Steps) આસન વિશે જાણકારી મેળવીશું. ‘ચક્કી ચાલન’(chakki chalanasana yoga)નો અભ્યાસ કરવાથી પેટ અને કમરની ચરબી ઘટે છે. ગેસ સંબંધિત વિકાર મટે છે તેમજ મહિલાઓને માસિકધર્મ વખતે થતી સમસ્યામાં રાહત મળે છે. તો ચાલો જાણીયે ‘ચક્કી ચાલન’ કરવાની રીત (chakki chalanasana tips) અને તેના ફાયદાઓ (chakki chalanasana benefits) વિશે…
આસન પરિયય – ‘ચક્કી ચાલન ’
યોગ દર્શનમાં આજે આપણે ‘ચક્કી ચાલન ’ આસન વિશે જાણીશું. ‘ચક્કી ચાલન’ આસન કરવા માટે મેટ પર સુખાસનમાં બેસવું. ત્યારબાદ બંને પગ સીધા એક લાઇનમાં રાખી બંને પંજા વચ્ચે એક ફુટનું અંતર રાખવું. હવે પીઠનો ભાગ સીધો રાખીને બંને હાથના પંજાની આંગળીઓ એકબીજામાં પરોવી મુઠ્ઠી બાંધવી ચક્કીની જેમ ગોળાકાર દિશામાં હાથને ધુમાવવા. પહેલા જમણેથી ડાબે ચક્કીની જેમ હાથ ફરાવવા અને ત્યારબાદ તેવી જ રીતે ડાબેથી જમણી બાજુ હાથને ચક્કીની જેમ ગોળાકાર દિશામાં ધુમાવવા. બં બાજુથી પાંચ-પાંચ વખત આ ચક્કી આસનનું પુનરાવર્તન કરવું. આસન કર્યા બાદ વિરામ લેવો.
‘ચક્કી ચાલન’ આસન ક્યારે અને કેટલી વખત કરવું?
ખાલી પેટ સવારે કે સાંજે ચક્કી ચાલન આસનનો અભ્યાસ કરવો. 1 આવર્તનમાં 5થી 10 વખત આ આસનનો અભ્યાસ કરવો.
શ્વાસોશ્વાસની ક્રિયાઃ-
શરીરને પાછળની તરફ લઇ જતી વખતે શ્વાસ લેવો અને આગળની તરફ જતી વખતે શ્વાસ બહાર છોડવો.
‘ચક્કી ચાલન’ આસન કરવાના ફાયદાઃ-
- પેટની ગેસ, વાયુ સંબંધિત વિકાર ઓછો થાય છે.
- પાચનક્રિયા સુધરે છે.
- માસિકધર્મ સંબંધિત વિકારોમાં સંતુલન આવે છે.
- પેટ અને કમરની ચરબી ઓછો કરે છે.
- પ્રસુતિ બાદ આ અભ્યાસ વધુ લાભદાયી છે.
આ પણ વાંચોઃ યોગ દર્શન : ‘કપાલભાતિ’થી ફેફ્સા મજબૂત બનશે અને લોહીનું શુદ્ધિકરણ થશે
આ આસનની મર્યાદાઓઃ-
- પીઠની સર્જરી થોડાક સમય પહેલા કરાવી હોય તેવા લોકોએ આ આસન કરવું નહીં.
- ગર્ભવતી મહિલાઓએ ચક્કી ચાલન આસન કરવું નહીં.
- કમરનો દુખાવો હોય તેવા વ્યક્તિએ ચક્કી ચાલન આસનનો અભ્યાસ કરતી વખતે સાવધાની રાખવી અથવા યોગશિક્ષકની સલાહ મુજબ આ આસનનો અભ્યાસ કરવો જોઇએ.